ભારત 'ગમે તેવો' દેશ નથી રહ્યો?ગુજરાત કરતાં અડધાથીય ઓછી જનસંખ્યા.માત્ર એક લાખ વીસ હજાર પાનસો ચાલીસ ચોરસ કિલોમીટર વિસ્તાર.આ દેશની કુલ વસ્તી અઢી કરોડ રૂપિયા.આ દેશનું નામ ઉત્તર કોરિયા.પાટનગરનું નામ અને સૌથી મોટું શહેર પ્યોંગપ્યોંગ. ૧૨૫ કરોડ કરતાં  વધારે ભારતીયો વચ્ચે સૈનિકોની સંખ્યા બાર લાખ છે. અઢી કરોડના આ દેશમાં પણ બાર લાખ સૈનિકો ધરાવતી સેના છે.

અમેરિકાનું યુદ્ધ જહાજ અને સૈનિકોને પકડી રાખી માત્ર સૈનિક પરત કરનાર ઉત્તર કોરિયા.અમેરિકા જેવાં જગત જમાદારને ક્યારેય ન ગાંઠનાર ઉત્તર કોરીયાના આ શાષક એટલે ‘ કિમ જોંગ ઉન.’સામ્યવાદી વિચારક.સામ્યવાદી વિચાર ધારા ધરાવતાં સરમુખત્યાર સંચાલક.એક જ પરિવાર અહીં સરમુખત્યાર અને વહીવટદાર. થોડા સમય પહેલાં આ દેશે વિશ્વને જાણે ગભરાવી મુક્યું. આ નાનકડા દેશે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાનો દાવો કાર્યો.કેટલાકે તેની મશ્કરી કરી.કેટલાકે શક્યતાઓ દર્શાવી.ઉત્તર અને દક્ષિણ કોરિયા બંને બીજા વિશ્વ યુદ્ધ પછી બે અલગ દેશ બન્યાં. કાયમ માટે પોતાની તાકાતને દર્શાવવા તૈયાર ઉત્તર કોરીયા વિશે કેટલુંક ન માની શકાય તેવું અહીં આપ જોશો.

આખી દુનિયામાં વર્ષ ૨૦૧૬ ચાલે છે.જયારે ઉત્તર કોરિયામાં વર્ષ ૧૦૫ ચાલે છે.કોરિયાના પહેલાં શાષક કિંમ સુંગનો આજથી એકસો પાંચ વર્ષ પહેલાં જન્મ થયો હતો. આજે એ જ પરિવાર શાશન ચલાવે છે. આ દેશમાં જીન્સ પહેરવું ગુન્હો છે. અહીં કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી મુજબ હેર સ્ટાઈલ રાખી શકે નહિ.હેર સ્ટાઈલ માટે સરકારે અઢાર ડીઝાઈન આપી છે.આ પૈકી કોઈ એક જ અપનાવી શકાય.હેર સ્ટાઈલ બદલવા માટે પણ સરકારની સહમતી જોઈએ છે.દર પાંચ વર્ષે  અહીં ચૂંટણી થાય છે.એક જ વ્યક્તિ ઉમેદવારી ફોર્મ ભરે છે.આ જ વ્યક્તિ બિન હરીફ ચૂંટાય છે.આ દેશમાં કોઈને ફોર વિલર રાખવાની સત્તા નથી.આ દેશમાં બધી જ ફોર વિલર સરકારી છે.સરકારી બાબુ અને લશ્કરી અધિકારીઓ જ ફોર વિલર વાપરી  શકે છે.આખા દેશમાં એક જ સમાચાર પત્ર બહાર આવે છે. આખા દેશમાં ત્રણ જ ચેનલો છે.

આ બધું જ સરકારના હાથમાં છે.કોઈનું કશું ચાલતું નથી.દરેક મકાનને બહારથી ગ્રે રંગ કરાવવાનો સરકારી નિયમ છે.ઈન્ટરનેટ કે મોબાઈલ વાપરી ન શકાય.પરદેશી ફરવા આવે તો તેમણે મોબાઈલ જમા કરાવવો પડે.પરત ફરતા એરપોર્ટ ઓથોરીટી મોબાઈલ પરત કરે છે.આ દેશમાં બાઈબલ રાખવું કે વાંચવું ગુન્હો બંને છે.પોનોગ્રાફી જોવી ગુન્હો બંને છે. આવું આપણા દેશમાં નથી. છતાંય કેટલાંય લોકો કે જેમણે આપણે,આપણાં દેશે મોટા કર્યા તેમણે ભારતમાં કોઈ એક કરણ કે કારણોને લીધે ફાવતું નથી.કરણ એમને કદાચ બીજા દેશમાં કેવું છે તેની જાણ નથી.

Comments

Pragnya modi said…
Nice sir. Hal ni jaruriyat 6 samjavani k apno desh jevo hoy tevo te apno 6 te babate garv karo. Garv karva jevu apne kaik Karie.
Pragnya modi said…
Nice sir. Hal ni jaruriyat 6 samjavani k apno desh jevo hoy tevo te apno 6 te babate garv karo. Garv karva jevu apne kaik Karie.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી