અતો અને નતો:૫
પીળો ઉંદર...
સોનપરીએ ઉંદર પીળો બનાવી દીધો હતો.
આ ઉંદર લઈને ગોદામમાં ગયો. ગોદામમાં આ ઉંદરને છૂટો
મુકતા બાકીના બીજા ઉંદરોની દોડધામ વધી ગઈ હતી. નતા એ જોયું કે આ પીળા રંગના ઉંદરને
જોઈ બીજા ઉંદરો ડરતા હતા. ડરને લીધે ઉંદરો ભાગતા હતા. આ કારણે ગોદામમાં નુકશાન
ઓછું થશે એ પાકું થઇ ગયું હતું. સાંજ પડતાં નતો ઘરે ગયો. આજે એના ભાઈબંધ ને એ
ગોદામમાં જ મુકીને ઘરે ગયો હતો.
રાતે શેઠ, શેઠાણી,અતો અને નતો સૌ ભોજન લેતાં હતાં.
ભોજન પતાવી શેઠે નતા ને આજના કામ અંગે પૂછતાં નતો કહે:‘શેઠજી,આજે તો મને મજા પડી
ગઈ.’ ગોદામમાંથી ઉંદર બહાર કાઢવાનું આયોજન કરી દીધું છે. એ મુજબ આજથી કામ શરુ કરી
દીધુ છે.બે ચાર દિવસમાં ગોદામમાંથી બધા જ ઉંદર બહાર નીકળી જશે. નતાની વાત સાંભળી
શેઠને પણ નવાઈ લાગી. ગોદામમાં તો ઉંદર હોય જ. એક પણ ઉંદર ગોદામમાં ન હોય તો એવું
નતો કેવી રીતે કરી શકશે એના વિચાર સાથે શેઠ હુકો પેટાવીને બેઠા હતા.
શેઠ હુકાની ભૂંગળી મોઢામાં રાખી હુકો ખેંચતા હતા.
જેમ જેમ શેઠ હુકો ખેંચતા હતા,હુકામાંથી ગુળગુળ...ગુળળ
જેવા અવાજ આવતો હતો. કોઈ વખત આ અવાઝ ઓછો વધારે થતો હતો. નતો આ સાંભળતો ઊભો હતો.
તે એકદમ શેઠની નજીક પહોંચી ગયો. હજુય ગુળગુળ...
ગુળળ અવાજ સંભળાતો હતો. શેઠની બાજુમાં આવી ને નતો કહે: ‘ શેઠજી, મને આપણું ગોદમ
સાચવવાની જવાબદારી આપો, હું ગોદામમાં જરાય નુકશાન આવવા દઈશ નહીં. એક પણ ઉંદર કે
જનાવર ગોદામના અનાજને નુકશાન નહીં કરી શકે. શેઠને થયું,આમ પણ આ કશું કરતો નથી, ભલે
એ ગોદમ સાચવે. મનોમન આવું વિચારી શેઠે નતાને ગોદમ સાચવવાની સહમતી આપી.
Comments