Every child is special...
ગઈ કાલે હિન્દી ફિલ્મ “સ્તેન્લીકા ડબ્બા” જોવાનું થયું. એક એવી ફિલ્મ જે આપણા આત્માને અને મનને વિચારતા કરી મુકે...ફિલ્મની સ્ટોરી બહુ સારી, સ્ટેન્લી અને તેના ટાબરિય ટોળીનો અભિનય અદભુત છે. આ ફિલ્મ એક એવા બાળકની છે જેને મા ન હોવાનું દર્દ પાંચમા ધોરણ નો સ્ટેન્લી જાતે જ સહન કરી દુનિયાને કોઈ નવો જ સંદેશ આપવા માંગે છે.
આમતો ફિલ્મ ક્લાસરૂમ ટેકનીક્સ, શિક્ષકની માનસિકતા, સિસ્ટમ, દેરક શાળામાં જુદા જુદા સ્વભાવ વાળા શિક્ષકો, દરેક શાળામાં એક એવા શિક્ષક જેના કારણે શાળનું આગવું અનોખું નામ હોય, એક એવા શિક્ષક જેનું સ્થાન દરેક વિદ્યાર્થીના હૃદયમાં હોય. એક શિક્ષકની નજરે કાર્ય તુચ્છ હોય તો બીજા શિક્ષક્નિ નજરે એ કાર્ય અતિ મહત્વનું હોય. દ્રષ્ટિ અને વિઝન બહુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ખરાબ વર્તન વાળા શિક્ષક્નુ વિદ્યાર્થીના હદયમાં સ્થાન અને આવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને થતા અન્યાય સામે વિદ્યાર્થીઓએ શોધેલ રસ્તાઓ બતાવ્યા છે
Every child is special ની વાત આ ફિલ્મમાં સરળ અને સરસ રીતે મૂકી છે. દરેક શિક્ષકે આ ફિલ્મ ખાસ જોવી. બાળકોના ટીફીન ના ડબ્બા માટેની દોડા દોડ, આનંદ અને સાથે મળી સાથે બેસી જમવાની મજા. જોઈને કહી શકાય કે ટીફીન નો ડબ્બો એ માત્ર ડબ્બો જ નથી બલકે તે ભરનારની મમતા, પ્રેમ અને વાત્સલ્ય દેખાય છે.
શિક્ષનની સાથે જોડાયેલા સૌએ આ ફિલ્મ જોવી જ રહી.
Comments