હવે ટૂંક સમયમાં :આંગળી વગરના પગ અને કેળા વગરનો ઉપવાસ.



આજકાલ દુનિયામાં એવા મુદ્દાઓ ચર્ચામાં છે કે તેની આપણને આજે અસરકારકતા દેખાતી નથી.હાલનું શું છે.અત્યારે શું જરૂર છે.આ જરૂર ઝડપથી કઈ રીતે પૂરી થઇ શકે તે માટે જ આપણે એક સાથેઅનેક બાજુ  કામ કરીએ છીએ.થોડા દિવસ પહેલાં એક સરસ મજાની પ્રાર્થના આવી.એક ભક્ત ભગવાનને કહે છે. ‘હે ભગવાન,મારે કશું નથી જોઈતું.મને માત્ર ધીરજ આપો.પણ આજે જ.’આવી ધીરજ માંગનાર પણ અનેક છે.
આજે જો કોઈ એમ કહે કે આપણા પૂર્વજોને પૂંછડી હતી.બધા જેમ એ વાતને સહજ રીતે લે છે.બસ આવું જ કશુક બીજું આવશે.થોડા વર્ષો પછી આપણે જોઈશું કે વ્યક્તિના પગના પંજામાંથી ટચલી આંગળી નહિ હોય.આ માટે થોડો સમય એટલે એકાદ બે વર્ષ નહિ.ઉત્ક્રાંતિ વાળ સાથે અને તે રીતે જોવા જઈએ તો આ માટે એકાદ હજાર વર્ષ થશે.આ લખનાર,છાપનાર કે વાંચનાર કોઈ એ વખતે નહિ હોય.જેમ પૂંછડીની જરૂર ન હતી અને તેનો લોપ થયો.બસ,એવું જ કશુંક પગની ટચલી આંગળી માટે થશે.આ થઇ વર્ષો પછીની વાત.હવે એક વાત એવી કે જેની થોડા સમય પછીની એક બીજી વાત.
કેલીફોર્નીયા યુનીવર્સીટીના સંશોધકોએ એક ચોકાવનારો અહેવાલ આપ્યો છે.થોડા સમય પછી કહેવાય છે કે કેળા મળવાના નથી.કેળામાં એવા રોગ ઊભો થયો છે કે તેના લીધે થોડા દિવસોમાં એટલેકે એક અંદાજ મુજબ ૩૬૫૦ દિવસ પછી કેળાનું ઉત્પાદન થશે નહિ.દુનિયાના સો કરતાં વધારે દેશોમાં કેળાં નિયમિત ખવાય છે.સરળતાથી ઉપલબ્ધ આ ફળ એક ચેપી રોગના લીધે લુપ્ત થશે.સંશોધક આયોનીસ સ્ટેર્જીયોપોલોસના માટે વર્ષમાં ૧૦ કરોડ ટન કરતાં વધારે કેળાનું ઉત્પાદન થાય છે.કેળાનું ઉત્પાદન વધારવાના પ્રયોગો દરમિયાન તેના આ રોગ અંગે જાણવા મળ્યું છે.
આવી કુલ ત્રણ બીમારીઓ શોધી શકાઈ છે.આ કારણે નિયમિત રીતે ઉત્પાદન ઘટે છે તે માટેના પ્રયોગો  હાથ ધર્યા છે. સંશોધક આયોનીસ સ્ટેર્જીયોપોલોસના જણાવ્યા મુજબ ‘ત્રણ પૈકી બે બીમારીઓ વાયરલ થઇ ચુકી છે.તેની સામે શું કરી શકાય તે જોવાનું રહે છે.’આજે પ્રશ્નએ છે કે તેને કઈ રીતે બચાવી શકાય.આ માટે શું કરવું જોઈએ.આ અને આવા અનેક સવાલ વછે આજે અહી લખવાનું પૂરું કરતાં પહેલાં સૌને એક સવાલ એ કે ૨૦૨૬ના શ્રાવણ મહિનામાં કેળાં નહિ મળેતો શું થશે?



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી