મૌનસ નામે છોકરો એક...
મૌનસ નામે છોકરો એક,ના કાળો ના ગોરોય છેક.
ઘરમાંતો એ કૂદતો જાય,હસતો ઘરમાં દોડતો જાય.
ઘર પાસે ગાય આવે,ગાય માટે મૌનસ રોટલી લાવે.
મૌનાસને તો રોટલી ભાવે,બા પછી એક ચોકલેટ લાવે.
ચોકલેટ મૌનસ ના ખૂબ ખાતો,દાતણ કરીને સૂઈ જતો.
સવારે મૌનસ જાગી જાય,નહિ ને પૂજામાં એ બેસી જાય.
ભાવાભાઈ કોક દિ આવી જાય,મૌનાસના એ મામા થાય.
મામાને મૌનસ ખૂબ ગમે,મામા મૌનસની સાથે જ રમે.
Comments