શારદાબેન પટેલ



શારદાબેન પટેલ



નમસ્કાર મિત્રો.


એવા માણસો આપણી આસપાસ છે, જેમને આપણે ઓળખતા હોયીએ છીએ ,જેને આપણે જાણતા હોયીએ છીએ. પણ, આપણે નજીકથી પરિચીય હોતા નથી. 

छोडके बंधन बांधे पायल...


જેણે દુનિયાના બંધન છોડી દીધા છે,  જેણે દુનિયાના તમામ બંધન છોડી દીધાં છે. એવી વ્યક્તિની આજે વાત કરવી છે. એ વ્યક્તિને આપ માનીલો કે એમનું નામ શારદાબેન પટેલ. તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જીલ્લાનું નામ પણ કરછ અને કરછ જીલ્લાની આ ઘટના. વાત છે મિત્રો 26,મી જાન્યુવારી 2001 ની, હાહાકાર મચી ગયો છે.જ્યાં જોવો ત્યાં મોત.જ્યાં જોવો ત્યા. લોકો રડતા.  શું કરી શકાય? કોણ એનો રસ્તો કરી શકે? આખુ અર્થતંત્ર, આખું વ્યવસ્થા તંત્રા ,આખું જીવન તંત્ર, આખું જીવન શૈલી. વિચારશૈલી બદલીયેલી છે. જે જગ્યાએ શિક્ષકને સન્માન આપવામાં આવતું હતું ,એ જગ્યાએ આજે શિક્ષકને માત્રને માત્ર સરકારી પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે  એવી પરીસ્તિથી. અરે મિત્રો... છપ્પનિયા દુકાળને ભુલાવે એવી પરિસ્થિતિ. માણસોએ ૧૦-૧૦ દિવસથી ખાધુ નથી,પાણી પીધુ નથી.  નાવા - ધોવાની તો વાત ક્યાં કરવી.  થયું જાણે એવું કે ભૂકંપ આવ્યા પછી દેશ-વિદેશથી સયાહ આવવી શરુ થઈ. સહાય મોકલ નાર કોણ છે? વિર્દેશી છે.બીજા જીલ્લાના છે. બીજા રાજ્યના છે. બીજા પ્રદેશના છે. બીજા વિસ્તારના છે. અનેક સંસ્થાઓ છે. પણ શોધે કોને.? કોને આપવું? જે જાય તે  પ્રાથમિક શાળામાં જાય. પોતાની ચિંતા કર્યા વગર બાળકો માટે સતત ચિંતા કરનારા શિક્ષિકાબેન  માટે શું વિચારી શકાય.વાધાયની બાજુમાં કરછના વાધાય.વાધાયની બાજુમાં આવેલા ગામની વાત કરું છુ. એ સમય માનનીય એ.ડી ચૌહાણ જેવો અત્યારે બનાસકાઠા થીલ્લાના કાંકરેજ તાલુકાના પ્રાત અધિકારી તરીકે,  પ્રાત કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. એમને આ દીકરી ને પૂછ્યું કે, બેટા તમારે કોઈ તકલીફ છે .તમારી કોઈ જરૂરિયાત છે તારે દીકરી. ઉભા ઉભા રડવા લાગી. એ હા પણ નથી બોલી શકતી, એ ના પણ નથી બોલી શકતી. એ શું જવાબ આપે.એ રડતી જાય છે ને બોલતો જાય છે કે,  "સાહેબ આજે ખાધા પીધા વગરનો મારો ચોથો  દિવસ છે. ગામમાં જે સુવિધા આપવા આવે છે એ સુવિધા તો મને આપે છે પણ એમાંથી હું કશુજ લઈ શકતી નથી કારણ કે, હું સરકારી કર્મચારી છું સાહેબ. આપના સિવાય આજ શુધી મને  કોઈએ મને પૂછ્યું પણ નથી કે મારે શું જરૂર છે." સારદા બેન રડતા જાય છે , સારદા બેન બોલતા જાય છે.  એ.ડી.ચૌહાણ એમની સાથેની શક્તિ વર્ધક પીડુ એમને આપે છે. પણ એ પીડુ પીતા-પિતા જ સારદાબેન એકદમ ચક્કર ખાઈને પડી જાય છે અને બેહોશ થાય છે. શું થયું હશે સારદાબેનને? સરદાબેનની નાડી ચકાસ્થા ખબર પડી કે એ જીવે છે પણ બેહોશ છે. 

તુમ્હે હમ ક્યાં સમજતે હે, ક્યાં પતા તુમ્હે,

ખુદા કા ડર ના હોતા, તો ખુદા કેહતે તુમે. 


બાળકો પણ ચિંતિત છે. આસ-પાસ હુભા છે. એ શાળાના જીવતા રહેલા માત્ર ૧૩ બાળકો. શું થયું હશે બેનને? શું થયું હશે સરદાબેનને?  શું થયું હશે આપડા ટીચરને? ત્યાથી ફોન કરીને એમને સંપર્ક કરીને નજીકના શહેરમાં લઈ જવામાં આવે છે. ત્યાની હોસ્પિટલ માં સારવાર દરમિયાન તેઓએ છેલા ચાર દિવસથી ન ખાવાથી શરીરમાં અશક્તિ હોવાથી, તેમના પેટમાં રહેલા ગર્ભ ત્રણ થી ચાર મહિનાના ગર્ભને પણ નુકશાન થાય છે અને આ સારદાબેન પટેલ જે હમણા જ પરણિત છે. જેમનુ લગ્ન જ ૨૦૦૧ના વર્ષમાં થયું છે અને લગ્ન કરીને એ સીધા નોકરી આવ્યા છે. શારદાબેનના જીવનનુ ભવિષ્ય ચૂંથાઈ ગયુ. શારદાબેન તો બેહોશ હતા. એમને તો ખબર પણ નોહતી. ખબર હતી માત્ર ડોક્ટરને અને આસ-પાસ હુભેલા વ્યક્તિઓને. જયારે એ ભાનમા આવ્યા ત્યારે એમને બે નંબર આપ્યા. એક એમના પિયરનો અને એક એમના પતિના ઘરનો એમના સસરાના ઘરનો. શ્રોતા મિત્રો જયારે ફોન એમના પિતાના ઘરે કરવામાં આવ્યો ત્યારેને  પિતાએ પૂછ્યું  કે, "દીકરીને કેમ છે? મારી દીકરીને તો કોઈ તકલીફ નથીને? અત્યારે તો એ જાગતી છેને? જીવતી છે? સજીવ છે ને? અત્યારે એ બેહોસ નથી ને? અત્યારે તો એને તકલીફ નથી ન?" પિતા રડતા જાય છે અન પૂછતા જાય છે. બાજુમાં ઉભેલા ફોન ઉપર સંભળાય છે. એમના માતા પણ દીકરીથી ચિંતિત થાય છે. દીકરીના માટે તેઓ સતત ચિતા કરતા જાય છે. અને બન્ને માણસો ત્યાંથી તરત નીકળવવા માટે જે-તે શહેરે પહોચવા માટેની તૈયારી કરવા માટેની તલ-પાપડ બને છે પણ આવો જ બીજો ફોન એમના સસરાને ત્યા કરવામાં આવે છે. તોડ કે બંધન બાધે પાયલ. ફોન ઉપાડ્યો એના પતિએ. એમને સમાચાર આપ્યા કે તમારા દીકરી તમારા પત્ની જે બીમાર છે તે અત્યારે હોસ્પિટલમાં છે તેમને ત્યાસુધી  સમાચાર સાંભળ્યા પણ જયારે એમને કેવામાં આવ્યું કે એમના પેટમાં જે ત્રણ થી ચાર મહિનાનો ગર્ભ હતો. એ ગર્ભ બેનનું લગ્ન 1999 ના અંતના મહિનામાં થયું ને 2001 ની હું વાત કરી રહ્યો છુ. પેલા મહિનાની વાત કરી રહ્યો છુ. એ ગર્ભને હવે નુકશાનછે. અને એ બાળક નથી ત્યારે ત્યાંથી એવો ખાતરનાક જવાબ મળે છે. સારદાબેન પટેલને  ઉચારીને ગાળ બોલવામાં આવે છે. અને કહેવાય છે કે એને કેહજો  અમારું હતું એ તો તે મારી નાખ્યું. તું જેમ મરેલા માટે ત્યા રોકાઈ હતી. એમના માટે જીવ જે..



             દર્શક મિત્રો ભૂકંપમાં જે મારી ગયા હતા. ભૂકંપમાં જેને નુકશાન થયું હતું. અને એક સરકારી કર્મચારી હોવાના લીધે તેઓ ત્યાંથી નીકળી નોહતા શક્યા. એમની પણ તબિયત ખરાબ હતી. સારદાબેન પટેલ અત્યારે પણ હયાત છે. સારદાબેન પટેલ અત્યારે પણ જીવિત છે. સારદાબેન પટેલ બનાસકાંઠા જીલ્લા સાથે પણ સીધી રીતી સંકળાયેલા છે. આપડે એમની સીધી ઓળખાણ આપવાનું તળિયે છીએ. પણ આ સરદાબેન પટેલ આજે સમગ્ર કચ્છ જીલ્લામા સમગ્ર ગુજરાત રાજ્યમા એક અદના શિક્ષિકા તરીકે જાણીતા થયા છે. જેમણે પોતાનું જીવન માત્રને માત્ર 'લાવો તુમ્હારે બચ્ચે ઇન્સાન બના દેગે, લોગ પુજેગે એસે મહાન બના દેગે.' એક માત્ર આવી શ્રધા સાથે સરદાબેન પટેલ જે એમનું કાલ્પનિક નામ છે. જીવી રહ્યા છે. સરદાબેન પટેલનું સાચું નામ ન આપવાનું કારણ , અત્યારે તેઓની સ્થાઈ થઈલી જીંદગીને આપડે વ્યવસ્થિત રીતે અસ્થિર કરનાર કોઈ વ્યક્તિ એમને ન મળી શકે. 

   શ્રોતા મિત્રો ફરીથી કોઈ નવી વાર્તા સાથે મળીશું 90.4FM એટલે આપનું રેડીઓ, આપણો અવાજ, રેડીઓ પાલનપુર સાથે. 



   Radio palanpur 90.4FM 

    Tuesday : 08:45 PM
    Friday  : 08:15 PM
    saturday: 08:45 PM
    sunday  : 10:00 AM


આ વાર્તા સાંભળવા માટે ક્લિક કરો :-

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર