અતો અને નતો:૭
નતો શું કરશે?
સાંજ પડે નતો ઘરે આવી ગયો. આવી ને જોયું તો શેઠ
અને ચમેલી શેઠાણી ચિંતામાં બેઠાં હતા. નતા એ આ જોયું.ઘરમાં આવી રોજ નતો શેઠાણીને
બુમ પાડીને પોતાના આવવાની જાણ કરતો. શેઠ
અને શેઠાણી ચિંતામાં બેઠેલ જોઈ નતાએ જોરથી બુમ પાડવાને બદલે શેઠાણી જોડે સરકી ગયો.
શેઠ અને શેઠાણી એક બીજા સામે જોઈ બેઠાં હતા. બહાર ગયેલો
અતો પણ આવી ગયો. શેઠ અને શેઠાણી અતાને આવેલો જોઈ ઉભા થઇ ગયા.વાત જાણે એમ બની કે
શેઠના મામાની તબિયત વધારે બગડી હતી. આમ તો શેઠના મામા બીમાર જ હતા. પરંતુ સમાચાર
એવા હતા કે, હવે સગાં મળી જાય છે. હવે મામા વધારે દિવસ જીવી શકે એમ નથી. આવા
સમાચાર આવવાના કારણે શેઠ અને ચમેલી શેઠાણી બંને ચિંતામાં આવી ગયાં હતાં.
અતો આવી ગયો હતો.
શેઠાણી અતાને કહેતાં હતાં કે જો આજે રાત માટે
જમવાનું બનાવી દીધું છે.સવારે તમે સીધા ગોદમ ઉપર જતા રહેજો. ગોદામના મહેતાજી
તમારું બપોરનું જમવાનું એમના ઘરેથી લેતાં આવશે. હવે,અમે ઘોડાગાડી અને અસવાર લઈને
મામાને ગામ જઈએ છીએ. રાતે તમે ઘર બંધ કરીને સુઈ જજો. સાંજ પડતા સુધીમાં અમે આવી
જઈશું.
ચમેલી શેઠાણી બોલતાં હતાં.
શેઠ ઘોડાગાડીમાં સમાન ગોઠવતા હતા. ઘોડાના અસવારને
શેઠ ધીમા અવાજે સૂચના આપતા હતા. અતો અને નતો શેઠાણી પાસે ઉભા હતા.થોડીવાર થઇ એટલે
શેઠ અને શેઠાણી ઘરેથી નીકળી ગયાં. આમતો ઘોડાગાડી લઇને અંધારામાં મુસાફરી ન કરાય
એવું શેઠ કહેતાં. પરંતુ આજે એમને જવું જ પડે એમ હતું એટલે અંધારામાં તેઓ બીજે ગામ
જવા માટે નીકળી ગયા હતા. આ તરફ નતો આજે રાતે નદી કિનારે જવાનું મન બનાવી બેઠો હતો.
Comments