Posts

Showing posts from March, 2016

ભારત 'ગમે તેવો' દેશ નથી રહ્યો?

ગુજરાત કરતાં અડધાથીય ઓછી જનસંખ્યા.માત્ર એક લાખ વીસ હજાર પાનસો ચાલીસ ચોરસ કિલોમીટર વિસ્તાર.આ દેશની કુલ વસ્તી અઢી કરોડ રૂપિયા.આ દેશનું નામ ઉત્તર કોરિયા.પાટનગરનું નામ અને સૌથી મોટું શહેર પ્યોંગપ્યોંગ. ૧૨૫ કરોડ કરતાં   વધારે ભારતીયો વચ્ચે સૈનિકોની સંખ્યા બાર લાખ છે. અઢી કરોડના આ દેશમાં પણ બાર લાખ સૈનિકો ધરાવતી સેના છે. અમેરિકાનું યુદ્ધ જહાજ અને સૈનિકોને પકડી રાખી માત્ર સૈનિક પરત કરનાર ઉત્તર કોરિયા.અમેરિકા જેવાં જગત જમાદારને ક્યારેય ન ગાંઠનાર ઉત્તર કોરીયાના આ શાષક એટલે ‘ કિમ જોંગ ઉન.’સામ્યવાદી વિચારક.સામ્યવાદી વિચાર ધારા ધરાવતાં સરમુખત્યાર સંચાલક.એક જ પરિવાર અહીં સરમુખત્યાર અને વહીવટદાર. થોડા સમય પહેલાં આ દેશે વિશ્વને જાણે ગભરાવી મુક્યું. આ નાનકડા દેશે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાનો દાવો કાર્યો.કેટલાકે તેની મશ્કરી કરી.કેટલાકે શક્યતાઓ દર્શાવી.ઉત્તર અને દક્ષિણ કોરિયા બંને બીજા વિશ્વ યુદ્ધ પછી બે અલગ દેશ બન્યાં. કાયમ માટે પોતાની તાકાતને દર્શાવવા તૈયાર ઉત્તર કોરીયા વિશે કેટલુંક ન માની શકાય તેવું અહીં આપ જોશો. આખી દુનિયામાં વર્ષ ૨૦૧૬ ચાલે છે.જયારે ઉત્તર કોરિયામાં વર્ષ

રાવણ: એક વૈજ્ઞાનિક

Image
રામ રાજ્ય ચર્ચાનો મુદ્દો છે.રામનું રાજ્ય. આ વાત આવે એટલે રાવણની વાત યાદ આવે.સુખ સમૃદ્ધિ અને વૈભવ એટલે લંકેશ.તપસ્વી બ્રાહ્મણ અને શિવનો ઉપાસક. આજે રાવણ વિશે લખવાનું મન થયું.આ રાવણને આપણે ‘ગમે તેવો’ માનીએ.રાવણ ‘ગમે તેવો’ ન હતો.આધુનિક સમયમાં લોકો જે વિચારે છે.અમલી બનાવવા મથે છે તેવું રાવણ પણ વિચારતો હતો.  ભારતના કેટલાંક રાજ્યોમાં આજેય રાવણનું મંદિર છે.રાવણ પૂજાય છે.લોકો સારા પ્રસંગે રાવણને કંકોત્રી આપે છે. સીતાજીનું અપહરણ કરવા છતાં તેમનાથી દૂર રહેનાર રાવણ શિવનો ઉપાસક હતો.રામાયણમાં રાવણનો અભિનય કરનાર શ્રી અરવિંદ ત્રિવેદીને એક વખત મળવાનું થયું.અભિનય સમ્રાટની શિવ ભક્તિ અચરજ પમાડે તેવી. સહજ રીતે વાત કરતાં કરતાં તેમણે કહ્યું: ‘ભાઈ,બ્રાહ્મણનો દિકરો છું.શિવ ભક્ત જ હોઉં.’પાછા ખોખરો ખાઈ ને કહે: ‘રાવણનો અભિનય કર્યા પછી મારી શિવની પૂજા અને ઉપાસના વધી ગઈ છે.’અહીં એ નોધવું જરૂરી છે કે રાવણનો   અભિનય કર્યા પછી તેમણે કોઈ પાત્રનો અભિનય કર્યો નથી.   એક વૈજ્ઞાનિક તરીકે રાવણે કુદરત ઉપર કાબુ મેળવવા અનેક પ્રયત્નો કર્યા.આજે પણ વૈજ્ઞાનિકો કુદરતને નાથવા પ્રયત્ન કરે છે.એ વખતે વિમા

We can: સાચી બે જ વાત: હું કહે તે થાય જ અને ન થાય ત્યાં સુધી?

Image
 ટેકરી ઉપર એક મંદિર.મંદિરમાં એક સાધુ રહે.સાધુનું નામ ‘નાચતા સાધુ.’આ સાધુને નૃત્ય કરવાનું ગમે . સાધુ સૌને કરતાં શીખવે.આ સાધુના નૃત્ય માટે વાત ચાલતી હતી. આ સાધુ નૃત્ય કરે.સૌ એવું   કહે કે આ સાધુ નૃત્ય કરે એટલે વરસાદ પડે.આવું કાયમ બનતું.જ્યાં જ્યાં વરસાદની જરૂર હોય.દુષ્કાળ હોય.બધાં સાધુ પાસે આવે.સાધુ લેવા આવનાર સાથે જાય.અહીં જઈ તેઓ પૂજા કરે.લોકોને પાણીના મહત્વ અંગે વાત કરે.સૌને પાણી બચાવવાનો સંકલ્પ કરાવે.પછી નૃત્ય કરે. સાધુ નૃત્ય કરે એટલે વરસાદ આવે જ.આવું અનેક વખત થયું. ટી.વી. અને છાપામાં આવા સમાચાર આવવા લાગ્યા. એક દિવસની વાત છે.થોડું ભણેલાં કેટલાંક લોકો એકઠા થયાં.તેમણે આ વાત જાણી. આવું કઈ રીતે કરતાં હશે?આવું કઈ રીતે શક્ય વરસાદ આવે.આવું તો કઈ રીતે શક્ય બંને?આ નાચતો   સાધુ સૌને છેતરે છે.આવું આવા અનેક વિચારો સાથે તેમણે આ સાધુને ખોટા પડવાની તૈયારીઓ કરી લીધી. તેમણે હવામાન અંગેની અનેક વિગતોનો અભ્યાસ કાર્યો. જ્યાં આમ પણ વરસાદ પડતો નથી એવું સ્થળ નક્કી કર્યું.આવું કરી ભણેલા માણસો સીધાં આ સાધુ પાસે પહોંચી ગયાં.સાધુને તેમણે કહ્યું: ‘સાધુ મહારાજ.અમારા ગામમાં છેલ્લા ચાર વર્ષથી અહીં વરસાદ પડ્

ભારત:પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન:મોરારજી દેસાઈ

Image
એકસો વીસ વર્ષનો સમય પસાર થયો.વલસાડ પાસે ભદેલી ગામ.અહીં અનાવિલ બ્રાહ્મણના ઘરે પુત્રનો જન્મ થયો.પિતા સૌરાષ્ટ્રમાં શિક્ષક હતાં. ટૂંકો પગાર અને વતનથી દૂર.કંટાળીને આ શિક્ષકે આત્મહત્યા કરી.નાની ઉંમરમાં પિતાની છાયા ગુમાવી. જવાબદારીઓ છોકરાને માથે આવી.આ છોકરાનું નામ મોરારજી દેસાઈ.ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર ગાંધીવાદી નેતાની આજે જન્મ તારીખ છે. ગાંધી વિચાર સાથે જીવન જીવનાર.આજીવન ગાંધીવાદી મોરારજી દેસાઈ ભણવામાં હોંશિયાર હતા.નાની ઉંમરે ઘરની જવાબદારી.ઉપરાંત સ્વતંત્ર સ્વભાવ અને દેશભક્તિ   સાથે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું.મેટ્રીકની પરીક્ષા મુંબઈ આપી.સેન્ટ બુઅર હાઈસ્કુલમાં પાસ મેટ્રીકની પરીક્ષા પાસ થયા. સ્નાતકની પદવી વિશ્વ પ્રસિદ્ધ વિલ્સન કોલેજમાંથી મેળવી.તેમણે માત્ર ગોરા લોકો જ પાસ થઇ શકે તેવી આઈ.સી.એસ.(અત્યારે આઈ.એ.એસ) માં ટોપર બનવાનું ગૌરવ મેળવ્યું. તે સમયે આપણો દેશ ગુલામ હતો.એક ભારતીય કઈ રીતે કલેકટર બને?મોરારજીની લાયકાત કલેક્ટરની હોવા છતાં નાયબ કલેક્ટરની પદવી આપી.આખા ભારતમાં તે સમયે એક જ ભારતીયે આ પરીક્ષા પાસ કરી હતી. સતત તેમનું અપમાન થતું રહ્યું.ગાંધીજીની જે દશા આફ્રિકામાં રેલ્વે

ડોસો અને ગધેડો

Image
એક હતો ડોસો.તેને એક દિકરો. તેમને એક ગધેડું.તેમને પૈસાની જરૂર હતી.ડોસો અને દીકરાએ   ગધેડું વેચવાનું વિચારી લીધું.સવાર પડી. ડોસો,દિકરો અને ગધેડો. આગળ ડોસો,ડોસા પાછળ દિકરો અને દિકરા પાછળ ગધેડું ચાલતું હતું. ડોસો,દિકરો અને ગધેડું ચાલતાં હતાં.સામેથી બે જુવાન આવતા હતા.જુવાન કહે: “ અરે રામ ! આ બાપ દીકરો ગાંડા છે.કોઈએ આવા જોયા? ગધેડું ખાલી આવે છે.ડોસો અને દિકરો પગ તોડે છે ! ” જુવાનનો સાથી આ સાંભળી હસી ગયો.ડોસાને થયું વાતસાચી.ડોસાએ દીકરાને ગધેડા ઉપર બેસાડી દીધો.ડોસો ગધેડું દોરતો હતો.ગધેડા ઉપર દિકરો બેઠો હતો. તેઓ થોડું આગળની તરફ ગયા.સામેથી એક બાઈ સામેથી આવતી હતી.બાઈએ દીકરાને ગધેડા ઉપર બેઠેલો જોયો.આ બાઈ કહે: "જુઓ કળયુગ. ? ડોસો ચાલતો આવે છે. કળયુગનો આ દિકરો બાદશાહ બની ઘોડા ઉપર સવાર છે. આ દિકરાને શરમ નહિ આવતી હોય?’’દિકરાને થયું.આ બાઈની વાત સાચી છે.દિકરો ગધેડા ઉપરાથિયા ઉતરી ગયો. હવે ડોસો ગધેડા ઉપર બેઠો.ડોસો થોડો આગળ ગયો. પાછળથી કોઈ બોલાતું હતું.’’અરે! ડોસા...ધોળામાં ધૂળ પડી! શરમ કર! આ દિકરો ચાલે છે.   ’ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે !એને ભેગો બેસાડી લે...!. ” ડોસો શરમાઈ ગયો.ડો