કરલો દુનિયા ...


આજે સૌને એક વાતની રાહત છે.આ રાહતનું નામ છે મોબાઈલ.મોબાઈલ પહેલાં લેન્ડ લાઈન.એ પહેલાં ટ્રંક કોલ.એનીય પહેલાં તાર.તારની પહેલાં ટપાલ.એ પહેલાં કબૂતર જા...જા... જા સંદેશા વ્યવહારને ઝડપી બનાવવામાં ટેલીફોન એક અદભૂત શોધ કહી શકાય.આ શોધના પાયામાં જેનું નામ છે તે માણસ બહેરો હતો.તેનું નામ ગ્રેહામ બેલ.અરે! એની ઘરવાળી પણ બહેરી હતી.કઈ રીતે એણે એવાં સાધનની શોધ કરી કે જેને લીધે આજે અનેક વર્ષ પછી કેટલાય લોકો બહેરા બને છે.
એક મેસેજ એવો ચાલે છે કે આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે ઇન્કામીગનો ચાર્જ લગાતો હતો.આ  જમાનામાં તેમણે ઇનકમિંગનો ચાર્જ ફ્રી કર્યો હતો. તે સમયે ધીરુભાઈ અંબાણીએ સૂત્ર આપ્યું. ‘કરલો દુનિયા મુઠ્ઠી મેં...’આજે એ વાત સાકાર થતી હોય તેવું જણાય છે.આજે પંદર વર્ષ પછી ધીરુભૈના છોકરાએ ઇનકમીગ,આઉટ ગોઇંગ અને નેટ બધું જ ફ્રી કરી આપ્યું.શું એને માટે એમ કહી શકાય કે ‘કરલી દુનિયા મુઠ્ઠીમે...!’એક જમાનામાં લેન્ડ લાઈન ફોન ઉપર ગીત ગવાતાં ‘મેરે પિયા ગયે રંગુન, વહાં સે કિયા હૈ ટેલિફૂન...તુમ્હારી યાદ સતાતી હૈ...!’આજે મોબાઈલનો ઉપયોગ ફિલ્મી ગીતોમાં અને લોકલ કલાકારો ધ્વારા બનતાં દેશી આલબમ્બમાંય જોવા કે સંભાળવા મળે છે.
લેખની શરૂઆતમાં મોબાઈલ માટે લખ્યું છે સૌની રાહત.આજે એ રાહત માટે શોધાયેલ વસ્તુ સૌને માટે ‘અનિવાર્ય અનિષ્ઠ’બન્યું છે. વિજ્ઞાનની કોઈ જ શોધ નકામી હોતી નથી. શોધ કરતી વખતે જે વિચારો હોય છે તે કેટલાક વર્ષો પછી બદલાય છે.આજે નેટ હાથ વગુ છે.સસ્તું નથી તોય સહજ ઉપલબ્ધ એવાં આ વિશ્વને જોડતા માળખામાં મોબાઈલ આજે સૌનો સાથી બનીને ઊભો છે.
આજે ફોર જીનો જમાનો છે.વિડીયો કલીપને અડો એટલે જાણે ટી.વી.ચાલુ થાય.ક્યાય ગોળ...ગોળ...ચકરડી ભમતી નથી.જે વિગત જોવી હોય,સંભળાવી હોય કે વાંચવી હોય.આ વિગત તુરંત હાજર છે.પણ આપણે નેટનો ઉપયોગ શા માટે કરીએ છીએ? હૃદય બંધ પાડી દે તેવા અને તેટલાં લાંબા મેસેજ.બાપ રે બાપ.બધું જ જ્ઞાન સવારે ફેલાવવા માટે તૈયાર મિત્રો એડમીન બને.પોતાને અનુકૂળ હોય તેવા જ નિયમો બનાવે.થોડા દિવસ નિયમો બરાબર ચાલે.પછી.બસ એક ગ્રુપ વધ્યું.આજે આવું કોઈ વિચારતું નથી.વિચારવાનું હવે કોઈને ગમતું નથી.
કેટલાક યોગ્ય ઉપયોગ કરે છે.ખરીદેલ ઉપકરણનો ઉપયોગ પોતાની સુવિધા માટે જ કરનાર અનેક લોકો છે.સાંજે ફોન બંધ કરી દેનાર કે ચોક્કસ સમય પછી ફોન ન ઉપાડનાર આધુનિક સમયમાં ‘દીર્ગદ્રષ્ટા’ કહી શકાય.હા,લેખના અંતમાં એ પણ લખું કે ‘કરલો દુનિયા મુઠ્ઠીમે’માત્ર વાંચવાથી ન થાય.આજે જેના વગર જીવન અશક્ય લાગે છે તેવો મોબાઈલ.પણ,આ ઉપકરણની શરૂઆતનો શોધક એટલે ટેલીફોનનો શોધક.ટેલીફોનની શોધ કરનાર ગ્રેહામ બેલ બહેરો હતો.આપણે તો એવું કશું નથી છતાં નહાતી વખતે રૂમાલ શોધી શકતા નથી.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી