અન્ના હજારે...આપણા ધોબી...


અન્ના હજારે. ભારતદેશમાં ચાલતું નામ. આ અન્નનું  લાંબુ ચાલે તો ઈમાનદાર માણસને બધાં અન્ના કહેશે. મહંમદ તઘલખ એટલે તઘલખ વંશનો બાદશાહ.આજે સતત તર્ક કરી વાત કરનારને આપણે તઘલખી કહીએ છીએ.તઘલખ વંશના આ બાદશાહને ખરેખર મહંમદ ધુનો તરીકે જણાવો રહ્યો.આવા અનેક રાજકીય નિવેદનો આપણે સાંભળ્યા.અન્ના હજારેની  વાત કરનારને અન્ના વિષે કેટલી જાણ છે?અન્નના ફોટાની આરતી બતાવવામાં વ્યસ્ત મીડિયા.આ મીડીયાએ અન્નના કરેલા ગ્રામવિકાસના કામને બતાવવું રહ્યું.કોઈ નેતા શું બોલ્યા તે કરતાં કેમ આવું ના બોલ્યા તેણી ડીબેટ થવી જોઈએ.
આપણને રસ છે.ભ્રષ્ટાચારનો ખાતમો થાય તેમાં.કરપ્શન કરાવ્યા વગર કામ થાય તેમાં.કોઈને સાચું કામ કરાવવા ખોટું ના કરાવવું પડે તેમાં.
આવું રાજ્ય એટલે રામ રાજ્ય.રામ રાજ્યમાં પણ કોઈએતો ધોબી થવું પડેને.અન્ના હજારેએ રામરાજ્યના ધોબીનું કામ કર્યું છે.જે સરકારના વડાને પણ કહે છે કે:`` તમે આ કામ કરવામાં ઢીલા પાડો છો.``એમ જ જેમ ધોબીએ રામ ભગવાનને સીતાજી માટે કહ્યું હતું.ત્યાં સીતાજી પવિત્ર હતા જ હતા.અહીં એક પણ નેતાની પવિત્રતાની વાત કરાય તેમ નથી.હા અન્નાની સમાજમાં અસર છે.હાલ ઉત્સાહ છે.સરકાર ભીસમાં છે.વિરોધ પક્ષનું ઠેકાણું નથી.આપણે કોઈને પૈસા આપીએ નહિ અને લઈએ પણ નહિ.આવું જીવન જીવવા માટે નાનાં છોકરાં પર જ અપેક્ષા રાખી શકાય.વિવિધ સંપ્રદાય બાલસભા બોલાવે છે.તેમાં તેમના સંપ્રદાયની વાત સહજતાથી કહેવાય છે.બાળકો મોટા થાય પણ નાનપણની આ બાળસભામાં પ્રાપ્ત કરેલું જીવનમાં ઉતરતા જોવા મળે છે.
બેટા,ઓફિસેથી ફોન હોય તો કહેજે કે પપ્પા બહાર છે.આવા વાતાવરણમાં અન્ના પેદા થાય?


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી