અતો અને નતો:૧
અતો અને નતો...
એક નગર.
અહી એક શેઠ.
શેઠનું નામ શામળજી.
શામળજીના વિવાહ થયા.અતો અને નતો. એમની ઘરવાળીનું નામ ચમેલી. આખું ગામ એમને શેઠ કે શેઠાણી કહીને બોલાવે.
શેઠ અને ચમેલી શેઠાણીને એમના દીકરા મા કહી બોલાવે. આ તરફ શેઠને તો આખુ ગામ,શેઠાણી અને બે દીકરા બધે બધાં શામળજી ને શેઠ કહીને બોલાવે. શામળાજી શેઠને બે દીકરા. એક મોટો. એનું નામ અતો. બીજો દીકરો નાનો એનું નામ નતો. આ નાતાને એક ભાઈબંધ. એનો ભાઈબંધ એટેલે એક ઉંદર.
આ ઉંદર એનો ભાઈ બંધ કેવી રીતે થયો એ પાછળ એક વાત છે. શેઠને અનાજના ગોદામ હતા. નતો થોડા દિવસ પહેલા ગોદામમાં હતો. ગોદામમાં અનાજની બોરીઓ ભરેલી હતી. આ અનાજની ગુણો આસપાસ અનેક ઉંદર હતા. આ ઉંદર પૈકી એક ઉંદરને નતો એના ઘરે લઇ ગયો. બસ,આ દિવસ પછી તે રોજ એના ભાઈબંધ સાથે રમતો હતો. તે વધારાના સમયમાં ઉંદર સાથે જ રમતો હતો.
શેઠને અતો ધંધામાં,ઘરમાં મદદ કરતો. અતો ઘરનું અને બીજું બહારનું ઘણું બધું કામ કરતો. આથી શેઠને અતો વધારે ગમતો. શેઠને અતો ગમે,ચમેલી શેઠાણીને નતો ગમે. શેઠાણીને નતો ગમે. શેઠાણી ને નતો લાડકો હતો. શેઠાણી નતા ને વધારે પડતાં લાડ લડાવે. શેઠાણી નાના દીકરા પાસે કશું જ કામ ન કરાવે. નતાનો ભાઈબંધ ઉંદર. એનું નામ ઉદીયો. નતો એના ભાઈબંધ જોડે આખો દિવસ રમત રમતો.
અતો ખૂબ કામ કરતો, ધંધામાં શેઠને મદદ કરતો. નતો કશું જ કામ કરતો નહિ. શેઠને આ કારણે નતો જરાય ન ગમે. શેઠાણી એને બહુ લાડ લડાવે. શેઠ નાના દીકરા ને રોજ ઠપકો આપે. શેઠ નતા ને વાતે વાતે, અરે! કહેવાય કે દરેક વાતે ઠપકો આપે. તેમને નાના દીકરા સાથે વારંવાર લડવાનું થાય.
Comments