એક અનોખા અમદાવાદી.

 

અરે..! સારાભાઈ પરીવાર એટલે દેશભક્ત પરિવાર. આઝાદી પહેલાંથી દેશ માટે પરિવારે બધું જ કર્યું. વિક્રમ સારાભાઈ,નૃત્યકાર મલ્લિકા સારાભાઈ અને કાર્તિકેય સારાભાઈ. દેશમાં દેશ માટે આગવું યોગદાન આપનાર આ પરિવારના સભ્યોને પદ્મ મળ્યા હોઈ,આ પરિવારને પદ્મ પરિવાર તરીકે પણ ઓળખાય છે. આજે આધુનિક સમાજ સાથે આપણે વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યા છીએ. આ માટે સારાભાઈ પરિવારનું સીધું યોગદાન છે. 

ડૉ.વિક્રમ સારાભાઈ. અટકની જેમ જ એ સારા. ખૂબ સારા, એમનો પરિવાર પણ સમગ્ર દેશમાં સારા પરિવારમાં ગણાય. આવા સારા પરિવારમાં ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ વિક્રમ નામે બાળકનો જન્મ થયો. અમદાવાદના અદના ઉદ્યોગપતિના તે પુત્ર. તેમનો પરિવાર બાળકોના સર્વાંગી વિકાસ થાય એવું વિચારતા હતા. ત્યારે આપણો દેશ ગુલામ હતો. એમના પરિવારમાં નાનપણથી તેમને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

ડૉ.વિક્રમ સારાભાઇના જીવન વિષે જાણવું ખૂબ રસપ્રદ છે. નાનપણથી જ વિજ્ઞાન ક્ષેત્રે તેમને લગાવ. નાના હતા ત્યારથી એમને વિજ્ઞાન માટે લગાવ.પરિવારનો સપોર્ટને છેવટે વિશ્વના એક મહાન વૈજ્ઞાનિક તરીકે તેમની ખ્યાતી થઇ. તેઓએ ભારતમાં રહીને પ્રાથમિક અને હાઈસ્કુલનું શિક્ષણ લીધું. આગળ ના અભ્યાસ માટે ઈંગ્લેંડમાં કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં ગયાં. વિજ્ઞાન પ્રત્યે નાનપણથી તેમને રૂચી હતી. વિજ્ઞાન આધારિત અભ્યાસ પૂર્ણ કરી લીધો. વર્ષ ૧૯૪૬માં તેઓ પાછા ભારત આવ્યા. આ પછીના થોડાક મહિનાઓમાં દેશ આઝાદ થયો. હિન્દુસ્તાન ગુલામી માંથી આઝાદ થયું હતું. સ્વંતંત્રસેનાઓથી પ્રેરણા લીધી. વિક્રમ સારાભાઈ એ  જે.કૃષ્ણમૂર્તિ,મોતીલાલ નહેરુ,શ્રીનિવાસ,લાલબહાદુર શાસ્ત્રી અને જવાહરલાલ,સરોજીની નાયડુ,મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીજી સાથે વિવિધ કામ કર્યા.

ભારતમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા સ્થાપિત કરી. અમદાવાદમાં નાનકડી જમીન ખરીદીને તેનું નિર્માણ કર્યું. ડૉ.સારાભાઇના વ્યક્તિકત જીવન વિષે પણ રસપ્રદ ઘટનાઓ છે.તેમનો વિવાહ ૧૯૪૨માં થયો હતો . ડૉ.વિક્રમ સારાભાઈના માર્ગદર્શનમાં પહેલાં કોસ્મિક કિરણોનું નિરિક્ષણ કરવાવાળા દૂરબીન નું નિર્માણ આ જ સમયે કરવામાં આવ્યું.  ભારતમાં કોઈ રોકેટ લોન્ચર ન હતું. ડૉ. હોમીભાભા સાથે આ તબક્કે તેમણે જોડાવવાની તક મળી. ભારતીય વિજ્ઞાન માટે તેઓ અગ્રણી અને એકમાત્ર વ્યક્તિ હતા. તેમની સાથે જોડાઈને ડૉ.સારાભાઈએ ભારતમાં પહેલું રોકેટ લોન્ચિંગ સ્થાપિત કર્યું. અરબસાગરના તટ પર તિરુવનંતપૂરમ ખાતે તેનું સફળતા પૂર્વક સ્થાપન થયું. શિક્ષણ દરમિયાન વિક્રમ સરભાઇએ નાસા સાથે સબંધો કેળવ્યા હતા. આ સબંધનો ઉપયોગ કરી ૧૯૭૫થી ૧૯૭૬ દરમિયાન તેમણે ટેલીવિઝન એક્ષ્પાયરીમેન્ટ લોન્ચ કર્યું. તેમના આ કાર્યને લીધે જ આજે ટેલીવિજન ગામડે ગામડે થઇ ગયાં છે.સરકારના સહયોગથી ભારતીય ઉપગ્રહ યોજના શરુ કરી. આ કારણે આપણો પહેલો ઉપગ્રહ આર્યભટ લોન્ચ થયો.સારાભાઇ ધ્વારા દેશમાં અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓની સ્થાપના થઇ. સારાભાઈએ અમદાવાદ ખાતે ‘ધ અમદાવાદ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી રીસર્ચ એસોસીએશન’ એટલે કે અટીરાની સ્થાપના કરી. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનની શરૂઆત કરી. અમદાવાદમાં  જ એક સામુદાયિક વિજ્ઞાનકેન્દ્રની સ્થાપના કરી.કોલમના નામ મુજબ આ સ્થાપેલી સંસ્થા આજે વિક્રમ સારાભાઇ સામુદાયિક વિજ્ઞાનકેન્દ્ર નામે ઓળખાય છે.

ડૉ.વિક્રમ સારાભાઇને ઈસરોના પિતા કહેવાય છે. તેઓ કહેતા કે, ભારતમાં અંતરીક્ષ સેન્ટર હોવાથી વિકાસમાં ગતિ મળશે.ભાવિ પેઢી અંતરીક્ષ વિષે સહેલાઇથી જાણી શકે તે માટે  તેઓ સતત ચિંતા કરતા હતા. આ માટે ભારત માં એક સ્પેસ સેન્ટર ખોલવાની તેમણે તૈયારી કરી. આ જ કારણે તેમને ઈસરોના પિતા કહેવામાં આવે છે. ભારતે ૨૨ જુલાઈ ૨૦૧૯ ના પહેલું લેન્ડર રોવર બનાવ્યું.ચંદ્ર ઉપરની શોધ કરવા માંટે સક્ષમ હોય છે, આ રોવરનું નામ વિક્રમ લેન્ડર રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇ ને સન્માન આપતા ઈસરોના જનકના નામ પરથી લેન્ડરનું નામકરણ કરવામાં આવ્યુ.

ભારતીય પોસ્ટ દ્વારા એમની પહેલી પુણ્યતિથી 30 ડીસેમ્બર ૧૯૭૨ના દિવસે એક સ્મારક બનાવામાં આવ્યુ. ભારતમાં તેમના જન્મ દિવસ ૧૨ ઓગસ્ટને અંતરીક્ષ વિજ્ઞાન દિવસ માનવામાં આવે છે. ડૉ.વિક્રમ સારાભાઇ ને પદ્મશ્રી ૧૯૬૬માં અને પદ્મભૂષણ ૧૯૭૨માં જાહેર થયો. શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કારથી પણ સન્માનિત થયાં. વિક્રમ સારાભાઇનું અવસાન 30 ડીસેમ્બર ૧૯૭૧માં હાર્ટ એટેકથી થયું. ડૉ. વિક્રમ સારાભાઈએ તેમના કાર્યો જોઈ અસામાન્ય લાગે એટલાં કાર્યો તેઓ કરી ગયા. આજ તેમનું નામ આપણા દેશમાં જ નહિ પુરા વિશ્વમાં લેવાય છે. તેમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધીના સ્વરૂપમાં આપણા દેશમાં સ્પેસધવન સેન્ટર આજે પણ ઉપલબ્ધ છે, જેમાં હાલના વૈજ્ઞાનિકો દ્વારા અંતરિક્ષમાં શોધ થાય છે, આવા મહાન ભારતના પદ્મભૂષણ એવા ડૉ. વિક્રમ સારાભાઈને દેશ હમેશા યાદ રાખી રહ્યું છે.     

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી