Posts

Showing posts from September, 2016

હવે ટૂંક સમયમાં :આંગળી વગરના પગ અને કેળા વગરનો ઉપવાસ.

Image
આજકાલ દુનિયામાં એવા મુદ્દાઓ ચર્ચામાં છે કે તેની આપણને આજે અસરકારકતા દેખાતી નથી.હાલનું શું છે.અત્યારે શું જરૂર છે.આ જરૂર ઝડપથી કઈ રીતે પૂરી થઇ શકે તે માટે જ આપણે એક સાથેઅનેક બાજુ   કામ કરીએ છીએ.થોડા દિવસ પહેલાં એક સરસ મજાની પ્રાર્થના આવી.એક ભક્ત ભગવાનને કહે છે. ‘હે ભગવાન,મારે કશું નથી જોઈતું.મને માત્ર ધીરજ આપો.પણ આજે જ.’આવી ધીરજ માંગનાર પણ અનેક છે. આજે જો કોઈ એમ કહે કે આપણા પૂર્વજોને પૂંછડી હતી.બધા જેમ એ વાતને સહજ રીતે લે છે.બસ આવું જ કશુક બીજું આવશે.થોડા વર્ષો પછી આપણે જોઈશું કે વ્યક્તિના પગના પંજામાંથી ટચલી આંગળી નહિ હોય.આ માટે થોડો સમય એટલે એકાદ બે વર્ષ નહિ.ઉત્ક્રાંતિ વાળ સાથે અને તે રીતે જોવા જઈએ તો આ માટે એકાદ હજાર વર્ષ થશે.આ લખનાર,છાપનાર કે વાંચનાર કોઈ એ વખતે નહિ હોય.જેમ પૂંછડીની જરૂર ન હતી અને તેનો લોપ થયો.બસ,એવું જ કશુંક પગની ટચલી આંગળી માટે થશે.આ થઇ વર્ષો પછીની વાત.હવે એક વાત એવી કે જેની થોડા સમય પછીની એક બીજી વાત. કેલીફોર્નીયા યુનીવર્સીટીના સંશોધકોએ એક ચોકાવનારો અહેવાલ આપ્યો છે.થોડા સમય પછી કહેવાય છે કે કેળા મળવાના નથી.કેળામાં એવા રોગ ઊભો થયો છે કે તેના લીધે થોડા

દુઆ કબૂલ થઈ...

Image
ઈરાન દેશની આ વાત છે. એક નાનું નગર.નગરમાં એક ફકીર.ઉંમર લગભગ એંસી વર્ષ.આજીવન નમાજી આ ફકીરને સન્માન આપે.નિયમિત અને કાયમી ખુદાની બંદગી કરનાર ફકીર ક્યારેય કોઈને માટે ખરાબ કર્યું ન હતું.આખા નગરમાં સૌ ફકીરને માન આપે.ફકીર સૌને ખુદના સંતાન માને.ફકીર બાબા દિવસની બધી જ નમાજ અદા કરે.ફકીર જ્યાં નમાજ અદા કરતાં તે જગ્યાએ પથ્થર પણ ગસાઈ ગયો હતો.એક જ જગ્યાએ નમાજ અદા કરતાં હોઈ અહી પથ્થરમાં ખાડો પડી ગયો હતો. રમજાન મહિનો ચાલતો હતો.નમાજ અદા કરવા સૌ ભેગા થાય.ફકીર નમાજના સમય પહેલાં આવે. સફાઈ કરે અને સૌને આવકારે.રમજાનનો અંતિમ દિવસ હોઈ આજે આખું ગામ મસ્જીદમાં ભેગું થયું હતું. રમજાનની અંતિમ નમાજ અદા કરવા એકઠા થયા હતા.લોકો એકઠા થતા ગયા.સૌએ નમાજ અદા કરી.સૌ નમાજ અદા કરીને બહાર નીકળવામાં હતા.આકાશમાંથી અવાજ સંભળાયો.અલ્લાહે પોતાનો સંદેશ પહોંચાડવા આ સમય પસંદ કર્યો હતો. પહેલાં તો સૌને એમ થયું કે આ કોઈ મોટા અવાજે બોલતું હશે.થોડી વાર પછી સૌને સમજાયું કે અલ્લાહનો સંદેશ સંભળાય છે.આકાશમાંથી અવાજ આવતો હતો.સૌ આતુર હતા.ઓચિંતો અવાજ આવ્યો હોઈ નગરના બીજા લોકો પણ સાંભળવા માટે તત્પર હતા. સૌના કાન એક જ તરફ મંડાયા હતા.તેમાં ક

કરલો દુનિયા ...

Image
આજે સૌને એક વાતની રાહત છે.આ રાહતનું નામ છે મોબાઈલ.મોબાઈલ પહેલાં લેન્ડ લાઈન.એ પહેલાં ટ્રંક કોલ.એનીય પહેલાં તાર.તારની પહેલાં ટપાલ.એ પહેલાં કબૂતર જા...જા... જા સંદેશા વ્યવહારને ઝડપી બનાવવામાં ટેલીફોન એક અદભૂત શોધ કહી શકાય.આ શોધના પાયામાં જેનું નામ છે તે માણસ બહેરો હતો.તેનું નામ ગ્રેહામ બેલ.અરે! એની ઘરવાળી પણ બહેરી હતી.કઈ રીતે એણે એવાં સાધનની શોધ કરી કે જેને લીધે આજે અનેક વર્ષ પછી કેટલાય લોકો બહેરા બને છે. એક મેસેજ એવો ચાલે છે કે આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે ઇન્કામીગનો ચાર્જ લગાતો હતો.આ  જમાનામાં તેમણે ઇનકમિંગનો ચાર્જ ફ્રી કર્યો હતો. તે સમયે ધીરુભાઈ અંબાણીએ સૂત્ર આપ્યું. ‘કરલો દુનિયા મુઠ્ઠી મેં...’આજે એ વાત સાકાર થતી હોય તેવું જણાય છે.આજે પંદર વર્ષ પછી ધીરુભૈના છોકરાએ ઇનકમીગ,આઉટ ગોઇંગ અને નેટ બધું જ ફ્રી કરી આપ્યું.શું એને માટે એમ કહી શકાય કે ‘કરલી દુનિયા મુઠ્ઠીમે...!’એક જમાનામાં લેન્ડ લાઈન ફોન ઉપર ગીત ગવાતાં ‘મેરે પિયા ગયે રંગુન, વહાં સે કિયા હૈ ટેલિફૂન...તુમ્હારી યાદ સતાતી હૈ...!’આજે મોબાઈલનો ઉપયોગ ફિલ્મી ગીતોમાં અને લોકલ કલાકારો ધ્વારા બનતાં દેશી આલબમ્બમાંય જોવા કે સંભાળવા મળે છ

में शिक्षक हुँ...

Image
नेता नहीं, एक्टर नहीं, रिश्वत खोर नहीं, शुक्र है शिक्षक हूँ , कुछ और नही... न मैं स्पाइसजेट में घूमने वाला गरीब हूँ, न मैं किसी पार्टी के करीब हूँ... कभी राष्ट्रीयता की बहस में मैं पड़ता नहीं... मैं जन धन का लूटेरा या टैक्स चोर नहीं, शुक्र है शिक्षक हूँ कुछ और नहीं... न मेरे पास मंच पर चिल्लाने का वक्त है , न मेरा कोई दोस्त अफज़ल , याकूब का भक्त है... न मुझे देश में देश से आज़ादी का अरमान है, न मुझे 2 - 4 पोथे पढ़ लेने का गुमान है.. मेरी मौत पर गन्दी राजनीति नहीं, कोई शोर नही, शुक्र है शिक्षक हूँ, कुछ और नही ... मेरे पास मैडल नही वापस लौटाने को, नक़ली आँसू भी नही बेवजह बहाने को... न झूठे वादे हैं, न वादा खिलाफी है, कुछ देर चैन से सो लूँ इतना ही काफी है... बेशक खामोश हूँ, मगर कमज़ोर नही, शुक्र है शिक्षक हूँ कुछ और नही.. मैं और सड़क एक जैसे कहलाते हैं क्योंकि हम दोनों वहीं रहते है लेकिन सबको मंजिल तक पहुँचाते हैं, रोज़ वही कक्षा, वही बच्चे, पर होता मैं कभी बोर नहीं, शुक्र है शिक्षक हूँ ... कुछ और नहीं.

sir foundation

Image
महाराष्ट्पुर डिस्ट्रिक्ट में अध्यापक हैं।*sir foundation* के संयोजक हैं। इस बार उन्हें अपने काम के लिए 'राष्ट्रपति सन्मान' प्राप्त होगा।Sir फाउंडेशन के साथ कई हजार शिक्षक और शिक्षा क्षेत्र में काम करने वाले लोग जुड़े हैं। #innovative teachers सिलेक्शन समितिके माननीय सदस्य हैं ।सिद्धराम जी और हेमा जी वाघ सक्रीय रूप से इस फाउंडेशन को चलाये हुए हैं।नहींत्र शिक्षा,मगर समाज से जुड़े कई काम इस फाउंडेशन के साथ साथ हो रहे है आईआईएम अमदावाद एवं सृस्टि परिवार के माध्यमसे उन्होंने कई नवाचार को बाहर लानेमे जम्मेदारी निभाई हैं। में उन्हें मेरी और गुजरात के नावचारसे जुड़े सभी शिक्षा कर्मियो की और से बधाई देता हूँ। वर्ष 2004/05 में उनको 'सर रतन टाटा इनोवेटिव टीचर्स एवॉर्ड 'मिला।वो सभी शिक्षकों को एक साथ जोड़ना चाहते थे।उन्होंने महाराष्ट्रमें बहोत बड़ा नेटवर्क खड़ा किया हैं।शिक्षा से जुड़े कई नवाचार को खोजनेके कार्यमे वो जुड़े हैं।प्रारंभिक और प्राथमिक शिक्षा से जुड़े हुए किसीभी कार्यके लिए sir फाउंडेशन बहोत बड़ा योगदान देनेको आज सक्षम हैं।वर्ष 2006 में लोनावलामें आयोजित