ડોસો અને ગધેડો


એક હતો ડોસો.તેને એક દિકરો. તેમને એક ગધેડું.તેમને પૈસાની જરૂર હતી.ડોસો અને દીકરાએ  ગધેડું વેચવાનું વિચારી લીધું.સવાર પડી. ડોસો,દિકરો અને ગધેડો. આગળ ડોસો,ડોસા પાછળ દિકરો અને દિકરા પાછળ ગધેડું ચાલતું હતું.
ડોસો,દિકરો અને ગધેડું ચાલતાં હતાં.સામેથી બે જુવાન આવતા હતા.જુવાન કહે: અરે રામ ! આ બાપ દીકરો ગાંડા છે.કોઈએ આવા જોયા? ગધેડું ખાલી આવે છે.ડોસો અને દિકરો પગ તોડે છે !જુવાનનો સાથી આ સાંભળી હસી ગયો.ડોસાને થયું વાતસાચી.ડોસાએ દીકરાને ગધેડા ઉપર બેસાડી દીધો.ડોસો ગધેડું દોરતો હતો.ગધેડા ઉપર દિકરો બેઠો હતો.
તેઓ થોડું આગળની તરફ ગયા.સામેથી એક બાઈ સામેથી આવતી હતી.બાઈએ દીકરાને ગધેડા ઉપર બેઠેલો જોયો.આ બાઈ કહે: "જુઓ કળયુગ.? ડોસો ચાલતો આવે છે. કળયુગનો આ દિકરો બાદશાહ બની ઘોડા ઉપર સવાર છે. આ દિકરાને શરમ નહિ આવતી હોય?’’દિકરાને થયું.આ બાઈની વાત સાચી છે.દિકરો ગધેડા ઉપરાથિયા ઉતરી ગયો. હવે ડોસો ગધેડા ઉપર બેઠો.ડોસો થોડો આગળ ગયો. પાછળથી કોઈ બોલાતું હતું.’’અરે! ડોસા...ધોળામાં ધૂળ પડી! શરમ કર! આ દિકરો ચાલે છે.  ’ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે !એને ભેગો બેસાડી લે...!.
ડોસો શરમાઈ ગયો.ડોસાએ દિકરાને સાથે બેસાડી લીધો. હવે,ડોસો અને દિકરો એક સાથે એક ગધેડા ઉપર બેઠા હતા. જરાક દૂર ગયા કે સામેથી બાવાઓનું એક ટોળું આવતું દેખાયું.આ બધાં બાવા સામેથી ચાલીને આવતાં હતા. નજીક આવીને બાવો કહે: અરે ! છે કોઈની દયા ? બેઉ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે ! મુંગા જીવને કંઈ બોલતા આવડે?ડોસા અને દીકરાના ભારથી ગધેડો કેવો મૂંઝાઈ ગયો છે !
ડોસો અને દિકરો ગધેડા ઉપરથી ઊતરી ગયા.
દિકરો કહે: ‘ બાપા, હવે શું કરશું?
ડોસો કહે: ‘આમાં મને સમજ પડતી નથી.’
એટલામાં એક ડોશી નીકળી. બાપ-દીકરાની વાત જાણી.દોશી આ સાંભળી હસવા લાગી. ડોશી કહે: ‘આમ સાવ બાઘા જેવા ન થાઓ. જેને કામ-ધંધો ન હોય, તે બીજાનું ખોટું જ બોલે.બીજાની ભૂલો કાઢતા ફરે. જરૂર ન હોય તો પણ શીખામણ આપે.આવા લોકો ઢબુના કહેવાય. એવા નકામા માણસોની વાતો ન સંભળાય. તમને ઠીક લાગે તેમ કરો. અને તમારે રસ્તે હેંડતા થાવ.બાપ-દીકરાને ડોશીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શીખામણ આપી દોઢ ડાહ્યા થતા નકામા માણસોની વાત પર ધ્યાન આપવાનું છોડી દીધું.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી