વ્યસન મુક્ત સમાજ વિદ્યાર્થી



નવતર પ્રયોગ કરનાર : પુનીત રમેશભાઈ ઉપાધ્યાય

વિદ્યાર્થીઓ માં મુશ્કેલીનો ઉકેલ તેમજ નિર્ણયશક્તિના વિકાસનું કૌશલ્ય કેળવાય તે ખૂબ જ જરૂરી છે. આ માટે તેમને કોઈ રચનાત્મક કાર્યમાં જોડવા આવશ્યક છે. જોં વિદ્યાર્થીઓને વ્યાસન-મુક્તિ અભિયાન સાથે જોડવામાં આવે તો ઉપરના બંને કૌશલ્યોનો વિકાસ થઇ શકે. આ માટે નીચેની પ્રવૃત્તીમાં મદદરૂપ થઇ શકે;

1. વ્યસનમુક્તિ અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો.

2. વ્યસનમુક્તિના મુખ્ય મુદ્દા સુધી પહોચવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાવિચારણા થાય તેવું આયોજન કરો.

3. મુશ્કેલીના ઉકેલ માટેના વિચાર કરવા માટે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન-પ્રેરણા આપો. .

4. વ્યસનમુક્તિની યોજનાના ભાગ રૂપે ચોક્કસ પગલાં લેવા માટે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવું. નીચેની પ્રવૃત્તિઓ વિષે વિચારો અને તેના અમલીકરણ માટે આયોજન કરો;

a) માતા-પિતાને જો તમાકુનું વ્યાસન હોય તો તે છોડાવવા માટે ઉપવાસ કરવા.

b) તમાકુ મુક્ત સમાજ માટે રેલીનું આયોજન કરો.

c) રક્ષાબંધન ના દિવસે છોકરીઓ એ છોકરાઓ ને રાખડી બાંધવી અને તેમની પાસે થી વચન લે તેઓ વ્યાસન કરશે નહિ.

d) ગામ કે સ્થાનિક વિસ્તારમાં વ્યાસન કરતાં લોકોને પણ તે દિવસે રાખડી બાંધી તેમની પાસેથી પણ વચન લેવડાવો.

e) વ્યસન મુક્ત સમાજ જેવા વિષય પર શેરી નાટક કરવા અને તેમાં શાળાના બાળકોને જોડાવાનું આયોજન કરો.

f) તમાકુ મુક્ત ગામ બનાવવા માટે બાળકોની સહી વાળું આવેદન પત્ર સરપંચ કે સ્થાનિક પદાધિકારીને આપો.

g) રાવણ દહન ની જેમ ગામના ચોર કે જાહેર સ્થળમાં ગુટખા રાવણ દહનનું આયોજન કરવું.

5. સર્વે દ્વારા તેમજ ગામ લોકો સાથે વાતચીત દ્વારા અભિયાન નું મૂલ્યાંકન કરો.

બાળકો સામાજિક વિકાસ માટે ના કાર્યક્રમ ઘડતા તેમજ કરતા શીખે છે.આ રીતે તેઓ મુશ્કેલી નો ઉકેલ તેમજ નિર્ણયશક્તિ જેવા કૌશલ્ય વિકસાવી શકે છે, બાળકો પોતે પણ સમજી શકે છે કે તેઓ શા માટે આવા કાર્યક્રમો કરે છે.તેનાથી શું પરિણામ આવવાનું છે.અને સમાજને તેની શું અસર થશે.આમ આ રીતે બાળકોને સાથે રાખી આવા અભિનવ કર્યો સમાજ ને ચોક્કસ રાહ દર્શાવશે. સંસ્કૃતિક પ્રતીક રાખડીની મદદથી ચોક્કસ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.આવા તહેવારો જેમકે રક્ષા બંધન અને દશેરાનો વ્યસનમુક્ત સમાજ રચના માટે ઉપયોગ કરવો તે પણ એક અભિનવ બાબત છે.

M.S.D Muncipal School Board,
School No.53, Akhlol Jakat
Naka, Mahadev Nagar,
Bhavanagar
Mo. No :7874678784

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી