એક અનોખા ગુજરાતી

આજે જે મોબાઈલ ઉપર બધાં કામ થાય છે. આવા નવા વિચારની શરૂઆત ગુજરાતી વ્યક્તિએ કરી હતી.એની શોધ અને તે પછી એમાં સતત અપડેટ કરી આજે સસ્તા ભાવે આપણે ટેકનોલોજી સુધી પહોંચ્યા છીએ. આ માટે ભલે બધું સંભાળવું પડે. અહીં એક વાત નક્કી છે કે ટેકનોલોજીને જીવતા જીવન સાથે એમણે જોડી. એક વિચારક તરીકે એમણે આપણો દેશ ક્યારેય નહિ ભૂલી શકે.


આજે એને હરવા ફરવાનો સમય નથી.સવારે આફ્રિકા તો બપોરે યુરોપ જી રાતે રોકાઈ એ જાપાન જાય. ગરીબ ઘરના એક સુથારનો આ દીકરો. સુરેન્દ્રનગર પાસે આવેલ ગામનો આ સુથાર આખી દુનિયામાં એવી શોધો માટેની પેટન્ટ ધરાવે છે જેના આધારે આજે આપણું જીવન આસન થયું છે. ભણવામાં સ્થિર એવા આ બાળકની આજે સમગ્ર વિશ્વમાં વાહવાહી અને દબદબો છે.

 

સેમ પિત્રોડા એક ઈજનેર છે. ટેલીકોમ્યુનીકેશન એન્જીનીયર તરીકે એમણે શિક્ષણ મેળવ્યું છે. શોધક અને ઉદ્યોગસાહસિક છે .તેમનો જન્મ ચોથી મે ૧૯૪૨માં થયો હતો. ઓડીશા રાજ્યમાં તીતલાગઢમાં જન્મ થયો. એક ગુજરાતી પરિવારમાં એમનો જન્મ થયો. ભારતના કમ્પ્યુટર અને આઈટી ક્રાંતિના પ્રણેતા તરીકે એમની ઓળખ છે. ભારતના તત્કાલીન યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીના તેઓ વિજ્ઞાન સલાહકાર હતા. ડૉ.મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન તેઓ પીએમના સલાહકાર પણ હતા. આજે એ સેમ પિત્રોડા તરીકે ઓળખાય છે. તેમનું સાચું નામ સત્યનારાયણ ગંગારામ હતું .

 

તેઓ ખુબ જ ગરીબ પરિવારના હતા . સેમ પિત્રોડા અનેક વખત બોલ્યા છે.તેઓ બોલતા કે ટેકનોલોજી ધ્વારા માણસ બસો વર્ષ જીવી શકશે. નાનપણથી જ તેમને ટેકનોલોજીમાં રસ હતો.સેમ પિત્રોડા ભારતના સંવિધાન ના કારણે  આગળ વધી શક્યા હોવાનું અવાર નવાર જાહેરમાં બોલતા. તેઓને ભણવાની સગવડતા માટે સંવિધાન ના આભારી હતા . તેમની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે , તેઓ જ્યાં સુધી ભારતમાં રહ્યા; કામ ના બદલામાં ભારત સરકાર પાસેથી કોઈ સેલેરી લીધી નથી . તેમને આશરે ૧૦ વર્ષ સુધી સેવા આપી હતી. તેઓ જ્યાં પણ ટ્રાવેલ કરતા તે પોતાના પૈસે કરતાં હતા. તેમને ભારતની બહાર ઘણી કંપનીઓ છે અને તેઓ એન.જી.ઓ.પણ ચલાવે છે, જે ટેકનોલોજી માટે કામ કરે છે. તેઓએ એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે , લોકો એવું માને છે કે ‘રાહુલ ગાંધી બેવકૂફ છે તો તે સત્ય નથી તે ખુબ જ મહેનતું છે, અને લોકોને એમ પણ લાગતું હશે કે હું ખુબ જ અમીર છું એ પણ સત્ય નથી. રાજકીય રીતે રાજીવ ગાંધીના મિત્ર હોઈ તેમનું વલણ કોંગ્રેસ તરફ વધુ રહ્યું છે. સત્ય નથી’

 

તેઓએ ભારતમાં કોમ્યુટર યુગની શરૂઆત કરી.દેશ વિદેશમાં અનેક બિજનેસ અને વિશ્વમાં હાલ વપરાતી અનેક ટેકનોલોજીના પેટન. આર્થિક તંગી નથી. હાલ સક્રિય રાજકારણથી દૂર નથી કે સીધા સક્રિય નથી. ભારત સરકારના અનેક મહત્વના પદ ઉપર સેવા આપી આજે વિદેશમાં સ્થાઈ થઇ ભવિષ્યના અનેકો સંશોધન માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. વિદેશમાં શોધ સંશોધન અને વ્યવસાય સાથે જોડાઈ એમણે નામ બદલ્યું. નામ રાખ્યું સેમ પિત્રોડા.અત્યાર સુધીમાં અનેક વિવાદ પણ એમના નામે બોલે છે. ૧૯૮૪ માં એમના ચોક્કસ નિવેદનથી વિરોધીઓને મહિનાઓ સુધી બોલવાનો અવકાશ મળ્યો હતો.  ભારતનાં તત્કાલીન વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ તેમને દેશમાં પરત બોલાવ્યા. દેશની કોમ્યુનીકેશન ની ફોન સિસ્ટમમાં સુધારા સૂચવવા ભારત બોલાવ્યા હતા. જે થકી  Center for Development of Telematics ‘C-DOT’  ની સ્થાપના કરી હતી. આ માટે તેમણે અમેરિકન નાગરિકત્વ પાછું વાળી, ફરીથી ભારતીય નાગરિક બન્યા હતા.

 

ટેલિકોમ્યુનિકેશન નીતિઓ અંગે તત્કાલીન વડા પ્રધાન,  રાજીવ ગાંધીના સલાહકાર; નવા સ્થપાયેલ ‘ટેલિકોમ્યુનિકેશન કમીશન’ના ચેરમેન બનાવ્યા હતા. બહુ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલા પીળા રંગના ‘ પી.સી.ઓ. બુથ‘ ની સ્થાપના કરાવી.  અમેરિકા પાછા આવી, મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પ્રદાન કર્યું. તેઓ નેશનલ નોલેજ કમીશન’ના ચેરમેન રહી ચુક્યા છે.અંતરંગ વ્યક્તિત્વ ધરાવતા પિત્રોડા અનેક રાષ્ટ્રીય ને આંતર-રાષ્ટ્રીય સન્માન અને બહુમાન મેળવી ચુક્યા છે.

 

ગુજરાતના આ વ્યક્તિએ આજેય ગુજરાતી ઓળખ,શૈલી અને નોલેજ ઇજ પાવરના વિધાનને વાળગી રહી દેશની સેવા કરવા સાથે અનેક યુવાનોને સહયોગ કર્યો છે. આજે સ્ટાર્ટ અપ પરિચિત શબ્દ છે.જ્યારે ભારતમાં કોમ્પ્યુટરનો ક ન હતો ત્યારે શ્રીમાન પિત્રોડા દેશના યુવાનોને આ માટે જે જોઈએ તે સહયોગ કરતા.રાજકીય વિચારધારા અને એંસી નજીક પહોંચેલ અવસ્થા પછી તેઓ શોધ અને સંશોધનમાં વધુ સમય પસાર કરી રહ્યા છે.આજે તો ડિજીટલાઈજેશન છે. વર્ષોથી શ્રીમાન પિત્રોડાની સ્પીચ અને લેખો સોસીયલ મીડિયામાં છે. એમણે સાંભળનાર કહે છે કે એ બોલે ત્યારે લખેલું સંભાળતા હોઈએ એવું લાગે.એમનું લખાણ વાંચીએ ત્યારે વંચાણ સંભાળતા હોઈએ એવું લાગે.આ જ વિદ્વાન માણસની સાચી ઓળખ છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી