ભારત:પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન:મોરારજી દેસાઈ
એકસો વીસ વર્ષનો સમય પસાર
થયો.વલસાડ પાસે ભદેલી ગામ.અહીં અનાવિલ બ્રાહ્મણના ઘરે પુત્રનો જન્મ થયો.પિતા
સૌરાષ્ટ્રમાં શિક્ષક હતાં. ટૂંકો પગાર અને વતનથી દૂર.કંટાળીને આ શિક્ષકે આત્મહત્યા
કરી.નાની ઉંમરમાં પિતાની છાયા ગુમાવી. જવાબદારીઓ છોકરાને માથે આવી.આ છોકરાનું નામ
મોરારજી દેસાઈ.ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર ગાંધીવાદી નેતાની આજે જન્મ તારીખ
છે.
ગાંધી વિચાર સાથે જીવન
જીવનાર.આજીવન ગાંધીવાદી મોરારજી દેસાઈ ભણવામાં હોંશિયાર હતા.નાની ઉંમરે ઘરની
જવાબદારી.ઉપરાંત સ્વતંત્ર સ્વભાવ અને દેશભક્તિ
સાથે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું.મેટ્રીકની પરીક્ષા મુંબઈ આપી.સેન્ટ બુઅર
હાઈસ્કુલમાં પાસ મેટ્રીકની પરીક્ષા પાસ થયા. સ્નાતકની પદવી વિશ્વ પ્રસિદ્ધ વિલ્સન
કોલેજમાંથી મેળવી.તેમણે માત્ર ગોરા લોકો જ પાસ થઇ શકે તેવી આઈ.સી.એસ.(અત્યારે
આઈ.એ.એસ) માં ટોપર બનવાનું ગૌરવ મેળવ્યું. તે સમયે આપણો દેશ ગુલામ હતો.એક ભારતીય
કઈ રીતે કલેકટર બને?મોરારજીની લાયકાત કલેક્ટરની હોવા છતાં નાયબ કલેક્ટરની પદવી
આપી.આખા ભારતમાં તે સમયે એક જ ભારતીયે આ પરીક્ષા પાસ કરી હતી.
સતત તેમનું અપમાન થતું
રહ્યું.ગાંધીજીની જે દશા આફ્રિકામાં રેલ્વે સ્ટેશને થઇ.બસ આવું જ અહીં રોજ મોરારજી
સાથે ગોરા કરતા. ૧૯૩૦ની દાંડીયાત્રા પછી ગાંધીજીની અસર વધી. બાર વર્ષ સુધી તેમણે
અપમાન સહન કર્યા.ગાંધી વિચારતો મનમાં રમતો હતો.માત્ર આર્થિક વ્યવસ્થા માટે અપમાન
સાથે ચાલુ રાખેલી નોકરી છોડી દીધી.ઘર અને પરિવારની કે પરિણામની ચિંતા કર્યા વગર
દેશ સેવામાં જોડાયા.મોરારજીને તો દેશભક્તિમાં જાણે ભરતી આવી.૧૯૪૧-૪૨ સુધી મોરારજી રાષ્ટ્રીય નેતા તરીકે
ઓળખાતા થયા.આઝાદ ભારતના યુવાન નેતા તરીકે બાપુ અને સરદારે પણ નોંધ લીધી.
Comments