GCERT

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર.શિક્ષણ માટે કામ કરતી આ સંસ્થા.ધોરણ એક થી  આઠના પાઠ્યપુસ્તક અને તેના  લેખનની  પ્રક્રિયા અહીં તૈયાર થાય છે.ગુજરાતમાંથી અનેક પ્રક્રિયાને અંતે એક જૂથ તૈયાર થાય છે.આ જૂથનું નામ સ્ટેટ રિસોર્સ ગૃપ(SRG).છેલ્લા બાર વર્ષથી હું તેમાં જોડાયેલ છું.હું આ સંસ્થામાંથી,તેના કાર્યક્રમોથી  શીખ્યો છું.નેશનલ કરીક્યુરમ ફ્રેમ વર્ક:2005ને આધારે મે ધોરણ ત્રણ થી  સાત ના પાઠયપુસ્તકમાં પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન લખવાની જવાબદારી નિભાવી.રાઇટ ટૂ એજ્યુકેશન:૨૦૦૯ ને આધારે ગુજરાતમાં નવા પુસ્તકોનું કાર્ય ચાલે છે.તેમાં ધોરણ એક થી આઠમાં દરેક ધોરણમાં મારું એક પુસ્તક છે.નવીન અભિગમને આધારે બાળકોની અને શિક્ષકોની આવૃત્તિ તૈયાર થાય છે.કુલ એકસો ચુમ્માલીસ પુસ્તક  તૈયાર થશે.કુલ ૧૪૪ પુસ્તકો  પૈકી છત્રીસ પુસ્તકો સાથે હું સીધો જ જોડાયો છું.ધોરણ એક મા એક પુસ્તક.બીજા ધોરણમાં બે પુસ્તક.આ રીતે આઠમાં ધોરણમાં આઠ પુસ્તક.એક વર્ષમાં બે સત્ર.બંને સત્રના પુસ્તકો અને શિક્ષક આવૃત્તિ તૈયાર થાય છે. આ સંસ્થા સાથે ખૂબ કામ કર્યું.અહીંથી ખૂબ શીખવા મળ્યું છે.આમ જોવા જઈએતો આજે અમારું પાઠ્યપુસ્તકનું  લેખક હોવું આ સંસ્થાને આભારી છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર