ગુજરાતના ગુરૂવીરો...
આજે ગૌરવવંતો દિવસ.શિક્ષક દિન.આ દિવસને આપણે ભારતના બીજા રાષ્ટ્રપતિની યાદમાં ઉજવીએ છીએ.શિક્ષકોને આ ગૌરવ અપાવનાર આ રાષ્ટ્રપતિ એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ.આજનો દિવસ.એક ગરીબ બ્રાહ્મણના ઘરે જન્મનાર આ બાળકનો જન્મ દિવસ.અન્ય રીતે પણ ગુજરાત માટે યાદગાર છે.આજે ગુજરાતની જાણકારી આપતી વેબસાઇડ લોન્ચ થઇ.તેમાંપણ પછી સ્પર્ધા.ગુજરાતને લગતા પ્રશ્નો આધારિત આ સ્પર્ધા.દેશ વિદેશના લોકો પણ ભાગ લેશે.
આજે ગુજરાતમાં આવા શિક્ષકોનુ સન્માન થયું.ગુજરાતના રાજ્યપાલ ડૉ.કમલા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ સન્માન સમારંભમાં હાજર હતા.સોળ પ્રાથમિક શાળા ના શિક્ષકો,ત્રણ માધ્યમિક,છ ઉચ્ચતર માધ્યમિક અને ચાર આચાર્યને સન્માન મળ્યું.બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક છે.તેમનું રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક્નું સન્માન એક જ દિવસે થયું હતું.બનાસકાંઠા જિલ્લામાં લેક્ચરર તરીકે પોતાના જીવનની શરૂઆત કરનાર ચંદ્રકાંત મહેતા વી ટી.વી.ના પોસ્ટમોર્ટમ કાર્યક્રમમાં હાજર હતા.આ ચેનલ નવી છે.તેના આ કાર્યક્રમમાં શિક્ષનન અનેક મુદ્દે ચર્ચા થઇ.વિદ્યાસહાયકના પગાર ધોરણ માટે પણ સારી ચર્ચા થઇ.આમતો આચરણ કરે તે આચાર્ય.
મને વી ટી.વી.ની કવરેજ પ્રોસેસ ગમી.આજે બનાસકાંઠાના બે શિક્ષકોને રાજ્ય પારિતોષિક પ્રાપ્ત થયું.બનાસકાંઠા જીલ્લાના રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક્નુ સન્માન પ્રાપ્ત કરના બે ગુરૂજીને જોયા.બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામ વાલેરના શિક્ષક વી ટી.વી.ના રીપોર્ટમાં જોયા.આજના દિન નિમિત્તે તેમનો અહેવાલ ગમ્યો.શંકરભાઈ લુહાર પણ વિદ્યાસહાયક તરીકે જ જોડાયા હતા.વાલેર માં તેમણે એવું સરસ કામ કર્યું છે કે ત્યાના વાલીઓ આ શંકરભાઈને ભગવાન જ માને છે.ગામમાં દરેકને મદદ કરતા શંકરભાઈ દવાખાનામાં હોય તો સમજવું કે વાલેરમાં કોઈ બીમાર છે.
હું આજે વી ટી.વી.ને અભિનંદન આપું છું.જેને આવા શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાએ બતાવ્યા. ગરીબ માતા પિતાના પુત્ર શંકરભાઈએ આખા ગામને ૧૦૦%સક્ષર કર્યું છે.આવાતો અનેક ગુરૂજીઓ ગુજરાતમાં છે.પાટણ જીલ્લાના રવદ ગામના શ્રી હરિભાઈ છેલ્લા પાંચ વર્ષથી હાથથી શૈક્ષણીક મૂખપત્ર બહાર પડે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર શ્રી સુબીર શુક્લા (IGNUS ન્યુ દિલ્હી)ના હાથે વેબસાઈડ ખૂલ્લી મુકા વી હતી. વી ટી.વી.ને અભિનંદન એટલા માટે કે વિધ્યાસહયાકના પગાર માટે પણ આજે ગુજરાતી સમાચાર ચેનલો પૈકી પહેલીવાર કોઈ ચેનલે ચર્ચા કરી.સાબરમતી જેલના કાચાકામના કેદીને પણ મહિનાને અંતે ૪૫૦૦ રૂપીયાતો મળીજ જાય છે.જમવાનો ખર્ચ પાછી સરકારની જવાબદારી.જયારે ગુજરાતનો શિક્ષક(કાચાકામનો કેદી)પણ ૪૫૦૦ રૂપિયા જ લે છે.આ છતાં આ વ્યવસાયે હું શિક્ષક છું.આ વાતનો મને ગર્વ છે. ગુજરાતના શિક્ષણ માં અનેક નરબંકાઓ છે. આવા ગુરૂવીરો વચ્ચે આજનો દિવસ ખરેખર મજા આવી જાય તેવો પસાર થયો.
Comments