ભંભોટિયો
એક હતી ડોશી. તેને એક દીકરી.દોશી તેની દીકરીની
બહુ ચિંતા કરે. ડોશી સતત ચિંતા કરતી હતી.આ કારણે ડોશી દુબળી પડી ગઈ. એક દિવસની વાત
છે.ડોશી એક દિવસ પોતાની દીકરીને મળવા જવા
નીકળી. દોશીના ઘરથી તેની દીકરીના ઘર સુધીમા જંગલ આવતું હતું.ડોશી ચાલતી ચાલતી જતી હતી.સામે તેને એક વાઘ ભટકાઈ ગયો. ડોશીને
જોઈ વાઘ કહે: - ‘ડોશી, ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે –‘ દીકરીને ઘેર જાવા દે,તાજીમાજી થાવા દે,શેર લોહી ચડવા દે; પછી મને ખાજે.’
વાઘ કહે - ઠીક.
પછી ડોશી આગળ ગયાં,અહીં સામે સિંહ આવતો દેખાયો.
સિંહ પાસે આવીને કહે:-‘ડોશી, ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે –‘ દીકરીને ઘેર જાવા દે, તાજીમાજી થાવા દે. શેર લોહી ચડવા દે; પછી મને ખાજે. સિંહ કહે-ઠીક. ડોશી ધીરે ધીરે ચાલતાં હતાં. આગળ ચાલતાં ડોશીને
સાપ, વરુ અને બીજા જનાવરો સામે ભટકાઈ ગયાં.ડોશીએ બધાં
જ જનાવરોને આવો એક સરખો જવાબ આપી દીધો.ડોશી આમ વાયદા કરતી કરતી ગઈ. ડોશી તો તેની
દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે
પણ ડોશી સારી થાય નહિ.ડોશી આખો દિવસ ચિંતા કરે.ડોશી ચિંતા કરતી હતી.આ વાત છોકરી
જાણી ગઈ.આ છોકરી તેની મને કહે:- માડી ! તમે ખાતાંપીતાં નથી.શું કોઈ ચિંતા છે? તમે
પાતળાં કેમ પડતાં જાઓ છો ?’
ડોશી કહે - દીકરી,! હું પાછી ઘેર જઈશ ને...’આટલું બોલી ડોશી અટકી ગયી.તેની છોકરી
કહે: ‘શું થયું?બોલતી અકેમ નથી.મા...શું ચિંતા છે?’આ સાંભળી ડોશી કહે: ‘હું અહીંથી
ઘરે જઈશ તે સમયે જનાવરો મને ખાઈ જવાનાં છે.’આવું બોલી ડોશી રડવા લાગી.તેને રડતાં
રડતાં જંગલની બધી જ વાત કરી.
દીકરી કહે– ‘અરે માડી ! એમાં તે બીઓ છો શું?’ મારી પાસે એક ભંભોટિયો
છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.’ડોશી કહે: ‘આ
ભંભો ટિયો એટલે શું?’દીકરી કહે: ‘એ તો હું આપીશ.મા તમે ચિંતા ન કરો.હું છું,તમે
ચિંતા ન કરો.’
ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો તૈયાર કરી લીધો.
દીકરીએ ડોશીને ભંભોટિયામાં બેસાડી દીધાં. મોટા ઢોલને દોશીની દીકરી ભંભોટિયો કહેતી
હતી. ડોશીમા તેમાં બેઠાં.દીકરીએ આ ઢોલક રગડાવી દીધું. ભંભોટિયો રગડતો હતો.થોડી વાર
થઇ.જંગલ નજીક આવી ગયું.અહીં સૌથી પહેલાં વાઘ
સામે આવી ગયો. ભંભોટિયાને જોઈ વાઘ કહે - ભંભોટિયા,
ભંભોટિયા!
તે કોઈ એક ડોશીને દીઠાં? ભંભોટિયોમાં બેઠેલી ડોશી
કહે –‘કિસકી ડોશી,
કિસકા
કામ, ચલ ભંભોટિયા અપને ગામ.
વાઘ આ સાંભળી વિચારમાં પડી ગયો. ‘ આ શું ? આ ભંભોટિયામાં એવું તો
શું હશે?’
વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ગયો. આજ રીતે સિંહ, સાપ વગેરે બીજાં જનાવર.એક પછી એક સામે આવતાં ગયાં. સૌએ ભંભોટિયાને ડોશીની
પૂછપરછ કરી.બધાંને ભંભોટિયામાંથી એક જ જવાબ મળતો હતો.‘કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ.
આવું સાંભળી સૌ ભંભોટિયા પાછળ ચાલતાં હતાં.
આમ કરતાં કરતાં સમય પસાર થયો.ભંભોટિયો ડોશીના ઘર
પાસે આવીને ઊભો રહી ગયો. ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી. ડોશી ઘરમાં જવા ભંભોટિયામાંથી
બહાર આવી ગયાં. બધાં જ જનાવરો તેને ઓળખી
ગયાં. સૌ એક સાથે બોલતાં હતાં. ‘ડોશી! તને અમે ખાઈએ. ડોશી! તને અમે ખાઈએ. એટલામાં
ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.
પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં ગયાં.
Comments