Posts

Showing posts from September, 2011

મૌનસ નામે છોકરો એક...

Image
મૌનસ નામે છોકરો એક,ના કાળો ના ગોરોય  છેક. ઘરમાંતો એ કૂદતો જાય,હસતો ઘરમાં દોડતો જાય. ઘર પાસે ગાય આવે,ગાય માટે મૌનસ રોટલી લાવે. મૌનાસને તો રોટલી ભાવે,બા પછી એક ચોકલેટ લાવે. ચોકલેટ મૌનસ ના ખૂબ ખાતો,દાતણ કરીને સૂઈ જતો. સવારે મૌનસ જાગી જાય,નહિ ને પૂજામાં એ બેસી જાય. ભાવાભાઈ કોક દિ આવી જાય,મૌનાસના એ મામા થાય. મામાને મૌનસ ખૂબ ગમે,મામા મૌનસની સાથે જ  રમે.

આવું પણ વાલી સંમેલન

Image
પાલનપુર શહેર.અત્તર અને ફૂલોનું શહેર.નવાબના સમયમાં એક આગવી ઓળખ ધરાવતું શહેર.આ શહેરમાં હેતીબા પ્રાથમિક શાળા.નામ પ્રમાણે જ મેનેજમેન્ટ.સંકુલ ના વિકાસ માટે હેત ધરાવતું મેનેજમેન્ટ.ગુજરાતના  જ નહિ અમૂલને કારણે એશિયામાં ઓળખ ધરાવતા શ્રી પરથીભાઇ ભટોળ મંડળના પ્રમુખ છે.સ્ટાફ અને તેના વાળા આચાર્ય સંકુલને વરેલા છે. તારીખ:૨૫/૯/૨૦૧૧ ના રોજ આ શાળાનું વાલીસાહ પ્રવાસનું આયોજન.દસ બસની મદદથી શાળાના બાળકો અને વાલી મોઢેરા પહોચી ગયા.મારે ત્યાં વાલી સાથે સંવાદ કરવાનો હતો.હું પહોચ્યો.આ કાર્યક્રમને સફળ બનાવવા વાળી મંડળ સક્રિય હતું.વાળી મંડળના પ્રમુખ શ્રી મનીષભાઈ    અને મંત્રી શ્રી લાલજીભાઈ ઉપરાંત તેમની ટીમ એક દિવસ વહેલા પહોંચી ગયાં હતા.જમણવાર અને નાસ્તાની વ્યવસ્થા સારી કરી.અરે એક દાતાએ આ છસો કરતા વધારે માણસોના જમણવારનો ખર્ચ આપ્યો.નામ ના આપવાની શરતે આ દાન સતત બીજી વખત આપવામો આવ્યું. બધાએ જમી લીધું.હવે મારું કામ શરૂ થયું.મેં વાલીઓ સાથે વાત કરી.અરે તેમણે ઓન એર હાથી બતાવ્યો.અનેક મુદ્દે તેમની સાથે ચર્ચા કરી.શિક્ષણમા તેમના વિચારો અને હાલના પ્રવાહ વિશે વાત કરી. Ø   બાળક શું શીખે છે??? Ø   બાળક કઈ રીતે શીખે

Development of GOOD Personal Habits

Image
Objectives: Should be able to Develop the Following habits       Washing hand before and after meals     Maintaining personal cleanliness    Eating in proper ways    using the toilet properly    putting garbage into dustbins    coming to the pre-school regularly Some suggestedActivities: ü Free and structured conversation associated with the routin and releted to persnol hygience helps children understand the need to have good  pirsnal habits. ü Stories,rhymes and puppet play are also effective in carrying the relevant messeges to the children, for example… Here we go around the mango tree,mango tree,tree Early in the morning this is the way we brush our theth brush our theth,brush our theth…. Early in the morning This is the Way we comb our hair… ü Picture card of good and bad habits can be made.children can be asked to classify these. ü Before meals orafter plaining in the mud or sand get the children should be taken to the to

મેં હું અન્ના...

