બગડો કે છગડો...


એક છોકરી.તેનું નામ ધારા.ખૂબ જ નાની.કે.જી.માં ભણવા જાય.અરે !ત્યાં તેનો સમય કડક શિસ્ત શીખવા પસાર કરે.તેની મમ્મી તેને ખાસી મદદ કરે.મમ્મીને એમ કે બેબીને બધું જ આવડે.ખાસું બધું હોમવર્ક હોય તો પણ મદદ કરે.ધરાને એક થી પાંચ સરળતાથી લખે.જયારે તેણે ૬(છ)લખવાના હોય ત્યારે તે ભરાઈ પડે.જયારે તેને ૬(છ)લખવાના હોય ત્યારે તે પૂછે:મમ્મી ‘ઉંધો?’તેની મમ્મી  હા પડે એટલે ધારા ઉંધો બે(૨) લખી નાખે.આવું ચાલતું જ હોય છે.ક્યારેય સાચી સમજ કેળવતા નથી.આવી સમજ આપવાને બદલે ટૂકો રસ્તો અપનાવીએ છીએ.કેટલાય સવાલો છે બાળકના મનમાં....

કેમ દિવસ રાત થાય?
કેમ ચાર પછી પાંચ?
કેમ પંખી ઉડતા હશે? 
કેમ ટ અને ડ સરખ જેવા છે?
કેમ ૨ અને ૬ સરખા જેવા છે?
કેમ?કેમ?કેમ?આવા કેમ તમારા ધ્યાનમાં આવે તો મોકલો.મજા પડશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી