ગુજરાતમાં ગુરૂજીઓ...


આવું જ એક નામ રમણલાલ સોની.સાબરકાંઠા જિલ્લામાં મોડાસાના એક નાના ગામડામાં રહે છે.ગુજરાતમાં ગુજરાતીની એકડી ખોટી બોલાય છે.પ્રકાશ સુથાર.એવો સુથાર કે જેણે પ્રયોગ શાળાના સાધનો નાકામા લગતા કે વેસ્ટ સાધનમાંથી બનાવ્યા.અનેક નાની શાળાઓને ખૂબ મોટો ફાયદો થયો.

થોડા દિવસ પહેલાં મારા એક મિત્રનો sms હતો.તેમાં લખ્યું હતું.મને યાદ આવ્યું અને અહીં લખું છું.બારમાં ધોરણની પરીક્ષામા સચિન તેન્દુલકર નાપાસ થયો છે.હાલ મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધ્વારા પાઠ્યપુસ્તકમાં સચિન તેન્દુલકરનો પાઠ છે.મનજીભાઈ પ્રજાપતિ નામના એક શિક્ષક.ગામડાનો જીવ.વૈજ્ઞાનિક રમકડાં બનાવ્યા.આખી દુનિયામાં તેમના આવા વૈજ્ઞાનિક રમતો અને તેવાં રમકડાંની નોધ લેવાઈ.આ મનજીભાઈ આજે હયાત છે.
આવું જ એક નામ રમણલાલ સોની.સાબરકાંઠા જિલ્લામાં મોડાસાના એક નાના ગામડામાં રહે છે.ગુજરાતમાં ગુજરાતીની એકડી ખોટી બોલાય છે. સાચી રીત આપી.તેમના પરિચિત માણસોમાં એક હું પણ છું.મસ્તરામ નામે ઓળખાતા રામાંનલાલ સોની ખૂબ સારા લેખક છે.
જયેશભાઈ પટેલ નામના એક શિક્ષક્ અને મારા સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પુસ્તકના તે લેખક છે.તે શિક્ષક તરીકે નોકરી કરતા હતા.આ ગામમાં મહિલા સરપંચ.આ મહિલા હરિજન સમાજની હતી.જયેશભાઈને આ મહિલા સરપંચના હાથે ધ્વજ વંદન કરાવતા પડેલ મુશ્કેલી અને તેના રસ્તાઓ બદલ ઇનોવેટિવ ટીચર્સ તરીકે આઈ.આઈ.એમ.અમદાવાદ ધ્વરા બહુમાન કરવામાં આવ્યું હતું.જયા છોકરી ભણવા દાખલ થતી ન હતી તે ગામમાં ભણતી છોકારીઓં કબ્બડીમાં નેશનલ ચેમ્પિયન થઇ.એકાદ વખત નાહી વારંવાર આ શાળા રાજ્યમાં અને દેશમાં ઝલકી હતી.આ શાળાનું નામ ભેસાણા.આ શાળાનો પણ એક ઇતિહાસ છે.આ શાળામાં નોકરી કરનાર શિક્ષકો પૈકી પાંચ શિક્ષકો હાલ ગુજરાત રાજ્યના પુસ્તકોના લેખકો છે.જયેશભાઈ પટેલ,ભદ્રસિંહ રાઠોડ,પરિમલ પટેલ અને પ્રવીણ પટેલ.આ બધાજ ગુરુજીઓને હું ઓળખું છું.
અમરેલી ના ધારીના એક શિક્ષક્ આયુર્વેદનું ખૂબ સારું જ્ઞાન ધરાવે છે.પ્રકાશભાઈ શર્મા અનોખી રીતે તેમનું જીવન જીવે છે.પાર્થેશ પંડ્યા અને બીન્દુબા ઝાલા.એક રમતો અને ફરતો પરિવાર.સતત શિક્ષણ માટે કામ કરનાર આ બે જીવને પણ મળવા જેવું છે.
અમે ગોળ ગોળ ગોળ ગોળ ગુમીયે ગીત ગવડાવનાર યાહ્યા સપાટવાલા.આપણે તેમની સાથે હોઇએતો આપણને મજા પડે.પોતે દેખી શકતા ના હોવા છતાં ફ્રેંચકટ દાઢી જાતે જ કરનાર યાહ્યાજીને હું સાહેબ કહીને બોલવું તો મારાપર ચિડાય.હું તેમણે ગુરુજી કહું છું.એક નાનકડી શાળાને વૈશ્વિક રીતે નેટના માધ્યમથી ઓળખ અપાવનાર રાકેશ પટેલ.નાવાનદીસરનો આ છોકરાં સાથે સતત રમતો શિક્ષક પોતાની અલગ અને અનોખી શાળા ધરાવે છે.મેં આ શાળા જોઈ છે.કોઈ કહી ના શકે કે આ સરકારી શાળા છે.પ્રકાશ સુથાર.એવો સુથાર કે જેણે પ્રયોગ શાળાના સાધનો નાકામા લગતા કે વેસ્ટ સાધનમાંથી બનાવ્યા.અનેક નાની શાળાઓને ખૂબ મોટો ફાયદો થયો.
ધર્મેશ રામાનુજ,હરજીભાઈ પ્રજાપતિ,કેતન વ્યાસ અને અનેક આવા મિત્રો સાથે આપણે મળીશું.તેમના કાર્યોને તેમની નજીકથી જોઈશું.થોડા સમયમાં આ ગુજરાતના ગૌરવ જેવા ગુરૂજીઓને મળીશું.(24/11/11)



Comments

Usha Patel said…
like to read this information all about "Gurujis of Gujarat." Thanks Bhaveshbhai.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી