મા અને દિકરો...
મા અને દિકરો
અમેરિકાની
આ વાત છે.
અહીં
હનોવર પાસે ઍક ગામ.
નાનું
અને સુંદર રળિયામણું ગામ.
આ
ગામમાં ઍક મહિલા રહેતી હતી. આ મહિલાને ઍક નાનું બાળક.
આ
બાળક ખૂબ જ સુંદર અને ગમી જાય એવું. એની માંજરી આંખો અને સોનેરી વાળથી આ બાળક
વધારે સુંદર લાગતું હતું. મા અને દીકરાની જીંદગી ખૂબ સરસ ચાલતી હતી. કોઈની નજરમાં
આવે એવી એમની જીંદગી હતી. પણ, કહેવાય છે ને ખુશી કાયમ માટે રહેતી નથી. આ છોકરાને થોડાક
દિવસ તાવ આવી ગયો. આખા નગરને ગમતા આ સુંદર છોકરાનું અવસાન થયું. પોતાના લાડલાનું
અવસાન થવાથી આ મહિલા પાગલ બની ગઇ હતી. દીકરાના અવસાન ને લીધે આ મહિલા એનાં દીકરાના
નામની રાડો પાડતી હતી. એનાં દીકરાની ઉંમરનાં છોકરાંને જુએ એટ્લે તેને ભેટી પડતી
હતી.
આવુ અનેક દિવસ સુધી ચાલતું હતુ. ઍક દિવસ એવું થયું કે જે માનવામાં ન આવે. કબરમાં દફનાવેલ આ છોકરો રાતે કબરમાંથી બહાર આવી તેનાં ઘરની બહાર આવી જાય. અહી આવી ઓટલા ઉપર બેસી આ છોકરો રડતો હતો. તેનાં મરણથી આજદિન સુધી આ છોકરાની માતા તો રોજ રડતી જ રહેતી હતી. ઍક દિવસની વાત છે. રોજની જેમ આ છોકરો કબરમાંથી બહાર આવી તેનાં ઘરના ઓટલા ઉપર બેઠો. કોઈ કારણથી રડતાં રડતાં આ છોકરાની માઁ ની નજર બહાર ઓટલા ઉપર પડી. બહાર છોકરાને બેઠેલા જોઇ એની માઁ સીધી બહાર ઓટલા પાસે ગઇ.તેનો દિકરો તેની સામે જ હતો. એની માં ઍને બાથમાં ભરવા જાય છે. પણ, આવુ સંભવ થતું નથી. માં આ છોકરા ને બાથમાં ભરી શકતી નથી. આ કારણે તેની માં ખૂબ જ જોરથી રડવા લાગે છે. આ જોઈ છોકરો કહે: ‘માં,તું રદ નહિ. તું મણે અડી શકે એમ નથી. હું તને અડીશાકું છું. આ સાંભળી છોકરાની માં વધુ રડવા લાગી.
માં ને રડતી જોઇ આ છોકરો કહે :' માં તું રડે છે એટ્લે મને ઉંગ આવતી નથી.' આ છોકરો કહે: માં તારા રડવાથી મારૂં ખમીસ ભીનું થાય છે. ખમીસ ભીનું થવાથી મને રાતે ઠંડી લાગે છે.' પોતાના દીકરાની આ વાત સાંભાળતાં જ તેની માં એ રડવાનું બંધ કરી દીધું. દિકરોતો માં ને અડી શકતો હતો. રડતી માની નજીક જઈ દીકરાએ એની મા ની આંખો લૂછી આપી. દીકરાએ આંખો લુછી એટલે એની માં એ ફરજીયાત રડવાનું બંધ કરી દીધું.
એની માં તેનાં દીકરાને અડકી શકતી ન હતી. દીકરો એની આંખ લૂછતો હતો એનો અનુભવ એની માને થતો હતો. આ વખતે દીકરાની માએ તેને વચન આપતાં કીધું;' દિકરા,મારા રડવાથી તારી ઉંગ બગડતી હોય તો હું હવે પછી કોઈ વખત નહીં રડું. માની સાથે વાત કરી છોકરો એકદમ જાણે ગુમ થઈ ગયો. કહેવાય છે કે એ પછી આ છોકરાની માં ક્યારેય રોઈ નથી. હા, આ છોકરો પણ એ પછી ઘરનાં ઓટલા ઉપર દેખાયો નથી.
Comments