મધ્યાહન ભોજન દ્વારા નિયમિતતા.

પણદા લક્ષ્મણભાઈ રૂમાલભાઈ, જબરાવાંઢ પ્રા. શાળા, તા. અબડાસા, જિ. કચ્છ ના શિક્ષકની શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત નહોતા આવતા. આ સમસ્યાના ઉકેલ માટે શાળા કક્ષાએ સૌ પ્રથમ વાલી મીટીંગ બોલાવી બાળકોને શાળામાં મોકલવા માટે સમજાવવામાં આવ્યા. 
શિક્ષકએ જાણ્યું કે જો વિદ્યાર્થીઓ ને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર આપવામાં આવે તો તેમની હાજરી નિયમિત રહે છે. આથી શિક્ષકે શાળાના બાગમાં કિચન ગાર્ડન બનાવ્યું અને તેમાં તમામ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવ્યા જેમકે રીંગણ, મરચાં, ટામેટા, લીંબુ અને મધ્યાહન ભોજનમાં આ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો. કિચન ગાર્ડનની દેખરેખની સંપૂર્ણ જવાબદારી માટે બાળક પંચાયતની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક કિચન ગાર્ડનની દેખરેખ રાખે છે અને તેનું સંચાલન કરે છે.
આ પ્રવૃત્તિના કારણે વિદ્યાર્થીઓ પૌષ્ટિક આહાર લેતા થયા અને અનિયમિત બાળકો નિયમિત થયા. શાળામાં દરરોજના મધ્યાહન ભોજનમાં નિયમિતપણે આ શાકભાજી વપરાય છે જેના કારણે ગામલોકો પણ ખૂબ ખુશી અનુભવે છે.
આ પ્રવૃત્તિ છેલ્લા સાત વર્ષથી આ શાળામાં ચાલે છે જેમાં ઋતુ પ્રમાણેના શાકભાજી ઉગાડવામાં આવે છે.
1. પ્રિય એસ.એમ.સી સભ્યો શાળામાં વિદ્યાર્થીઓને શાળાકીય પ્રવૃત્તિની જવાબદારી સોંપી ને અને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક આહાર આપી જેનાથી વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહ પૂર્વક આવે છે અને તેમની હાજરી નિયમિત થાય તે માટેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
2. આપ પણ આપની શાળામાં વિદ્યાર્થીઓની હાજરી નિયમિત કરવા માટે શાળામાં બાળકોની જુદી જુદી સમિતિ રચી અને શાળાકીય કાર્યોની જવાબદારી સોંપી શકો છો.
3. સમિતિ જેવી કે પુસ્તકાલય સમિતિ- જેમાં તેઓ પુસ્તક વાંચન અંગે ધ્યાન રાખે ,
4. રમત સમિતિ- જેમાં તેઓ વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડે.
5. બાગ બગીચા સંભાળ સમિતિ- જેમાં તેઓ શાળામના બાગ તેમજ વૃક્ષની સંભાળ રાખશે.
6. નિયમિતતા સમિતિ- જેમાં તેઓ વર્ગના વિદ્યાર્થીઓ ની હાજરી તેમજ ગણવેશમાં આવે છે છે કે નહિ તેની તકેદારી રાખશે અને શિક્ષકને સમયાન્તરે જાણ કકરશે.
7. આ તમામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ જાતે જવાબદારીથી કાર્ય કરશે અને તેઓ હમેશા નિયમિત શાળામાં આવવા પ્રેરાશે.
8. શાળામાં નિયમિત વિદ્યાર્થીઓને ઇનામ આપવું જેનાથી પ્રોત્સાહન મળે અને હાજરી નિયમિત થઇ શકે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી