રાવણ: એક વૈજ્ઞાનિક
રામ રાજ્ય ચર્ચાનો મુદ્દો
છે.રામનું રાજ્ય. આ વાત આવે એટલે રાવણની વાત યાદ આવે.સુખ સમૃદ્ધિ અને વૈભવ એટલે
લંકેશ.તપસ્વી બ્રાહ્મણ અને શિવનો ઉપાસક. આજે રાવણ વિશે લખવાનું મન થયું.આ રાવણને
આપણે ‘ગમે તેવો’ માનીએ.રાવણ ‘ગમે તેવો’ ન હતો.આધુનિક સમયમાં લોકો જે વિચારે
છે.અમલી બનાવવા મથે છે તેવું રાવણ પણ વિચારતો હતો.
એક વૈજ્ઞાનિક તરીકે રાવણે
કુદરત ઉપર કાબુ મેળવવા અનેક પ્રયત્નો કર્યા.આજે પણ વૈજ્ઞાનિકો કુદરતને નાથવા
પ્રયત્ન કરે છે.એ વખતે વિમાન લઇ દરિયો ઓળંગનાર રાજા રાવણ ટેકનોલોજીનો ઉસ્તાદ
હતો.આજે વિવિધ નામે વેચાતો દારુ.તે સમયે એક જ નામે વેચાય.તેનું નામ મદિરા. રાવણ
સતત પ્રયત્ન કરતો કે મદિરામાંથી ગંધ દૂર કરી
શકાય.આજેય એ શક્ય બન્યું નથી.
પોતાના ઘરમાં જ શિવ મંદિર
બનાવનાર અરવિંદ ત્રિવેદી.શિવ મંદિર માટે કહેવાય છે કે ‘શિવજી સ્વયં ભૂ દેવ હોઈ
તેમણે ગર્ભ ગૃહમાંથી પ્રવેશ ન અપાય.ટોચ સુધીનું મંદિર બંને.ઉપરનો ભાગ ખૂલ્લો હોય.ત્યાં
ઉપરથી લિંગને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવું પડે.પછી બાકીનું કામ પૂર્ણ થાય.એક મદિર
બનાવવાના તમાય નિયમોનું પલાન કરી ઘરમાં જ બનાવેલું વિશાળ શિવ મંદિર જોવા જેવું છે.સાબરકાંઠા
લોકસભા વિસ્તારના માજી સંસદસભ્ય.લંકેશ તરીકે અનોખી લોક ચાહના.એ વખતે ભારતની
લોકસભામાં ભાજપ ધ્વારા ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદી અને ‘સીતા’ દીપિકા ચિખલીયા સંસદમાં
હતાં.છોડો હવે...!
રાવણની વાત કરીએ. ‘સોનામાં
સુગંધ ભળે.’આ રાવણનું સ્વપ્ન હતું.રાવણે આખી લંકા સોનાથી મઢી હતી.તેને હતું કે
સોનામાં જો સુગંધ હોય.આવું થાય તો આખી લંકા સુગંધિત બંને.સૌથી વધારે સોનું રાવણ
પાસે હતું. તે સુગંધિત થાય તો સોનાનું મૂલ્ય વધે.આમ લંકેશનું મૂલ્ય વધે.અરવિંદ ત્રિવેદી કહે: ‘રાવણ જ્યારે
શિવ તાંડવ બોલે છે ત્યારે જ શિવની ધન્યતા અનુભવાય છે.અરવિંદ ત્રિવેદીને શિવતાંડવ
બોલતાં સાંભળવા લાહવો છે.
Comments