શાળા સંકુલ અને શિક્ષણ


શાળામાં પુસ્તકો માત્ર શિક્ષણનું સાધન નથી.પરતું શાળાના ભૈતિક પરીસરને ઉતમ શૈક્ષણીક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય. જેમ કે...
• બાળકો જયાં રોજ પસાર થતાં હોય તેવા થાંભલા પર અંગ્રેજી અંકોમાં સેન્ટીમીટરમાં માપપટ્ટી બનાવો.બાળકો ને ત્યાં ઊંચાઈ માપવા કહો.તેથી બાળકો કુતુહલવશ દરરોજ ઊંચાઈ માપતા હોવાથી ગણિતની બાબતો જેવી કે,અંગ્રેજીમાં અંક્જ્ઞાન,ચડતો-ઉતરતો ક્રમ,આગળ-પાછળ,નાની-મોટી સંખ્યા વગેરે શીખે છે.
• શાળામાં જે જગ્યાએ સીડી હોય ત્યાં તેના પગથિયા ઉપર ચડતા-ઊતરતા ક્રમમાં અંકો લખવા,ત્યાં જુદા-જુદા પ્રકારના ઉપયોગી શબ્દો લખી શકાય.(દા.ત. માસના નામ,વારના નામ,સરવાળા-બાદબાકી)
• શાળાની દીવાલ પર ગણિતના સુત્રો,આકૃતિ,પશુ-પક્ષીના ચિત્રો,મૂળાક્ષરો,અંકો,એબીસીડી,બાળકોને ગમતા કાર્ટુન,સૂર્યમંડળની રચના,શાળાની રચનાત્મક રચના વગેરે દ્રારા બાળકોને સરળાથી ભણાવી શકાય.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર