બાળક શું કરી શકે??




બાળક ભગવાનનું રૂપ છે.બાળકો સહજ રીતે જીવે છે.બાળકોને શીખાવા અને કેળવવા માટે શાળાઓની જરૂરિયાત વર્તાઈ હશે.સરકારશ્રીની જાગૃતતા અને કર્મચારીઓની મથામણ વધી છે.આજે આપણી સામે ગણું સારું પરિણામ છે.અભ્યાસક્રમની રચના અને તેના અમલીકરણનું પણ કેળવણીમાં મહત્વ છે.
શિક્ષણ જીવનમાં મહત્વનું છે.ગણી વખત એવું જોવા મળે છે કે ભણેલો માણસ કોઈ તબક્કે અભણ લાગે છે.ભણવામાં હોશિયાર બાળક નાની મોટા કામ જાતે કરી શકતો નથી.બાળ કેળવણી સાથે અને સંશોધન જોડાયેલા છે.ભણવાનું અને ભણતર.માપ અને પ્રમાણ માપની તકરારમાં ના પડીયેતો અહીં આપેલી ભણવા ઉપરાંતની અનેક બાબતોને આપણે વાંચીએ...વિચારીએ...અને તેના ઉપર એક ચર્ચા પણ કરીએ.
અહીં બે  વિભાગમાં મુદ્દા આપવામાં આવેલ છે.આ મુદ્દાઓનો આપના બાળકના ઘડતરમાં મહત્વનો ફાળો છે.બાળકને વાંચવા  કે  લખવાની આવી સાક્ષરીવાતમાં ના પડતા જીવનપયોગી બબતો વિચારીએ તો....
વિભાગ :૧ ( ૬ થી ૧૦ વર્ષ ના બાળકો )
બાળક કરી જ શકે...
·        પોતાના રમકડાં જાળવે.
·        પડોશીના પરિવાર સાથે વિશ્વાસથી વાત કરે.
·        તેણે પહેરેલ કપડાં વિશે જણાવે.
·        ગરમ ઠંડા વિષે તેનાથી નાના વબાળકોને સમજાવે.
·        કાલ્પનિક પત્રોનું વર્ણન કરે.
·         રૂમાલની ઘડી કરે.
·         રમકડાઓ સાથે વાતો કરે.
·         ડોલમાંથી ટબલર વડે પાણી ઠાલવે..
·         પોતાના થયેલા અપમાનને વ્યક્ત કરે.
·         ગરમા પડેલ વસ્તુઓનું સ્થાન દર્શાવે..
·         નાના  મોટા વાસણોને ગોઠવવામાં મદદ કરે.
·          મિત્રો સાથે નવું બનાવે.
·         દીવાલોપર ચિત્રો દોરે.
·         કલ્પના ચિત્રો દોરે.
·         કચરો વાળવામાં મદદ કરે.
·         નાની મોટી ખરીદી કરી શકે.
·         પોતે ખર્ચેલી રકમનો હિસાબ આપી શકે.
·         બૂટની દોરી બાંધી શકે.
·         દફતર સાફ કરી શકે.
·         કોઈ સંદેશો યાદ રાખી શકે.
·         સંદેશો પહોચાડી શકે.
·         સવારે જાગ્યા પછી તૈયાર થવા સુધીનું કામ કરી શકે.
·         થોડા સમય માટે ઘર સાચવી શકે.
·         ઘરની સામગ્રીથી સભ્યોને ઓળખી શકે.
·         પોતાના કપડાં સાચવીને કામ કાજ કરી શકે.
આ વાત લગભગ ચોથા ધોરણના બાળકો સુધી લાગુ પડે.આમાં બીજી અનેક બાબતો છે જે ઉમેરી શકાય છે.અહીં તમે જાત અનુભવને આધારે વિગતો લખો.આપની આસપાસ પણ આવા અનેક બાળકો જોઈએ છીએ. અનુભવ્યું પણ હશે.
વિભાગ :૨ (૧૧ થી ૧૫ વર્ષ ના બાળકો )
બાળક કરી જ શકે...
અહીં ધોરણ પાંચ થી ધોરણ આઠ સુધીના બાળકો માટે વાત કરીશું.
·         જીદ કરીને પોતાની વાત રજૂ કરી શકે.
·         અન્ય સાથે પોતાની તુલના કરી શકે.
·         ગામો અણગમો વ્યક્ત કરી શકે.
·         પોતાના વિચારો સાથે મિત્રોને  સહમત કરી શકે.
·         શાકભાજી સમારવામાં મદદ કરી શકે.
·         પોતાની કોઠાસૂઝથી સમજવા મથામણ કરી શકે.
·         સાહસિક કામ તરફ પોતાનો મત રજૂ કરી શકે.
·         અનાજ સાફ કરવામાં મદદ કરી શકે.
·         મોટેરાં કરે તેવા તમામ કામ કરવાની તમન્ના રાખી શકે.
·         વાંચેલી,જોએલી  અને સાંભળેલી વાત રજૂ કરી શકે.
·         કોઈ જાણીતી જગ્યા સુધી પહોચવાનું માર્ગદર્શન આપી શકે.
·         નાના મોટા લેખિત વહેવાર કરી શકે.
·         શાકભાજી,દવાઓ અને તેવી નાની મોટી ખરીદી કરી શકે.
·         વિવિધ રમતો,કૌશલ્યો અને અમલી કરણ કરે.
·         પેપરમાં ફોટા જોઈ તેનું વર્ણન કરી શકે.
·         મહેમાન સાથેનો યોગ્ય વહેવાર જાતે કરી શકે.
આ તરફ વિચારવું એટલે સ્વ ના અને બાળકના વ્યક્તિગત વિક્કાસ તરફ વિચારવું.ચાલો વિચારીએ અને સૌની સાથે આઘળ ધપીએ. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી