પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન...
સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી.ગુણવત્તા સાથે સૌને શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ.ગુજરાત એસ.એસ.એ.એમ કચેરીમાં ક્વોલીટી એન્હાસમેન્ટ સેલ છે.આ સેલમાં ગુજરાતના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળે તેવા અનેક પ્રયત્નો થાય છે.
પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન એટલે પ્રજ્ઞા.આ અભિગમ ધ્વારા એસ.એસ.એ. ધ્વારા ગુજરાતના શિક્ષણમાં એક નવી તરાહ આપી છે.પ્રજ્ઞા ધ્વારા ગુજરાતને એક નવી તરહ મળી છે. અભિગમમાં દરેક બાળક પોતાની ઝડપે શીખે છે.આ બાળકોનું ઉપચારાત્મક કાર્ય પણ સાથો સાથ થાય છે.વૈશ્વિક કક્ષાની પ્રક્રિયાથી ગુજરાતના બાળકો પણ શીખે છે.
.આ માટે એક કોર ટીમ પણ છે.હું ગુજરાતના આ અભિનવ અભિગમની કોર ટીમમાં જોડાયો છું.પ્રજ્ઞા અભિગમમાં મેં પર્યાવરણ વિષયના એક થી ચાર ધોરણ માટે કામ કર્યું છે.આવા અનેક કાર્યક્રમો સાથે ચાલતો એસ.એસ.એ. નો આ એક વિભાગ ગુજરાત માટે એક અનોખું કાર્ય કરે છે.શ્રી દિનેશભાઈ દેસાઈ આ ક્વોલિટી સેલના કન્વીનર છે.શ્રી પ્રકાશ સુથાર અને શ્રી પીયુશભાઇ સુથાર આ સેલમાં કામ કરે છે.કોર ટીમમાં ગુજરાતના નીવડેલા અને ઇનોવેટર્સ છે.દરેક સભ્યનો પરિચય એક લેખની જાગ્ય રાખે.આપ પણ આવા ઉમદા ગ્રુપમાં જોડાઈ શકો છો.આપના સૂચનો પણ આપ મોકલી શકો છો.આપ પણ સૌની સાથે જોડાઈ શકો છો.qecell@gmail.com
Comments