આજથી તેર વર્ષ પહેલાં....


રખેવાળ દૈનિકમાં હું કાર્ટૂન   બનાવતો હતો.તંત્રી તરીકે સ્વ.અમૃતલાલ શેઠ હતા.તે મને કહે છોકરા તું લખ.કશુક નવું લખ.અને મેં અહીંથી લખવાની શરૂઆત કરી.

સતત દસ વર્ષ સુધી લખ્યું. આ ઉપરાંત દૈનિક ભાસ્કર,ગુજરાત સમાચાર અને સંદેશમાં ક્યારેક લખ્યું.આ ઉપરાંત  અનેક મુખપત્રોમાં લખ્યું.
આગવા અનોખામાં પ્રતિભાવંત બાળકો વિશે લખ્યું.આવા બોતેર બાળકો વિશે લખ્યું.આ પૈકી સત્તાવીસ બાળકોની દૂરદર્શનમાં શૈક્ષણિક કાર્યક્રમની શ્રેણી તૈયાર થઇ.મને ગમ્યું.વાચકો દર્શકોએ વખાણ્યું.ચાલો રમકડું બનાવીએ લખ્યું.નકામી વસ્તુઓથી કામનું બનાવ્યું. અનેક વખત વિશેષાંકમાં લખ્યું.ગુજરાત સરકાર પચાસ વર્ષની ઉજવણી કરતી હતી તેના અનેક અંકો લખ્યા.આ ઉજવણીના ભાગરૂપે બાળસાહિત્યનું સંપાદન કરવાની જવાબદારી નિભાવી.દરેક ધોરણમાં એક પુસ્તક ના લેખક તરીકે ગૌરવ મળ્યું.હવે ફરીથી નિયમિત લખવાનું વિચારું છું.શું લખવું તે નક્કી નથી.હા મારા બ્લોગના ટાઇટલ  થી જ લખવું છે.જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખી નેશનલ રેકોર્ડ કર્યો.
ગીત તરંગ ભાગ એક અને બે.આ ઉપરાંત સમજણની વાર્તા...વાર્તા રે વાર્તા...દાદાનો ડંગોરો...ચાલો રમકડાં બનાવીએ...ગબુના ગોટાળા...ગણિતનો જાદુગર.આ બધા જ પુસ્તકો ...આ બધું જ જોડાક્ષર વગર.હવે જોડાક્ષર  સાથે લખવું છે. હવે કશુક નવું વિચારું છું.આપનો પ્રતિભાવ પણ જણાવશો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી