We can: સાચી બે જ વાત: હું કહે તે થાય જ અને ન થાય ત્યાં સુધી?


 ટેકરી ઉપર એક મંદિર.મંદિરમાં એક સાધુ રહે.સાધુનું નામ ‘નાચતા સાધુ.’આ સાધુને નૃત્ય કરવાનું ગમે.સાધુ સૌને કરતાં શીખવે.આ સાધુના નૃત્ય માટે વાત ચાલતી હતી. આ સાધુ નૃત્ય કરે.સૌ એવું  કહે કે આ સાધુ નૃત્ય કરે એટલે વરસાદ પડે.આવું કાયમ બનતું.જ્યાં જ્યાં વરસાદની જરૂર હોય.દુષ્કાળ હોય.બધાં સાધુ પાસે આવે.સાધુ લેવા આવનાર સાથે જાય.અહીં જઈ તેઓ પૂજા કરે.લોકોને પાણીના મહત્વ અંગે વાત કરે.સૌને પાણી બચાવવાનો સંકલ્પ કરાવે.પછી નૃત્ય કરે. સાધુ નૃત્ય કરે એટલે વરસાદ આવે જ.આવું અનેક વખત થયું. ટી.વી. અને છાપામાં આવા સમાચાર આવવા લાગ્યા.
એક દિવસની વાત છે.થોડું ભણેલાં કેટલાંક લોકો એકઠા થયાં.તેમણે આ વાત જાણી. આવું કઈ રીતે કરતાં હશે?આવું કઈ રીતે શક્ય વરસાદ આવે.આવું તો કઈ રીતે શક્ય બંને?આ નાચતો  સાધુ સૌને છેતરે છે.આવું આવા અનેક વિચારો સાથે તેમણે આ સાધુને ખોટા પડવાની તૈયારીઓ કરી લીધી. તેમણે હવામાન અંગેની અનેક વિગતોનો અભ્યાસ કાર્યો. જ્યાં આમ પણ વરસાદ પડતો નથી એવું સ્થળ નક્કી કર્યું.આવું કરી ભણેલા માણસો સીધાં આ સાધુ પાસે પહોંચી ગયાં.સાધુને તેમણે કહ્યું: ‘સાધુ મહારાજ.અમારા ગામમાં છેલ્લા ચાર વર્ષથી અહીં વરસાદ પડ્યો નથી.અહીં લોકોને ખૂબ જ તકલીફ પડે છે.આપ આવો અને વરસાદ આવે તેવું કરો.
સાધુ મહારાજ તૈયાર થઇ ગયા.પેલા ભણેલા માણસોએ તૈયારી રાખી હતી..આ ચાર યુવાનો એક પછી એક નૃત્ય કરી થકી ગયાં.સાંજ પડી.બધાનાં  નૃત્ય પત્યાં.હવે સાધુનો વારો હતો.તેમણે નૃત્ય કરવાની શરૂઆત કરી.એક કલાક...ચાર કલાક...છ કલાક...આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો.નાચતા સાધુનું નૃત્ય ચાલતું હતુ.લોકો અને સમય પણ વધતો હતો.આમ એક દિવસ...બે દિવસ... ચાર દિવસ થયા. સાધુ સતત નૃત્ય કરતાં હતા.ચોથા દિવસની સાંજ પડી.આસપાસ કેમેરા વાળા ઊભા હતાં. ફોટા અને વિડીયો રેકોર્ડીંગ ચાલતું હતું. થોડા થોડા વાદળ પણ દેખાયાં. પવન શરું થયો.વાદળ ભરેલાં દેખાતાં હતાં.નાચતા સાધુનું નૃત્ય ચાલતું હતું.એકાદ કલાક થયો.અને ધીરે ધીરે છાંટા પાડવા લાગ્યા.થોડી જ  વારમાં ધોધમાર વરસાદ થયો.
આસપાસ સૌ ઊભા થઇ ગયાં.સાધુ મહારાજ હવે નૃત્ય અટકાવી ભગવાનના દર્શન કર્યા.આસપાસ લોકો ભેગાં થઇ  ગયાં.કોઈ એક પત્રકારે નાચતા સાધુને કહ્યું, ‘વરસાદ આવવાની કોઈ શક્યતા જ ન હતી તો આવું કઈ રીતે બંને?’આ સાંભળી સાધુ ધીરેથી હસતાં કહે: ‘બે વાત નક્કી છે. હું નૃત્ય કરું છું ત્યાં વરસાદ આવે છે.’આ સાંભળી પેલા ભણેલા યુવાનો એક દમ નજીક આવી કહે:’એવી કઈ બે વાતો એવી છે કે તમે ધારો તે થાય જ છે?’ સાધુ કહે:;એક વાત એ કે મને શ્રદ્ધા છે કે હું નૃત્ય કરું એટલે વરસાદ થાય જ અને બીજું એ કે...’ સાધુ અટકી ગયાં. કોઈ કહે: ‘બીજી કઈ વાત?’સાધુ તુરંત કહે:એક મારી શ્રદ્ધા કે હું નૃત્ય કરું એટલે વરસાદ પડે જ.બીજી વાત એ કે જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી નૃત્ય ચાલુ રાખવાનો સંકલ્પ’અને એટલે જ ક્યારે એક દિવસે કે બે ચાર દિવસે મારાં સંકલ્પ બળને લીધે જ મારી શ્રદ્ધા મુજબ વરસાદ પડે છે.

Comments

My World said…
I love u sir....its very inspirational story..

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી