એક અનોખા અમદાવાદી.
અરે..! સારાભાઈ પરીવાર એટલે દેશભક્ત પરિવાર. આઝાદી પહેલાંથી દેશ માટે પરિવારે બધું જ કર્યું. વિક્રમ સારાભાઈ,નૃત્યકાર મલ્લિકા સારાભાઈ અને કાર્તિકેય સારાભાઈ. દેશમાં દેશ માટે આગવું યોગદાન આપનાર આ પરિવારના સભ્યોને પદ્મ મળ્યા હોઈ,આ પરિવારને પદ્મ પરિવાર તરીકે પણ ઓળખાય છે. આજે આધુનિક સમાજ સાથે આપણે વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યા છીએ. આ માટે સારાભાઈ પરિવારનું સીધું યોગદાન છે. ડૉ.વિક્રમ સારાભાઈ . અટકની જેમ જ એ સારા. ખૂબ સારા, એમનો પરિવાર પણ સમગ્ર દેશમાં સારા પરિવારમાં ગણાય. આવા સારા પરિવારમાં ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ વિક્રમ નામે બાળકનો જન્મ થયો. અમદાવાદના અદના ઉદ્યોગપતિના તે પુત્ર. તેમનો પરિવાર બાળકોના સર્વાંગી વિકાસ થાય એવું વિચારતા હતા. ત્યારે આપણો દેશ ગુલામ હતો. એમના પરિવારમાં નાનપણથી તેમને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ડૉ.વિક્રમ સારાભાઇના જીવન વિષે જાણવું ખૂબ રસપ્રદ છે. નાનપણથી જ વિજ્ઞાન ક્ષેત્રે તેમને લગાવ. નાના હતા ત્યારથી એમને વિજ્ઞાન માટે લગાવ.પરિવારનો સપોર્ટને છેવટે વિશ્વના એક મહાન વૈજ્ઞાનિક તરીકે તેમની ખ્યાતી થઇ. તેઓએ ભારતમાં રહીને પ્રાથમિક અને હાઈસ્કુલનું શિક્ષણ લીધું. આગળ ના અભ્યાસ