અતો અને નતો:૬
નતો ગોદામમાં...
નતાને શેઠે ગોદમ સાચવવાની સહમતી આપી.
હવે નતો રોજ સવારે વહેલો તૈયાર થઇ સીધો ગોદામમાં
જતો. સવારે ગોદામમાં જઈ નતો સીધો એના ભાઈબંધ ઉદીયા પાસે પહોંચી જતો. ગોદામમાં નતો
પહોંચે એટલે તુરંત નતો અને ઉદીયો ભેગા થઇ જતા. નતો રોજ ગોદામમાં બેસતો અને મજુરો
ને જોતો. સવારથી સાંજ સુધી નતો ગોદામમાં રહેતો હતો.
ગોદામમાં લગભગ દસ મજુર હતા. આ મજુર ગોદામમાં રોજ છૂટક કામ માટે આવતા. અનાજના ગોદામમાં અનાજ
તોળવા માટે,એની ગુણો ભરવા અને અનાજ ભરેલી ગુણો ને એક બીજા ઉપર ચઢાવવાનું કામ આ
મજુરને કરવાનું રહેતું. નતો હાજર રહેતો. હવે તો નતો રોજ ગોદામમાં આવતો અને મજૂરો
ને મજુરી કરતો જોતો હતો.
સવારથી સાંજ સુધી મજુરો એક સરખું અને મહેનત
માંગીલે એવું કામ કરતા.વજન ઊંચકીને મજુર છેક ઉપર સુધી ગુણ નાખતાં. એક ઉપર એક ગુણ
ચઢાવતાં છેવટે ખૂબ ઉંચે જવું પડતું. ગરમી, ઠંડી... સવાર,બપોર કે સાંજ દરેક સમયે આ
મજુરો કાળી મજુરીનું કામ કરતા. સખત અને સતત મજુરી કરનાર મજૂરોની નતા ને દયા આવતી
હતી. નતાનો ભાઈબંધ ઉદીયો પીળા રંગનો થયો એ પછી ગોદામમાં અનાજનો બગાડ અને નુકસાન
સાવ ઓછું હતું. પીળા રંગના ઉંદરને લીધે અનાજ બગડવાનું જાણે બંધ થઇ ગયું હતું.
જેમ અનાજ બગડે નહીં તે માટે સોનાપરીએ નતા ને મદદ
કરી હતી. આવી જ બીજી કોઈ મદદ માટે નતો સોનપરીને મળવાનું વિચારતો હતો. પહેલાં તો
ઘરમાં ન રહેવાની સૂચના ને લીધે એ નદી કિનારે ગયો હતો. હવે સોનપરીને મળવું હોય તો રાતે
નદી કિનારે જવું પડે. આ માટે આખી રાત ઘરની બહાર રહેવા શું કરવું એ અંગે નતો
વિચારતો હતો. વિચારમાં ને વિચારમાં નતો સાંજ પડતાં ઘરે ગયો.
Comments