આવું પણ વાલી સંમેલન


પાલનપુર શહેર.અત્તર અને ફૂલોનું શહેર.નવાબના સમયમાં એક આગવી ઓળખ ધરાવતું શહેર.આ શહેરમાં હેતીબા પ્રાથમિક શાળા.નામ પ્રમાણે જ મેનેજમેન્ટ.સંકુલ ના વિકાસ માટે હેત ધરાવતું મેનેજમેન્ટ.ગુજરાતના  જ નહિ અમૂલને કારણે એશિયામાં ઓળખ ધરાવતા શ્રી પરથીભાઇ ભટોળ મંડળના પ્રમુખ છે.સ્ટાફ અને તેના વાળા આચાર્ય સંકુલને વરેલા છે.
તારીખ:૨૫/૯/૨૦૧૧ ના રોજ આ શાળાનું વાલીસાહ પ્રવાસનું આયોજન.દસ બસની મદદથી શાળાના બાળકો અને વાલી મોઢેરા પહોચી ગયા.મારે ત્યાં વાલી સાથે સંવાદ કરવાનો હતો.હું પહોચ્યો.આ કાર્યક્રમને સફળ બનાવવા વાળી મંડળ સક્રિય હતું.વાળી મંડળના પ્રમુખ શ્રી મનીષભાઈ    અને મંત્રી શ્રી લાલજીભાઈ ઉપરાંત તેમની ટીમ એક દિવસ વહેલા પહોંચી ગયાં હતા.જમણવાર અને નાસ્તાની વ્યવસ્થા સારી કરી.અરે એક દાતાએ આ છસો કરતા વધારે માણસોના જમણવારનો ખર્ચ આપ્યો.નામ ના આપવાની શરતે આ દાન સતત બીજી વખત આપવામો આવ્યું.
બધાએ જમી લીધું.હવે મારું કામ શરૂ થયું.મેં વાલીઓ સાથે વાત કરી.અરે તેમણે ઓન એર હાથી બતાવ્યો.અનેક મુદ્દે તેમની સાથે ચર્ચા કરી.શિક્ષણમા તેમના વિચારો અને હાલના પ્રવાહ વિશે વાત કરી.
Ø  બાળક શું શીખે છે???
Ø  બાળક કઈ રીતે શીખે છે???
Ø  બાળકોને ટી.વી.થી કેમ દૂર રાખવા???
Ø  ઝડપથી ના શીખતા બાળકો માટે શું કરી શકાય???
આવા સવાલ જવાબ અને તેણે આધારે ચર્ચા કરી.શાળાનાં આચાર્યા દવે મેડમનું સુચારુ આયોજન અને તેમના સુપરવાઈઝરનો સહયોગ આ સફળતા અપાવી.સંકુલની સફળતા એ છે કે સ્થાપનાથી આજ દિન સુધી આવા ભવ્ય વાલી પ્રવાસનું આયોજન થતું આવ્યું છે.રાઇટ  ટૂ એજ્યુકેશન ૨૦૦૯ને આપણે,ગુજરાતે વધાવ્યું છે. તેને આધારે આવનારા આ ધરખમ શૈક્ષણિક પરિવર્તન આવનાર છે. વિશાળ વિચાર શક્તિ અને માળખાગત મેનેજમેન્ટ ધરાવતા હેતીબા પરિવારને પોતાની આ ઓળખમાં નવું હેત ઉમેરશે.ઉમેરી શકે તે માટે મારી શુભેચ્છા.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી