Posts

Showing posts from November, 2023

અતો અને નતો:૧

Image
  અતો અને નતો... એક નગર. અહી એક શેઠ. શેઠનું નામ શામળજી. શામળજીના વિવાહ થયા.અતો અને નતો. એમની ઘરવાળીનું નામ ચમેલી. આખું ગામ એમને શેઠ કે શેઠાણી કહીને બોલાવે. શેઠ અને ચમેલી શેઠાણીને એમના દીકરા મા કહી બોલાવે. આ તરફ શેઠને તો આખુ ગામ,શેઠાણી અને બે દીકરા બધે બધાં શામળજી ને શેઠ કહીને બોલાવે. શામળાજી શેઠને બે દીકરા. એક મોટો. એનું નામ અતો. બીજો દીકરો નાનો એનું નામ નતો. આ નાતાને એક ભાઈબંધ. એનો ભાઈબંધ એટેલે એક ઉંદર. આ ઉંદર એનો ભાઈ બંધ કેવી રીતે થયો એ પાછળ એક વાત છે. શેઠને અનાજના ગોદામ હતા. નતો થોડા દિવસ પહેલા ગોદામમાં હતો. ગોદામમાં અનાજની બોરીઓ ભરેલી હતી. આ અનાજની ગુણો આસપાસ અનેક ઉંદર હતા. આ ઉંદર પૈકી એક ઉંદરને નતો એના ઘરે લઇ ગયો. બસ,આ દિવસ પછી તે રોજ એના ભાઈબંધ સાથે રમતો હતો. તે વધારાના સમયમાં ઉંદર સાથે જ રમતો હતો. શેઠને અતો ધંધામાં,ઘરમાં મદદ કરતો. અતો ઘરનું અને બીજું બહારનું ઘણું બધું કામ કરતો. આથી શેઠને અતો વધારે ગમતો. શેઠને અતો ગમે,ચમેલી શેઠાણીને નતો ગમે. શેઠાણીને નતો ગમે. શેઠાણી ને નતો લાડકો હતો. શેઠાણી નતા ને વધારે પડતાં લાડ લડાવે. શેઠાણી નાના દીકરા પાસે કશું જ કામ ન કરાવે. નતાનો ભાઈબંધ ઉંદર

અતો અને નતો:૬

Image
  નતો ગોદામમાં... નતાને શેઠે ગોદમ સાચવવાની સહમતી આપી. હવે નતો રોજ સવારે વહેલો તૈયાર થઇ સીધો ગોદામમાં જતો. સવારે ગોદામમાં જઈ નતો સીધો એના ભાઈબંધ ઉદીયા પાસે પહોંચી જતો. ગોદામમાં નતો પહોંચે એટલે તુરંત નતો અને ઉદીયો ભેગા થઇ જતા. નતો રોજ ગોદામમાં બેસતો અને મજુરો ને જોતો. સવારથી સાંજ સુધી નતો ગોદામમાં રહેતો હતો. ગોદામમાં લગભગ દસ મજુર હતા. આ મજુર ગોદામમાં   રોજ છૂટક કામ માટે આવતા. અનાજના ગોદામમાં અનાજ તોળવા માટે,એની ગુણો ભરવા અને અનાજ ભરેલી ગુણો ને એક બીજા ઉપર ચઢાવવાનું કામ આ મજુરને કરવાનું રહેતું. નતો હાજર રહેતો. હવે તો નતો રોજ ગોદામમાં આવતો અને મજૂરો ને મજુરી કરતો જોતો હતો. સવારથી સાંજ સુધી મજુરો એક સરખું અને મહેનત માંગીલે એવું કામ કરતા.વજન ઊંચકીને મજુર છેક ઉપર સુધી ગુણ નાખતાં. એક ઉપર એક ગુણ ચઢાવતાં છેવટે ખૂબ ઉંચે જવું પડતું. ગરમી, ઠંડી... સવાર,બપોર કે સાંજ દરેક સમયે આ મજુરો કાળી મજુરીનું કામ કરતા. સખત અને સતત મજુરી કરનાર મજૂરોની નતા ને દયા આવતી હતી. નતાનો ભાઈબંધ ઉદીયો પીળા રંગનો થયો એ પછી ગોદામમાં અનાજનો બગાડ અને નુકસાન સાવ ઓછું હતું. પીળા રંગના ઉંદરને લીધે અનાજ બગડવાનું   જાણે બંધ થ

અતો અને નતો:૫

પીળો    ઉંદર... સોનપરીએ  ઉંદર પીળો બનાવી દીધો હતો. આ ઉંદર લઈને ગોદામમાં ગયો. ગોદામમાં આ ઉંદરને છૂટો મુકતા બાકીના બીજા ઉંદરોની દોડધામ વધી ગઈ હતી. નતા એ જોયું કે આ પીળા રંગના ઉંદરને જોઈ બીજા ઉંદરો ડરતા હતા. ડરને લીધે ઉંદરો ભાગતા હતા. આ કારણે ગોદામમાં નુકશાન ઓછું થશે એ પાકું થઇ ગયું હતું. સાંજ પડતાં નતો ઘરે ગયો. આજે એના ભાઈબંધ ને એ ગોદામમાં જ મુકીને ઘરે ગયો હતો. રાતે શેઠ, શેઠાણી,અતો અને નતો સૌ ભોજન લેતાં હતાં. ભોજન પતાવી શેઠે નતા ને આજના કામ અંગે પૂછતાં નતો કહે:‘શેઠજી,આજે તો મને મજા પડી ગઈ.’ ગોદામમાંથી ઉંદર બહાર કાઢવાનું આયોજન કરી દીધું છે. એ મુજબ આજથી કામ શરુ કરી દીધુ છે.બે ચાર દિવસમાં ગોદામમાંથી બધા જ ઉંદર બહાર નીકળી જશે. નતાની વાત સાંભળી શેઠને પણ નવાઈ લાગી. ગોદામમાં તો ઉંદર હોય જ. એક પણ ઉંદર ગોદામમાં ન હોય તો એવું નતો કેવી રીતે કરી શકશે એના વિચાર સાથે શેઠ હુકો પેટાવીને બેઠા હતા. શેઠ હુકાની ભૂંગળી મોઢામાં રાખી હુકો ખેંચતા હતા. જેમ જેમ શેઠ હુકો ખેંચતા હતા,હુકામાંથી ગુળગુળ...ગુળળ જેવા અવાજ આવતો હતો. કોઈ વખત આ અવાઝ ઓછો વધારે થતો હતો. નતો આ સાંભળતો ઊભો હતો. તે   એકદમ શેઠની નજીક પહોં

અતો અને નતો:૪

 ઉંદરોની દોડધામ... સવાર પડી. આખી રાતમાં નતો ઠંડીમાં ઠુંઠવાયો હતો. આખી રાત ઠંડી લાગતી હતી છતાં એ એના ભાઈબંધ ને સાચવીને બેઠો હતો. સવાર પડે એ પહેલાં મારો ભાઈબંધ પીળા રંગમાં કેવો દેખાશે એના વિચારોમાં જ જાણે રાત પસાર કરી હતી.  સવારનો પહેલો પહોર થતાં જ નતા ને એનો ભાઈબંધ પીળા રંગમાં દેખાયો. નતો એના ભાઈબંધ ને નવા જ રંગમાં જોઈ ખુશ ખુશાલ થઇ ગયો. સીધો ઘરે જતા પહેલાં નાતાએ એના ભાઈબંધ ઉદીયાને ભેંસોના તબેલામાં સંતાડી દીધો. અગાઉ પણ, નતો આ રીતે એને ભેંસના તબેલામાં રાખી ઘરમાં ગયો હતો. શેઠ હાજર હોય તો નતો એના ભાઈબંધ ને કેવી રીતે ઘરે લઇ જઈ શકે? શેઠ ઘરમાં જ હાજર હતા. નાતને જોઈ શેઠ કહે: ‘ હવે ગોદમમાં જાવ તો કામ કરજો. પેલા ઉંદરડા ને લઇ ન જતો. કોઈ તારા જેવો આસપાસના દસ ગામમાં જોયો, જે ઉંદરડા સાથે રમતો હોય?નતો શું જવાબ આપે?આમેય નતા સામે જોઈ ને લાગતું હતું કે એ આ વાતનો જવાબ આપવા માંગતો ન હતો. નહાઈ ધોઈ,જમવાનું પતાવી નતો સીધો ભેંસોના તબેલામાં ગયો. અહીં છુપાવી રાખીને મુકેલો એનો ભાઈબંધ હાથમાં લીધો. ઉદીયા સાથે નતો સીધો એના ગોદમમાં ગયો. હું ઉંદરને રંગ કરી આપું, એને તું ગોદામમાં મૂકજે. રાતે સોનપરી એ ઉંદરને ર

અતો અને નતો:૭

 નતો શું કરશે? સાંજ પડે નતો ઘરે આવી ગયો. આવી ને જોયું તો શેઠ અને ચમેલી શેઠાણી ચિંતામાં બેઠાં હતા. નતા એ આ જોયું.ઘરમાં આવી રોજ નતો શેઠાણીને બુમ પાડીને પોતાના   આવવાની જાણ કરતો. શેઠ અને શેઠાણી ચિંતામાં બેઠેલ જોઈ નતાએ જોરથી બુમ પાડવાને બદલે શેઠાણી જોડે સરકી ગયો. શેઠ અને શેઠાણી એક બીજા સામે જોઈ બેઠાં હતા. બહાર ગયેલો અતો પણ આવી ગયો. શેઠ અને શેઠાણી અતાને આવેલો જોઈ ઉભા થઇ ગયા.વાત જાણે એમ બની કે શેઠના મામાની તબિયત વધારે બગડી હતી. આમ તો શેઠના મામા બીમાર જ હતા. પરંતુ સમાચાર એવા હતા કે, હવે સગાં મળી જાય છે. હવે મામા વધારે દિવસ જીવી શકે એમ નથી. આવા સમાચાર આવવાના કારણે શેઠ અને ચમેલી શેઠાણી બંને ચિંતામાં આવી ગયાં હતાં. અતો આવી ગયો હતો. શેઠાણી અતાને કહેતાં હતાં કે જો આજે રાત માટે જમવાનું બનાવી દીધું છે.સવારે તમે સીધા ગોદમ ઉપર જતા રહેજો. ગોદામના મહેતાજી તમારું બપોરનું જમવાનું એમના ઘરેથી લેતાં આવશે. હવે,અમે ઘોડાગાડી અને અસવાર લઈને મામાને ગામ જઈએ છીએ. રાતે તમે ઘર બંધ કરીને સુઈ જજો. સાંજ પડતા સુધીમાં અમે આવી જઈશું. ચમેલી શેઠાણી બોલતાં હતાં. શેઠ ઘોડાગાડીમાં સમાન ગોઠવતા હતા. ઘોડાના અસવારને શેઠ