સૌની સાથે...



          નાણું ગામ.

          આ ગામનું નામ રાજનગર.

         અહીં એક ખેડૂત રહે.ખેડૂતને પાંચ દિકરા.

      બધાં જ બળવાન.ખેડૂતના બધા જ દિકરા મહેનતુ.આ બધા જ દીકરા એક બીજા સાથે લડવા જગાડવાનું કામ કરે.તેઓ સગા ભાઈ હોવા છતાં એક બીજા સાથે અંદરોઅંદર ઝઘડતા હતા.ખેડૂતને મનમાં થતું. મારા દિકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એ જ મારી ચિંતા છે. આ માટે હું શું કરું એવું સતત તે વિચારતો હતો. . ખેડૂત સમજુ હતો.તે તેના દિકરાઓને સંપીને રહેવા માટે ખૂબ જ સમજાવતો હતો.ખેડૂતની સલાહ દિકરા માનતા ન  હતાં.દિકરાઓ ઉપર આ વાતની કોઈ અસર થતી ન  હતી. ખેડૂત આ કારણે કાયમ માટે ચિંતામાં રહેતો હતો. 

ખેડૂત દરરોજ વિચાર કરતો.તેના છોકરા સંપીને રહે,આ માટે શું કરું?આ વાત ખેડૂત કાયમ માટે વિચારતો હતો.એક દિવસની વાત છે.આજે ખેડૂતને તેનો ઉકેલ મળી ગયો હતો. તેને થોડીક તૈયારી કરી લીધી.તેણે પાંચેય દિકરાને પોતાની પાસે બોલાવી લીધા.બધાં જ દિકરા ખેડૂતની પાસે આવીને બેસી ગયા.ખેડૂતની સામે લાકડીઓનો એક ભરો પડેલો હતો.ખેડૂતે બધાં જ દિકરાઓ સામે જોઈને કહે જુઓ, ભારીમાંથી એક પણ લાકડી ઓછી કરવાની નહિ.હવે આ લાકડીઓની ભારી કોણ તોડી શકશે?બધાં જ દિકરા ખેડૂતની વાત સંભાળતા હતા.બધાને આ વાત સાંભળી નવાઈ લાગતી હતી.સૌથી નાનો દિકરો બધાની સામે જોતો ઊભો હતો.કોઈને વાત સમજી શકાતી ન હતી.

       ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેક દીકરાએ ભારીને તોડવા મથામણ કરી.પાંચ દિકરા પૈકી એકપણ દિકરો ભારી તોડવામાં સફળ ન થયો.બધાં જ દીકરાઓ ભારી તોડવામાં સફળ ન થયાં.

 આટલું થઇ ગયા પછી ખેડૂત કહે: આ લાકડીની ભારી છોડી નાખો.દીકરાઓએ ખેડૂતની સૂચના મુજબ લાકડીઓની ભારી ખોલી નાખી.ભારી ખૂલી ગયા પછી ખેડૂત કહે: હવે આ એક લાકડી લો અને તેને તોડી નાખો.દરેક દીકરાઓએ એક એક લાકડી હાથમાં લીધી.દરેક દીકરાએ આ એક એક લાકડી તોડી બતાવી.આ જોઈ દીકરાઓ એક બીજાની સામે જોતાં હતા.ખેડૂત મનોમન હસતો હતો.આ જોઈ સૌથી મોટો દિકરો કહે: બાપુજી શું થયું?આપ શું કરો છો?કેમ હસો છો?’ખેડૂત કહે: ‘એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ.તે એકલી હતી.મજબૂત ન હતી. પણ એ જ લાકડીઓ એક સાથે હોય.એજ લાકડીઓ ભારીમાં હોય.તો આ વખતે તે મજબૂત હોય છે.તેને કોઈ તોડી શકતું નથી.

      આ જોઈ દીકરાઓ એક બીજાની સામે જોતાં હતા.ખેડૂત મનોમન હસતો હતો.આ જોઈ સૌથી મોટો દિકરો કહે: બાપુજી શું થયું?આપ શું કરો છો?કેમ હસો છો?’ખેડૂત કહે: ‘એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ.તે એકલી હતી.મજબૂત ન હતી. પણ એ જ લાકડીઓ એક સાથે હોય.એજ લાકડીઓ ભારીમાં હોય.તો આ વખતે તે મજબૂત હોય છે.તેને કોઈ તોડી શકતું નથી.

દીકરાઓ ખેડૂતની સામે જોઈ ઊભા હતા.કોઈ ને કશું સમજાતું ન હતું. બચોત દીકરાના ખભે હાથ રાખી ખેડૂત કહે: પાંચેય જણ સંપથી રહેશો તો...મજબૂત બનશો. લડી ઝઘડીને અલગ રહેશો તો કમજોર બનશો.ખેડૂત આટલું બોલી ઘરની બહાર નીકળી ગયો.બધાં જ દીકરાઓ એક સાથે બહાર આવી તેમની પાસે ગયાં.સૌએ તેમને નમન કરી હવે આજ પછી સંપીને રહેવાનું ખેડૂત ને વચન આપી સૌ છૂટા પડ્યા. ખેડૂત અને તેના દીકરા હવે સંપીને કામ કરતાં હતાં.આ કારણે ખેડૂતની આવક વધી અને સૌ સાથે સુખ અને સંપથી રહેતા હતા.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી