Activity Base Learning on Undarstanding
આધુનિક
જમાનામાં શિક્ષણ.સર્વાંગી વિકાસ માટે શિક્ષણ.બાલભોગ્ય અને બાળકેન્દ્રી શિક્ષણ.આ
શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્રમાં બાળક છે.અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અનેક
સંશોધનો થયા છે.આ સંશોધનો ધ્વારા ચોક્કસ વિગતો નક્કી થઇ છે. આ વિગતો અને સંશોધનો
બાળકના શિક્ષણ સાથે જોડાએલી છે.બાળકોના શિક્ષણ સાથે જોડાએલી કેટલીક બાબતો વિષે
ચર્ચા કરીશું.
વિચારો અને કહો:
*બાળકો કઈ રીતે નવું શીખે છે?
|
*બાળકોને કઈ રીતે શીખેલું યાદ
રહેતું નથી?
|
*બાળકો કઈ રીતે શીખવાનું પસંદ કરે
છે?
|
*બધા જ બાળકો એક સાથે કેમ શીખતા
નથી?
|
*બધા જ બાળકો એક જ રીતે શીખી શકે
છે?
|
*બાળકોને શીખવા માટે કોની જરૂર
પડતી નથી?
|
આપણે જાણીએ છીએ કે
· સાંભળીને શીખેલું ભૂલી
જવાય છે.
· જોઈને શીખેલું થોડો સમય યાદ રહે છે.
· પ્રવૃત્તિથી કરેલું કાયમ માટે સમજાઈ જાય છે.
તમે ભણ્યા છો તેવા કોઈ
પણ એકમોના નામ લખો:
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
*
|
અહીં એક વાત સમજાઇ કે આપ જે શીખ્યા છો તેની વિગતો યાદ છે.તેના એકમના નામ યાદ
નથી.કરણ તેના નામ નહિ
પરંતુ તેની વિગતો જ ઉપયોગી થઇ હતી.શું આપણે ભણતા હતા ત્યારે બધાજ મુદ્દા એક જ વખતમાં
શીખી જતા હતા?શું આજે પણ દરેક મુદ્દામાં તાલીમમાં બેઠેલ સૌનું પૂર્વજ્ઞાન સરખું છે?આ સવાલનો જવાબ ક્યારેય હા ન હોય.
આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવા એકમને શીખવતાં પહેલાં આપણે પૂર્વજ્ઞાનની ચકાસણી
કરીએ છીએ.આપણે પણ નવું શીખતા પહેલાં તે અંગેની પ્રાથમિક માહિતી જાણી લઈએ છીએ. આપણે
જોઈ શકીએ છીએ કે બધાજ મુદ્દામાં બધાનું પૂર્વજ્ઞાન સરખું હોતું નથી.
કઈ બાબતો જણાવી પડે?
અજાણ્યા
શહેરમાં કાયમી નિવાસ કરવા માટે...
*.............................................................................
*..............................................................................
*.............................................................................
*..............................................................................
|
વાહન
ચલાવવાનું શીખવા માટે...
*............................................................................
*..............................................................................
*.............................................................................
*..............................................................................
|
કોમ્પ્યુટર
વડે મેઈલ કરવાનું શીખવા માટે...
*.........................................................................
*..............................................................................
*.............................................................................
*..............................................................................
|
નકશાની
મદદથી વિગતો જાણવા માટે...
*............................................................................
*..............................................................................
*.............................................................................
*..............................................................................
|
ઇલેક્ટ્રોનીક્સ
ઉપકરણનો ઉપયોગ કરવા માટે...
*............................................................................
*..............................................................................
*..............................................................................
*..............................................................................
|
હવે એ સ્પષ્ટ છે કે નવા
મુદ્દાને શીખવતા કે શીખતાં પહેલાં પૂર્વજ્ઞાનની ચકાસણી જરૂરી છે.આ ચકાસણી ને આધારે
જ આપણે નવો એકમ શીખવવાની શરૂઆત કરીએ છીએ.બધા જ બાળકોનું પૂર્વજ્ઞાન સરખું નથી
હોતું.અધ્યાપન પ્રક્રિયામાં આ વિગતોને સમજવા નીચેની વિગતો અંગે ચર્ચા કરીએ.
વિચારો અને કહો:
· બધાને એક જ રીતે કેમ ન શીખવી શકાય?
· કોઈ એક મુદ્દો એક જ રીતે કેમ ન શીખવી શકાય?
· એક જ એકમ એક કરતાં વધારે રીતે શા માટે
શીખવવો જોઈએ?
· બધાજ બાળકો શીખે તે માટે કઈ રીતે અધ્યાપન કાર્ય
કરવું જોઈએ?
· શીખવા અને શીખવવા માટે કેવા પ્રકારના
વાતાવરણનું નિર્માણ જરૂરી છે?
· શિક્ષણ પ્રક્રિયામાં સહપાઠી શિક્ષણ અને
પ્રવૃત્તિલક્ષી અભિગમ
કઈ રીતે ઉપયોગી છે?
અગાઉની ચર્ચાને આધારે આપણે જોયું તો વિવિધ પૂર્વજ્ઞાન ધરાવતા બાળકોને એકસાથે શીખવવા માટે
ચોક્કસ પ્રકારની બાબતો ઉપયોગી થાય છે.આવી ચોક્કસ વિગતો અને તેની ચકાસણી માટે
નીચેની બાબતો અંગે ચર્ચા કરી નોધ કરો.
ચર્ચા કરો અને લખો:
અનુભવ ધ્વારા શું શીખવી શકાય?
|
ઇન્દ્રિયો ધ્વારા શું શીખવી શકાય?
|
સહપાઠી ધ્વારા શું શીખવી શકાય?
|
અનુકરણ ધ્વારા શું શીખવી શકાય?
|
સામગ્રી ધ્વારા શું શીખવી શકાય?
|
સહકાર ધ્વારા શું શીખવી શકાય?
|
આ રીતે શીખવવાનો આપણે સૌ અનુભવ ધરાવીએ છીએ.બાળકોને શીખવવા માટે ઉપરોક્ત બધા જ
મુદ્દાને આવરી શકાય તેવી શૈક્ષણિક પ્રક્રિયા એટલે પ્રવૃત્તિ ધ્વારા
શિક્ષણ.બાળકેળવણીકાર અને ‘મૂછાળી મા’નું હુલામણું નામ ધરાવતા ગિજુભાઈ બધેકાના વિચારોથી પ્રેરણા
લઇ આપણે છેલ્લા એક દાયકાથી પ્રવૃત્તિલક્ષી શિક્ષણને કેન્દ્રમાં રાખી શૈક્ષણિક
કાર્ય કરી રહ્યા છીએ.તેના સચોટ અને ચોક્કસ પરિણામ પણ પ્રાપ્ત થયા છે.જે રીતે દરેક
બાળક એક જ રીતે શીખતું નથી તે જ રીતે દરેક શિક્ષકની પણ શીખવવાની ઢબમાં વિવિધતા
જોવા મળે છે.
રાજ્યવ્યાપી પ્રથમ સત્રની શિક્ષક તાલીમ ખૂબ જ સફળ રહી.આ તાલીમને આધારે અધ્યાપન
કાર્ય દરમિયાન શિક્ષકોના વિવિધ અભિપ્રાય આધારે નીચે મુજબના પ્રશ્નો અધ્યયન અધ્યાપન
કાર્ય દરમિયાન જોવા મળ્યા. શિક્ષણકાર્ય વખતે જોવા મળેલ પ્રશ્નોની ચર્ચા કરીશું.
આપ કઈ રીતે સમજાવશો?
વિદ્યાર્થીઓ...
· દશકો લેવામાં ભૂલ કરે છે.
· જોડાક્ષરોના ઉચ્ચારમાં ભૂલ કરે છે.
· ૧/૨ ભાગ કરતાં ૧/૩મા ભાગને મોટો કહે છે.
· નકશાની દિશાઓને આધારે જવાબ આપવામાં ભૂલ કરે છે.
· ૩.૨૫ અને ૩.૩૪૨ માં નાની મોટી સંખ્યા સમજવામાં
ભૂલ કરે છે.
· શરીરના આંતરિક અંગો અને તેના ઉપયોગ અંગે જવાબ
આપવામાં ભૂલ કરે છે.
· અપૂર્ણાંકને વાંચવામાં,લખવામાં અને તે આધારે જવાબ આપવામાં કાયમ ભૂલ
કરે છે.
આવી વિગતો માટે શું કરી
શકાય?એ સૌ એ વિચારવાની બાબત છે.આ સવાલના જવાબો મળે તો મને જણાવશો.
Comments