મારો અધિકાર આપો...
આપણો દેશ.વિવિધતાનો દેશ.આ વિવિધતા શિક્ષણમાં પણ છે.ગરીબ,અમીર,ચતુર અને મૂર્ખ સૌ ભણે છે.ગરીબને પણ અધિકાર આપ્યા છે.પહેલાં સાતમું ધોરણ પાસ થઇ શિક્ષક થવાતું.તે શાળામાં ભણાવતાં હતા.સાતમું ધોરણ પાસ થનાર બાળકોને સાતમું પાસ થાય ત્યારે સાત પાસ ગુરૂજી ગુણ પત્રમાં સહી કરતાં હતા.આજે સાત પાસ થનાર છોકરો સહી પણ કરતાં શીખી શકતો નથી.એટલેજ એલીજીબલ ટેસ્ટ.અભીયોગ્ય કસોટી પાસ થાય તે જ આઠ પાસ મા સહી કરી શકે છે.તેને જ નોકરી મળે જે અભીયોગ્ય હોય.આ ફોટો મારા એક મિત્રએ મને મોકલ્યો.આ ફોટો આ ભારત દેશનો નાગરિકનો છે.આ છોકરો કહે છે કે .મારે પણ ભણવું છે.હા,મને ગમે તેમ ભણાવનાર નહિ.હા,મને ગમે તે રીતે ભણાવનાર કોઈ મળે તો મારો સંપર્ક કરશો.કારણ હું ભારતનો નાગરિક છું.મને પણ મારા અધિકારો મળ્યાં છે.ચાલો અધિકાર આપવાની જવાબદારીમાં સૌને સાથે જોડીએ.
Comments