Image
હું અન્ના...તું અન્ના ...ચાલો,રમીએ અન્ના અન્ના, સાથે સાથે સૌએ રમીએ સૌની સાથે અન્ના અન્ના. છોકરાં બને અન્ના અન્ના,ભેરુય બને અન્ના અન્ના . મમ્મી બને અન્ના અન્ના.ને પપ્પા બને અન્ના અન્ના. રમીએ સૌ અન્ના અન્ના,સાથે બોલીએ અન્ના અન્ના. છોટા  હો કે હોય મોટા,બનીએ સૌ સાથે અન્ના અન્ના. સાથે રહીએ સૌની  સાથે  કારણ સૌ છે  અન્ના અન્ના. નાના અન્ના મોટા અન્ના,બનીએ સૌએ અન્ના અન્ના. ભારતમાં છે નેક અન્ના,નાનાને મોટા અનેક અન્ના. કોઈ બને કે ના બને અહીં બની ગયાં છે છોટુજી અન્ના.  હું અન્ના...તું અન્ના ...ચાલો,રમીએ સૌ અન્ના અન્ના, સૌની સાથે સૌને માટે બનીએ આપણે અન્ના અન્ના. ફોટો:ધોરણ એક - બેના મારા સાથી લેખિકા રાજશ્રી ટંડેલના મેઈલમાંથી. 

અન્ના હજારે...આપણા ધોબી...

Image
અન્ના હજારે. ભારતદેશમાં ચાલતું નામ. આ અન્નનું  લાંબુ ચાલે તો ઈમાનદાર માણસને બધાં અન્ના કહેશે. મહંમદ તઘલખ એટલે તઘલખ વંશનો બાદશાહ.આજે સતત તર્ક કરી વાત કરનારને આપણે તઘલખી કહીએ છીએ.તઘલખ વંશના આ બાદશાહને ખરેખર મહંમદ ધુનો તરીકે જણાવો રહ્યો.આવા અનેક રાજકીય નિવેદનો આપણે સાંભળ્યા.અન્ના હજારેની  વાત કરનારને અન્ના વિષે કેટલી જાણ છે?અન્નના ફોટાની આરતી બતાવવામાં વ્યસ્ત મીડિયા.આ મીડીયાએ અન્નના કરેલા ગ્રામવિકાસના કામને બતાવવું રહ્યું.કોઈ નેતા શું બોલ્યા તે કરતાં કેમ આવું ના બોલ્યા તેણી ડીબેટ થવી જોઈએ. આપણને રસ છે.ભ્રષ્ટાચારનો ખાતમો થાય તેમાં.કરપ્શન કરાવ્યા વગર કામ થાય તેમાં.કોઈને સાચું કામ કરાવવા ખોટું ના કરાવવું પડે તેમાં. આવું રાજ્ય એટલે રામ રાજ્ય.રામ રાજ્યમાં પણ કોઈએતો ધોબી થવું પડેને.અન્ના હજારેએ રામરાજ્યના ધોબીનું કામ કર્યું છે.જે સરકારના વડાને પણ કહે છે કે: `` તમે આ કામ કરવામાં ઢીલા પાડો છો. `` એમ જ જેમ ધોબીએ રામ ભગવાનને સીતાજી માટે કહ્યું હતું.ત્યાં સીતાજી પવિત્ર હતા જ હતા.અહીં એક પણ નેતાની પવિત્રતાની વાત કરાય તેમ નથી.હા અન્નાની સમાજમાં અસર છે.હાલ ઉત્સાહ છે.સરકાર ભીસમાં છે.વિરોધ પક્ષનુ

ગુજરાતના ગુરૂવીરો...

Image
આજે ગૌરવવંતો દિવસ.શિક્ષક દિન.આ દિવસને આપણે ભારતના બીજા રાષ્ટ્રપતિની યાદમાં ઉજવીએ છીએ.શિક્ષકોને આ ગૌરવ અપાવનાર આ રાષ્ટ્રપતિ એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ.આજનો દિવસ.એક ગરીબ બ્રાહ્મણના ઘરે જન્મનાર આ બાળકનો જન્મ દિવસ.અન્ય રીતે પણ ગુજરાત માટે યાદગાર છે.આજે ગુજરાતની જાણકારી આપતી વેબસાઇડ લોન્ચ થઇ.તેમાંપણ પછી સ્પર્ધા.ગુજરાતને લગતા પ્રશ્નો આધારિત આ સ્પર્ધા.દેશ વિદેશના લોકો પણ ભાગ લેશે. આજે ગુજરાતમાં આવા શિક્ષકોનુ સન્માન થયું.ગુજરાતના રાજ્યપાલ ડૉ.કમલા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ સન્માન સમારંભમાં હાજર હતા.સોળ પ્રાથમિક શાળા ના શિક્ષકો,ત્રણ માધ્યમિક,છ ઉચ્ચતર માધ્યમિક અને ચાર આચાર્યને સન્માન મળ્યું.બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક છે.તેમનું રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક્નું સન્માન એક જ દિવસે થયું હતું.બનાસકાંઠા જિલ્લામાં લેક્ચરર તરીકે પોતાના જીવનની શરૂઆત કરનાર ચંદ્રકાંત મહેતા વી ટી.વી.ના પોસ્ટમોર્ટમ કાર્યક્રમમાં હાજર હતા.આ ચેનલ નવી છે.તેના આ કાર્યક્રમમાં શિક્ષનન અનેક મુદ્દે ચર્ચા થઇ.વિદ્યાસહાયકના પગાર ધોરણ માટે પણ સારી ચર્ચા થઇ.આમતો આચરણ કરે તે આચાર્ય. મને વી ટી.વી.ની કવરેજ પ્

Every child is special...

Image
ગઈ   કાલે   હિન્દી   ફિલ્મ  “ સ્તેન્લીકા   ડબ્બા ”  જોવાનું   થયું .  એક   એવી   ફિલ્મ   જે   આપણા   આત્માને   અને   મનને   વિચારતા   કરી   મુકે ... ફિલ્મની   સ્ટોરી   બહુ   સારી ,  સ્ટેન્લી   અને   તેના   ટાબરિય   ટોળીનો   અભિનય   અદભુત   છે .  આ   ફિલ્મ   એક   એવા   બાળકની   છે   જેને   મા   ન   હોવાનું   દર્દ   પાંચમા   ધોરણ   નો   સ્ટેન્લી   જાતે   જ   સહન   કરી   દુનિયાને   કોઈ   નવો   જ   સંદેશ   આપવા   માંગે   છે . આમતો   ફિલ્મ   ક્લાસરૂમ   ટેકનીક્સ ,  શિક્ષકની   માનસિકતા ,  સિસ્ટમ ,  દેરક   શાળામાં   જુદા   જુદા   સ્વભાવ   વાળા   શિક્ષકો ,  દરેક   શાળામાં   એક   એવા   શિક્ષક   જેના   કારણે   શાળનું   આગવું   અનોખું   નામ   હોય ,  એક   એવા   શિક્ષક   જેનું   સ્થાન   દરેક   વિદ્યાર્થીના   હૃદયમાં   હોય .  એક   શિક્ષકની   નજરે   કાર્ય   તુચ્છ   હોય   તો   બીજા   શિક્ષક્નિ   નજરે   એ   કાર્ય   અતિ   મહત્વનું   હોય .  દ્રષ્ટિ   અને   વિઝન   બહુ   સ્પષ્ટ   રીતે   સમજી   શકાય   છે .  ખરાબ   વર્તન   વાળા   શિક્ષક્નુ   વિદ્યાર્થીના   હદયમાં   સ્થાન   અને   આવા   શિક્ષકો   દ

બાળક શું કરી શકે??

Image
બાળક ભગવાનનું રૂપ છે.બાળકો સહજ રીતે જીવે છે.બાળકોને શીખાવા અને કેળવવા માટે શાળાઓની જરૂરિયાત વર્તાઈ હશે.સરકારશ્રીની જાગૃતતા અને કર્મચારીઓની મથામણ વધી છે.આજે આપણી સામે ગણું સારું પરિણામ છે.અભ્યાસક્રમની રચના અને તેના અમલીકરણનું પણ કેળવણીમાં મહત્વ છે. શિક્ષણ જીવનમાં મહત્વનું છે.ગણી વખત એવું જોવા મળે છે કે ભણેલો માણસ કોઈ તબક્કે અભણ લાગે છે.ભણવામાં હોશિયાર બાળક નાની મોટા કામ જાતે કરી શકતો નથી.બાળ કેળવણી સાથે અને સંશોધન જોડાયેલા છે.ભણવાનું અને ભણતર.માપ અને પ્રમાણ માપની તકરારમાં ના પડીયેતો અહીં આપેલી ભણવા ઉપરાંતની અનેક બાબતોને આપણે વાંચીએ...વિચારીએ...અને તેના ઉપર એક ચર્ચા પણ કરીએ. અહીં બે  વિભાગમાં મુદ્દા આપવામાં આવેલ છે.આ મુદ્દાઓનો આપના બાળકના ઘડતરમાં મહત્વનો ફાળો છે.બાળકને વાંચવા  કે  લખવાની આવી સાક્ષરીવાતમાં ના પડતા જીવનપયોગી બબતો વિચારીએ તો.... વિભાગ :૧ ( ૬ થી ૧૦ વર્ષ ના બાળકો ) બાળક કરી જ શકે... ·         પોતાના રમકડાં જાળવે. ·         પડોશીના પરિવાર સાથે વિશ્વાસથી વાત કરે. ·         તેણે પહેરેલ કપડાં વિશે જણાવે. ·         ગરમ ઠંડા વિષે તેનાથી ના