Posts

Showing posts from December, 2015

સૌની સાથે...

Image
ગામનું નામ રાજનગર.અહીં એક ખેડૂત રહે.ખેડૂતને પાંચ દિકરા .બધાં જ બળવાન .ખેડૂતના બધા જ દિકરામહેનતુ.આ બધા જ દીકરા એક બીજા સાથે લડવા જગાડવાનું કામ કરે. તેઓ સગા ભાઈ હોવા છતાં એક બીજા સાથે અંદરોઅંદર ઝઘડતા હતા . ખેડૂતને મનમાં થતું. ‘ મારા દિકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. ખેડૂત સમજુ હતો.તે તેના દિકરાઓને સંપીને રહેવા માટે ખૂબ જ સમજાવતો હતો.ખેડૂતની સલાહ દિકરા માનતા ણ હતાં.દિકરાઓ ઉપર આ વાતની કોઈ અસર થતી ન   હતી. ખેડૂત આ કારણે કાયમ માટે ચિંતામાં રહેતો હતો.   ખેડૂત દરરોજ વિચાર કરતો.તેના છોકરા સંપીને રહે,આ માટે શું કરું?આ વાત ખેડૂત કાયમ માટે વિચારતો હતો.એક દિવસની વાત છે.આજે ખેડૂતને તેનો ઉકેલ મળી ગયો હતો. તેને થોડીક તૈયારી કરી લીધી.તેણે પાંચેય દિકરાને પોતાની પાસે બોલાવી લીધા.બધાં જ દિકરા ખેડૂતની પાસે આવીને બેસી ગયા.ખેડૂતની સામે લાકડીઓનો એક ભરો પડેલો હતો.ખેડૂતે બધાં જ દિકરાઓ સામે જોઈને કહે ‘ જુઓ, ભારીમાંથી એક પણ લાકડી ઓછી કરવાની નહિ.હવે આ લાકડીઓની ભારી કોણ તોડી શકશે? ’ બધાં જ દિકરા ખેડૂતની વાત સંભાળતા હતા.બધાને આ વાત સાંભળી નવાઈ લાગતી હતી.સૌથી નાનો દિકરો બધાની સામે જોતો ઊભો હતો.કોઈને વા