ઉંદર અને સુઈ...
ચીન દેશની આ વાત છે.આખી દુનિયામાં સૌથી વધારે વસતી ચીનમાં આવેલી છે. સૌથી વધારે વસતી ધરાવનાર દેશની આ વાત છે.આ ચીનમાં ઍક શહેર આવેલુ છે. આ શહેરનું નામ હાનચુંગ. અહિ ઍક પરિવાર રહે. આ પરિવારને સૌ હોલમીન પરિવાર તરીકે ઓળખતા હતાં. આખા શહેરમાં અને દેશમાં સૌથી વધારે ધન આ પરિવાર પાસે હતું. આ પરિવારના અનેક જાતના ધંધા રોજગાર ચાલતા હતાં. સૌનો સમય સારો પસાર થતો હતો. અખૂટ ધન હોવાને લીધે આ પરિવાર ને કોઈ જ તકલીફ પડતી ન હતી. કાયમી એશ અને આરામ માં હોલમીન પરિવારના સૌ જીવન પસાર કરતાં હતાં.
એક દિવસની વાત છે. ધંધામાં કોઈ એવી
અડચણ આવી કે ચીનનો આ હોલમીન પરિવાર કંગાળ થઈ ગયો. એમની પાસે હવે એકેય ધંધો એવો ન
હતો કે એમનું ગુજરાન ચાલી શકે. આ તરફ હવે તેમની પાસે ધન કે મિલકત ને નામે ચાંદીના
કુંડળ જ હતાં. હોલમીન પરિવારના કેટલાંક
લોકો આ ચાંદીના કુંડળ વેચીને ફરી ધંધો કરવાની આશા
રાખતાં હતાં. આ સમયે ઘરનાં જ કેટલાંક લોકોએ આ ચાંદીના કુંડળ ન વેચવા ને પરિવારની
અંતિમ નિશાની સાચવી રાખવાનો મત ધરાવતાં હતાં. આ પરિવારમાં સુઈ નામની ઍક છોકરી હતી.
તેને આ કુંડળ ગમતાં હતાં. તેણે આ કુંડળ વેચવાની ના પાડી. ઘરમાં સૌ સુઈની વાત સાથે
સહમત થયાં. ઘરકામમાં મદદ કરવા અને જીવન જીવવા માટે ઘરનાં સૌ સભ્યોએ સીલાઇનું કામ
કરવાની શરૂઆત કરી.
થોડો
સમય આમ જ પસાર થયો. થોડા દિવસ આમ જ ચાલતું હતું. ઍક દીવસ એવું થયું કે સુઇનાં
માતા- પીતાનું અવસાન થયું. માતા પિતાના અવસાન પછી સુઈ એકલી પડી ગઇ. હવે સુઈની આગળ
પાછળ કોઈ ન હતું. હવે સુઈ તેનાં કાકાના ઘરે રહેવા ગઇ હતી. સુઇનાં કાકાના ઘરે તેનાં
કાકા-કાકી અને તેમની ઍક દિકરી રહેતાં હતાં. સુઈ તેનાં કાકાના ઘરે રહેવા ગઇ તોય એની
જોડે ચાંદીના કુંડળ હતાં. ઍક દિવસની વાત છે. સુઈનાં કાકાની દિકરી એ સુઈ જોડે
ચાંદીના કુંડળની માંગણી કરી. આ કુંડળ આપવાની સુઈ એ ના પાડી. આ કુંડળ આપવાની ના
સંભાળી સુઈની કાકાની દીકરી સુઈ ને કહે: ' પોતાની જોડે ઘર કે માતા પીતા નથી, તોય આ રાજકુમારી તેનાં કુંડળ મને
આપવાનીના પાળે છે.’
સુખ ને દુઃખ સાથે સુઈનું જીવન પસાર થતું હતુ. ઍક દિવસ સુઈ અને તેની બહેન બગીચામાં રમતાં હતાં. અહિ ઝાડ નીચે સુઈએ સફેદ ઉંદર જોયો. આ ઉંદરને પગમાં ઇજા થઈ હતી. સુઇનાં કાકાની દીકરી એ આ સફેદ ઉંદરની દરકાર ન લીધી. એને પગમાં વાગેલું હતું એ જોઇ સુઈ ને એની દયા આવી. સુઈ એ બગીચામાં બેઠા બેઠા થાય એટલી આ સફેદ ઉંદરની સારવાર કરી.સાંજનો સમય થયો.
સુઈ એની બેન ને કહે: ' આ સફેદ ઉંદર ને આપણે ઘરે લઇ જઇએ.' આ સંભાળી તેની બહેન કહે: ' તુ તો મારા ઘરમાં રહે છે ને પાછી આ ઉંદર ને ઘરમાં ગાલવો છે!?' બિચારી સુઈ શું કરે...! એનું મન માનતું ન હતુ કે આ ઇજા પામેલ ઉંદર ને એ બગીચામાં છોડી ને જતી રહે. બસ, આ જ કારણે તેં ખાનગીમાં આ ઉંદર ને એનાં ખીસામાં ઘરે લેતી આવી.
સુઈ ઉંદર લાવી હતી એ વાતની કોઈ ને ખબર ન હતી. સુઈએ ધાતુના ઍક ડબામાં મખમલનાં કાપડનો ટુકડો મુકી આ સફેદ ઉંદર માટે આરામ દાયક રહેવાની જગા બનાવી હતી. સુઈ તેની સારવાર કરવામાં પણ ખાસ કાળજી રાખતી હતી. થોડા જ દિવસોમાં આ ઉંદર ને પગમાં રાહત થઈ ગઇ. હવે તો સુઈ ને ઉંદર રમતો રમતાં હતાં. આ કારને હવે સુઈ ને ઘરમાં એકલું લાગતું ન હતુ. સુઈ એની કાકાની દિકરી જોડે પણ, હવે ઓછું રમતી હતી. ઍક દિવસની વાત છે. ઘરની પાછળની બાજુ સુઈ અને સફેદ ઉંદર રમત રમતાં હતાં. તેમણે રમતાં તેનાં કાકાની દિકરી બહેન આ બધું જોઇ ગઇ. તેણે તો ઘરમાં રીતસર લડાઈ કરવાનું શરું કરી દીધું. આ લડાઈ એટ્લે સુધી આવી ને અટકી કે સુઈ ને આ ઘરમાં રહેવું કપરું બની ગયુ. આ તરફ સુઈની બહેને એવી જાહેરાત કરી કે આ ઘરમાં સુઈ રહે અથવા આ ઉંદર. આ બે પૈકી કોઈ ઍક અહીં રહી શકે. વિવાદ વધી ગયો. છેવટે સુઈ તેનાં સફેદ ઉંદર અને ચાંદીના કુંડળ લઇ આ ઘરમાંથી નીકળી ગઇ.
શિયાળાના દિવસો હતાં. ઠંડી ખૂબ પડતી હતી. સુઈ પાસે ઠંડીથી બચવા કોઈ ગરમ કપડાં ન હતાં. ઉંદર તો એનાં ડબામાં હતો. ઉંદર અને સુઈ ચાલતાં ચાલતાં ઍક નાનાં ગામ પાસે પહોંચી ગયાં. અંધારાનો સમય હતો. ઠંડી પણ વધતી હતી. સુઈને ભુખ લાગી. એણે આસપાસથી ફ્ળ એકઠા કરી ખાધા અને ઉંદરને પણ આ જ ફળમાંથી જમવાનું આપી દીધું. આખા દિવસના થાકને લીધે હવે તેઓને ઉંગ આવતી હતી. સુઈ એ તેનાં કુંડળ અને ધાતુના ડબા ને એ રીતે દાબી રાખેલો કે સફેદ ઉંદર ને કોઈ અગવડ ન પડે, તેને ઠંડી ન લાગે. આમ તેમ કરતાં સવાર પડી. સુઈ જાગી. તેણે જોયું તો સફેદ ઉંદર ડબામાંથી બહાર આવી આ ચાંદીના કુંડળ સાથે રમતો હતો. સુઈ એકદમ સફાળી થઈ ગઇ. એ ઉંદર જોડે આ ચાંદીના કુંડળ માંગતી હતી. સફેદ ઉંદર પણ જાણે રમતમાં ભરાયો હતો. સુઈ જેવી ઉંદર જોડેથી આ ચાંદીના કુંડળ લેવા હાથ લંબાવે છે. આ જ સમયે સફેદ ઉંદર તેની ચાંચમાં આ કુંડળ પકડી જંગલની જાળી તરફ ભાગી ગયો. સુઈ આ જોઇ ઉંદર પાછળ દોડતી હતી.
સુઈ દોડતા દોડતા બોલતી હતી. રે...ઉંદર તારા લીધે મે ઘરબાર છોડી દીધું ને તુ મને દગો કરી મારા કુંડળ લઇ ને ભાગે છે. મે તારી સેવા કરી છે. તારી સારવાર કરવાનો મને આ બદલો આપે છે. આ ઉંદર સુઈની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો. એ તો કુંડળ લઇને આગળ ને આગળ જતો હતો. તેની પાછળ સુઈ રડતાં રડતાં દોડતી હતી.એક ઘટાદાર ઝાડ આવતાં ઉંદર ઉભો રહી ગયો. પોતાની ચાંચમાં પકડેલ કુંડળ સફેદ ઉંદર ખાડામાં નાખી ઉભો રહી ગયો. સુઈ એ આ જોયું. એ સીધી ખાડામાં કૂદકો લગાવી ને પડી. એને પગમાં ઇજા થઈ. આ સમયે સુઈ ને એની ઇજા ને બદલે પેલા કુંડળમાં જ જીવ હતો. ખાડામાં સુકાઈ ગયેલાં પાન અને વેલ હતાં.
સુઈ કુંડળ શોધવા માટે આ પાન અને વેલ આગપછા કરતી હતી. થોડીક વાર પછી સુંઈએ જોયું તો અહીં એક વિશાલ વાસણ જોયું. સુઈ એ તો આ વાસણ ઉપર જ તેનાં કુંડળ જોયાં. પહેલાં તો એણે આ કુંડળ હાથમાં લીધાં. એણે સાચવીને કુંડળ એનાં કપડામાં મુકી બાંધી લીધાં. હવે તેણે ઝાડ- પાન નીચે મોટા વાસણ તરફ જોયું. એણે આ વાસણ ખોલી જોયું. બાપરે... આ વાસણમાં તો અનેક હીરા ને ઝવેરાત ભરેલાં હતાં. સુઈ ને તો આ જોઇ ને ખૂબ અચરજ થયુ. તે સફેદ ઉંદરની લાગણી સમજી ગઇ. સફેદ ઉંદરે સુઈ ને તેની સારવાર કરવાનો અદ્ભૂત બદલો આપી દીધો હતો. આજેય ચીનમાં સફેદ ઉંદર જોવા મલે છે. જયાં સફેદ ઉંદર હોય એટ્લે ચીનમાં આજેય ધન લાભ થવાનું માનવામાં આવે છે.
Comments