તેનાલીની ચતુરાઈ...

 


તેનાલીની ચતુરાઈ

      આપણા દેશની આ વાત છે.તેનાલી રામન.એમની અનોખી ચતુરાઈ. સૌને ગમે એવી વાતો.અહીં એક આવી જ વાત છે. રોજના નિયમ મુજબ તેનાલી રામન રોજ સવારે ટહેલવા જતા હતા. એમ ને જે તરફ જવાનું મન થાય એ તરફ તેઓ ફરવા જાય. એક દિવસની વાત છે. આજે તેનાલી રામન સવાર સવારમાં નદી તરફ ફરવા ગયા.તેનાલી નદી કિનારે પહોંચવામાં જ હતાં ને તેમણે દૂરથી રાજગુરુ તથાચારી ને નદીમાં નહાવા જતાં જોયા.

તેનાલી એ આ વખતે રાજગુરુને પરેશાન કરવાનું વિચારી લીધું. તેનાલી એક ઝાડ પાછળ સંતાઈ ગયા. રાજગુરુ કપડાં કિનારે મૂકી ને જેવા નદીમાં ગયા કે તેનાલીએ તેમના કપડાં ધીરેથી લઈ લીધાં.તેનાલીએ કપડાં લીધાં એ વાતે રાજગુરુ અજાણ હતા.

થોડીવાર થઈ હશે. તેનાલી રામન  નદી કિનારે આવી ને રાજગુરુ ને કહે: ગુરુજી, આજ કાલ એવા સમાચાર છે કે આ નદીમાં મોટા મોટા મગ્ર આવી ગયા છે. મગરના વિષે સાંભળી રાજગુરુ ગભરાઈ ગયા. એમણે બહાર નીકળવાની તૈયારી કરી હતી. તેમને બહાર નીકળતાં જોઈ તેનાલી રામ કહે:’ગુરુજી આપના કપડાં મેં લઈ લીધી છે. હું આપને  કપડાં નહિ આપું. એક તરફ મગરનો ડર  અને બીજી તરફ કપડાં તેનાલી રામે સંતાડી દીધાં હતાં. ગુરુજી કહે: ‘તેનાલી મને મારા કપડાં આપો.’ તેનાલી કહે: ‘ હું કપડાં આપું પણ, આપે મણે તમારા ખભા ઉપર બેસાડી ને નગર સુધી લઈ જવા પડે.’ ગુરુજી કહે:’ હું તમને કેવી રીતે ખભા ઉપર બેસાડી ચાલી શકું?’ આ સાંભળી તેનાલી રામન કહે: ‘તો હું આપના કપડાં લઈ જાવ છું.’ આ સાંભળી ગુરુજી કહે:’ ભલે,હું તમને ખભા ઉપર બેસાડી લઈ જઈશ.મને મારા કપડાં આપો.’

તેનાલી રામને રાજગુરુના કપડાં આપી દીધાં. રાજગુરુ જેવા કપડાં પહેરી તૈયાર થયાં કે તેનાલી રામન કુદકો મારી રાજગુરુના ખભા ઉપર બેસી ગયા. ગરડા રાજગુરુ ધીરે ધીરે ચાલતા હતાં. થોડું ચાલી ગયા હશે એટલામાં નગર આવી ગયું.રાજગુરુ તેનાલી રામન ને લઈ,ખભે  બેસાડી ચાલતા હતા.સૌ નગરજનો આ જોઈ મનોમન હસતા હતાં. કોઈ કહે આ તેનાલી રામનનું કોઈ ગતકડું છે. કોઈ કહે:’ તેનાલી રામન તો હોંશિયાર માણસ છે,એણે કોઈ ગોઠવણ કરી હશે. આવી અને વાતો ચાલતી હતી. નગરના લોકો એકઠા થતાં હતા. ચાલતા ચાલતા રજાનો દરબાર પણ નજીક આવતો હતો. બહાર જોરથી અવાજો આવતા અને લોકો મોટે મોટેથી હસતા અને વાતો કરતાં હોઈ રાજા રાય બહાદુર પણ મ્હેલના જરુખામાંથી આ બધું જોતાં હતાં.

તેનાલી ને એવી જાન થઇ કે રાજા એ મણે રાહ્ગુરુના ખભા ઉપર બેઠેલો જોઈ લીધો છે. આવું જોયું કે તરત તેનાલીરામન ખભા ઉપરથી નીચે ઉતરી ગયા.એમણે રાજગુરુની માફી માગી,એમણે પગે લાગી તેનાલી રમણ કહે:’ ગુરુજી મણે માફ કરો.આપ બ્દીલ છો આપ મારા ખભા ઉપર બેસી જાવ હું આપણે દરબારમાં મૂકી આવું.’રાજગુરુ તો કશું જ સમજતા ન હતાં.એમણે થાક લાગેલો હોઈ એતો તેનાલી રામનના ખભા ઉપર બેસી ગયા. તેનાલી રમણ સીધો દરબારમાં ગયો.

જેવા ગુરુજી અને તેનાલી રામન મહેલમાં ગયા કે રાજા કહે:’ હે,રાજગુરુ, પહેલા તેનાલી આપણા ખભે બેઠા અને હવે આપ તેનાલીના ખભે કેમ  બેસી ગયા. આ બધું શું છે?’ રાજગુરુ નદી કિનારે થયેલ વાત કહેતા શરમ અનુભવતા હતા. થોડી વાર તતફફ કરી રાજગુરુ કહે: ‘હું નદીએ થી નહાઈને આવતો હતો.તેનાલી એક ઝાડ નીચે બેઠા હતા. મને  કહે મારી તબિયત ખરાબ છે.મારે દરબારમાં જવું છે પણ,મારાથી ચલાતું નથી. તેનાલી ચાલી શકતા ન હોઈ મેં તેમને મારા ખભા ઉપર બેસાડી દીધા. જેવો દરબારનો મહેલ નજીક આવી ગયો તેનાલી રામને મણે તેમના ખભા ઉપર બેસાડી દરબાર સુધી મૂકી ગયા. આ સાંભળી રાજા રાવ સાહેબ મનમાં ને મનમાં તેનાલીની આ હરકત યાદ કરી હસતા હસતા એમના મહેલમાં પરત ફરી ગયા.

 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર