TIMES OF INDIA

ગમતી નિશાળ.અમને ગમી તે રીતે સંચાલન કર્યું.ખૂબ જ સરસ પરિણામ મળ્યું.રખેવાળ દૈનિક પત્રમાં અમારી ગમતી નિશાળ વિષે છપાયું.પહેલાં બનાસકાંઠા ના લોકો આ શાળા જોવા આવતા હતા.ત્યારબાદ દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચારમાં છપાયું.બધાંને થાય કે એવી તો કેવી નિશાળ હોય કે છોકરાં ને ગમે???

અનેક લોકો આ શાળા જોવા આવ્યાં...

મહારાષ્ટ્રથી શાકાલ દૈનિક પત્રના મિત્રોએ પણ મુલાકાત લીધી.TIMES OF INDIA ના બે મિત્રોએ મુલાકાત લીધી.TIMES OF INDIAમા મારી શાળા બે વખત પહેલાં પાને ચમકી.મને આવડે નહિ તોય સૌ સાથે અંગ્રેજીમાં વાત કરી.મને ખબર ન પડે પણ અંગ્રેજીમાં પૂછનાર સમજી જતા હતા.પછીતો વાતે વાતે વધ્યું.આજે આ બધા લેખોની લીંક મને કોઈએ શોધી આપી છે.

આ લીંક વિજયસિંહ પરમારની છે.તેઓ TIMES OF INDIA માં રાજકોટ ખાતે છે.


બીજી લીંક પ્રમોદ પવારની  છે.તેઓ ગુજરાત TIMES OF INDIA ફોટો ગ્રાફર છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી