દિવાળી આગમન વખતે આદિવાસી સંસ્કૃતિ

દિવાળીનો તહેવાર આવે.સૌને ગમે.અનેક સારા અરમાન સાથે સૌ તેને આવકારે.આસપાસ બધે ચેતના પ્રગટે.વર્ષનો થાક,દુ:,શોક સૌ ભૂલી જાય.સૌ નવી તાજગી સાથે દિવાળી વધાવે છે.આ દેશ વિવિધતા ધરાવે છે.ધર્મ,ભાષા,જાતિ,લિંગ કે આર્થિક ભેદભાવ નથી.હા તેમાં સરખાપણું પણ નથી.ગુજરાતનો ખાસો વિસ્તાર આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.બનાસકાંઠા.પંચમહાલ, ડાંગ દાહોદ,અને આહવામાં આ અનોખી સંસ્કૃતિ જોવા મળે છે.


હમણાં થોડા સમય માટે દાહોદ જવાનું થયું.અમારા લીડર તરીકે રાકેશભાઈ પટેલ હતા.આ વિસ્તારથી ખૂબ જ સારી રીતે તે પરિચય ધરાવે છે.અહીં એક ગરબાડા તાલુકો આવેલો છે.આ વિસ્તાર આદિવાસી વડપણ ધરાવે છે.અહીં દરેક તહેવારો પોતાની આગવી પરંપરા ધરાવે છે.દરેક તહેવાર વિશેષ રીતે ઉજવાય છે.આ વિસ્તારમાં પશુધન માટે પણ મોટે પાયે ખરીદી કરવામાં આવે છે.માણસની જેમ જ અહીં પશુઓને પણ મહત્વ આપવામાં આવે છે.પશુઓ માટે ઘુઘરા,મોરીગાં,કલર,ફુંદાની ખરીદી કરવામાં આવે છે.આ શણગારથી પશુઓને શણગારવામાં આવે છે.દિવાળીના દિવસે નૈવેધની વિધિ કરવામાં આવે છે.
અહીં ઝાંપાની વિધિ કરવામાં આવે છે.આ વિધિ બે પ્રકારની છે.એક પ્રકારની વિધિમાં આખા ગામના લોકો એકઠા થાય છે.આખીરાત સૌ ગામને ઝાંપે ભજન કરે છે.કુકડા,મારગાં અને બકરાની બલિ આપવામાં આવે છે.આ સમયે દારૂ પણ પીવામાં આવે છે.આ વિધિને ગાયણીયો ઝાપો કહેવાય છે.
આજ રીતે ઝાંપાની બીજી પણ વિધિ છે.આ સ વિધિ છે.આ વિધિમાં ભોગ ચડાવવામાં આવતો નથી.દારૂ પણ પીવામાં આવતો નથીં.અહીં શ્રીફળ અને મીઠાઈનો જ ઉપયોગ થાય છે.આ સાદો ઝાંપો કહેવાય છે.સાદો ઝાંપો પશુધન નીરોગી રહે તે માટે કરવામાં આવે છે.મેલી વિદ્યાની અસર ના થાય તે માટે પણ આ સદા ઝાંપાનું મહત્વ છે.આ ચાર દિવસો દરમિયાન આ વિસ્તારના લોકો તેમના પશુને આરામ આપે છે.

(૨૫ ઓક્ટોબર ૨૦૧૧)


Comments

Usha Patel said…
liked to read nice information..Thanks

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી