અતો અને નતો:૪

 ઉંદરોની દોડધામ...

સવાર પડી.
આખી રાતમાં નતો ઠંડીમાં ઠુંઠવાયો હતો.
આખી રાત ઠંડી લાગતી હતી છતાં એ એના ભાઈબંધ ને સાચવીને બેઠો હતો.
સવાર પડે એ પહેલાં મારો ભાઈબંધ પીળા રંગમાં કેવો દેખાશે એના વિચારોમાં જ જાણે રાત પસાર કરી હતી. સવારનો પહેલો પહોર થતાં જ નતા ને એનો ભાઈબંધ પીળા રંગમાં દેખાયો. નતો એના ભાઈબંધ ને નવા જ રંગમાં જોઈ ખુશ ખુશાલ થઇ ગયો. સીધો ઘરે જતા પહેલાં નાતાએ એના ભાઈબંધ ઉદીયાને ભેંસોના તબેલામાં સંતાડી દીધો. અગાઉ પણ, નતો આ રીતે એને ભેંસના તબેલામાં રાખી ઘરમાં ગયો હતો. શેઠ હાજર હોય તો નતો એના ભાઈબંધ ને કેવી રીતે ઘરે લઇ જઈ શકે?

શેઠ ઘરમાં જ હાજર હતા.

નાતને જોઈ શેઠ કહે: ‘ હવે ગોદમમાં જાવ તો કામ કરજો.

પેલા ઉંદરડા ને લઇ ન જતો. કોઈ તારા જેવો આસપાસના દસ ગામમાં જોયો, જે ઉંદરડા સાથે રમતો હોય?નતો શું જવાબ આપે?આમેય નતા સામે જોઈ ને લાગતું હતું કે એ આ વાતનો જવાબ આપવા માંગતો ન હતો.

નહાઈ ધોઈ,જમવાનું પતાવી નતો સીધો ભેંસોના તબેલામાં ગયો.

અહીં છુપાવી રાખીને મુકેલો એનો ભાઈબંધ હાથમાં લીધો. ઉદીયા સાથે નતો સીધો એના ગોદમમાં ગયો. હું ઉંદરને રંગ કરી આપું, એને તું ગોદામમાં મૂકજે. રાતે સોનપરી એ ઉંદરને રંગતા પહેલાં આવું બોલતી હતી. સોનપરીએ કીધેલી વાત ને લીધે શું થશે એ જાણવાની નતાને તાલાવેલી લાગી હતી.

 

નતા એ એના ભાઈબંધ ને ગોદામમાં છૂટો મૂકી દીધો હતો. આ ગોદમમાં રહેતા બીજા ઉંદરો આવા પીળા રંગના ઉંદરને જોઈ ભાગી જતા. ઉદીયો આખા ગોદામમાં ફરે. આસપાસના બીજા ઉંદરડા એને જોઈ ને ભાગી જાય. આખા દિવસ દરમિયાન ગોદામમાં બીજા ઉંદરોની દોડધામ વધી ગઈ હતી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી