અણસમજુ કાગડા
એક કાગડો.તેનું નામ કલવો.આખો દિવસ ફરે.આખા ગામમાં
ફરે. ગામમાંથી ખાવાનું લઈ આવે. ગમેતેના ઘરમાં જાય.લાગ મળે એટલે કાગડો
ખાવાનું લઇ કાગળો પાછો આવી જાય.ખાવાનું લઈને તે નદીએ જાય.નદીને કિનારે એક ઝાડ.અહીં
ડાળ ઉપર બેસીને કલવો ખાય.કોઈના ઘરેથી લાવેલું ખાવાનું ડાળ ઉપર બેસી ખાય.
નદીમાં એક બગલો રહે.કલવો રોજ તેને જુએ.તે બગલાને
માછલાં પકડતાં જુએ. કાગડો બેઠો હોય.બગલો તેને પણ જુએ.આમ બંનેની થોડા દિવસોમાં ભાઈબંધ થઇ ગઈ. બગલો નદીમાંથી
માછલી પકડે.કેટલીક વખત કલવાને માછલી આપે. કલવો નાની નાની માછલી ખાય.કલબો રાજી થાય.આ
જોઈ બગલો હરખાય.
બગલો દરરોજ ઊંચે ઊડે. ઉડતાં ઉડતાં તે પાણીમાં જુએ. ઉડતાં ઉડતાં
તે સરરર કરતો નીચે આવે.પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખે.બગલો પલકવારમાં માછલું પકડી
પાડે. બગલો આવું કરે. કલવો રોજ આ જુએ.બગલાને તો મોટી
પાંખ. લાંબી
ચાંચ સાથે બગલમાં જોર પણ ઘણું.બગલો આ કામ કરે.એકદમ આવી માછલું પકડે.બગલાને આ કામ
કરવામાં સરળતા રહે.
એક દિવસની વાત છે.કાગડો બેઠો હતો.બગલો ઉડતો
હતો.એકદમ નીચે આવી માછલાં પકડતો હતો.કાગડો આ બધું જોતો હતો.કાગડો વિચારતો હતો.‘ હું બગલાની
જેમ માછલાં પકડું.આમ કરવાથી મારે આખા ગામમાં ફરવાનું બંધ થઇ જાય. ગામમાં ભટકીને
ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું.મારે માછલી ખાવા માટે અને બગલાની ગરજ મટે.’
આવું વિચારી કાગડો ઉડવાની તૈયારી કરવા લાગી ગયો.તે
ઉડતો ઉડતો આકાશમાં ગયો.તેણે આકાશમાંથી પાણીમાં નજર કરી.નીચે છીછરું પાણી હતું.પાણી
છીછરું હોઈ તેમાં કાદવ થઇ ગયો હતો. અહીં પાણીમાં થોડાં માછલાં દેખાયાં.કલવા એ આ
જોયું. તેણે બગલાની માફક ઉડતાં ઉડતાં પગ ઉંચા કરી લીધા. કલવા કાગડાએ હતું એટલું
જોર ભેગું કરી લીધું.
ક્લવો સીધો બગલાની માફક છીછરા પાણી તરફ સડસડાટ નીચે
આવતો હતો. આ છીછરા પાણી અને તેમાંના કાદવમાં માં પડતાં વેંત કલવા કાગડાની ચાંચ
ફસાઈ ગઈ.કાગડાની ચાંચ કાદવમાં ફસાઈ ગઈ.કલવાની આંખ અને મોઢામાં કાદવ પેસી ગયો.અરે
આખો કલવો કાદવમાં ફસાઈ ગયો.તેની પૂંછડી કાદવના પાણી બહાર રહી ગઈ.કલવો ઊંધા માથે
કાદવમાં ફસાઈ ગયો હતો. હવે તો કલાવાને સમજાઈ ગયું કે તે હવે ફસાઈ ગયો છે. કાગડો
પૂરેપૂરો ફસાઈ ગયો.કાગડો હવે તરફડતો હતો.બગલો આસપાસ હતો.તે ધીરે ધીરે નદી કિનારે
આવી ગયો.તેણે કલવાને ફસાએલો જોયો.આ તરફ કાગડાથી હવે વધારે કાદવમાં રહેવાય એમ ન
હતું. બગલાએ આ
જોયું,તે કાગડાની નજીક આવી ગયો.કાગડાને પૂંછડીથી પકડી
બગલાએ બહાર કાઢી લીધો.કાગડાના જીવમાં જાણે જીવ આવી ગયો.કાગડો બચી ગયો.કલવો કાગડો
શરમાઈ ગયો.
બગલો પણ મનોમન હસતો હતો.કાગડો બહાર આવી ગયો.બગલો
સામે ઊભો હતો. બગલો ઉભો ઉભો હસતો
હતો.કાગડો આ જોઈ શરમાઈ ગયો.તેણે સમજાઈ ગયું કે કોઈની સીધી નકલ કરવાથી ફજેતી થાય
અને મરી પણ જવાય છે.
Comments