ચમચમ બતક
નાનું તળાવ તળાવમાં માછલી ,મગર અને ઘણી બઘી બતક .આ બતાકમાં એક સરદાર તેનું નામ ચમચમ.તે ઘણી હોંશિયાર આખા તળાવમાં માછલી કે મગરનો વિવાદ હોય.આ ચમચમને બોલાવવી જ પડે.
એક દિવસની વાત છે.ચમચમના પડોશમાં એક નવી બતક રહેવા આવી.તેણે ચમચમને વિનંતી કરી : ‘હે ચમચમ તમે મને મદદ કરો.મારા માટે આ તળાવ નવું છે.’ ચમચમ કહે :અરે !એમાં શું ગભરાઈ ચાલ હું તને સૌનો પરીચય કરવું.’આટલું કહી ચમચમ નવી બતક સાથે તળાવમાં સૌનો પરીચય કરાવવા ગઈ.
તળાવના સૌએ તેને આવકારી.એક દિવસની વાત છે.આ નવી બતક તેના છોકરાને કહેતી હતી: ‘બેટા આપણે બતક છીએ. આપણે પાણીમાં તરવાનું શીખવું જ પડે.’નાની બતક કોઈ વાત માનતી ન હતી.આ નવી બતક નાના બાળકને લઇ વિવિઘ ખુણે ગઈ અહીં તેણે ઓછા વઘારે પાણીમાં તરવા તેને સલાહ આપી.નાની બતક કોઈ વાત માનવા તૈયાર ન હતી.
બસ આખી વાત છેવટે ચમચમ આગળ આવી.ચમચમે નાની બતક અને તેની માને મળવા બોલાવી.તેઓ ચમચમને મળવા ગયા.થોડી વાતચીત પછી ચમચમ નવી બતક અને તેનું છોકરું તળાવને કિનારે કીનારે ફરતાં હતા. વાત કરતાં કરતાં ચમચમે એકદમ નાની બતકને પાણીમાં ફેંકી દીઘું.બચાવો બચાવોન બુમ કરતું નાનું ડુબતું હતું.ચમચમ કહે :તમે કોઈ નહીં બચાવે .તારે જીવવું હોય તો પગ હલાવ.ચમચમની વાત સાંભળી નાની બતકે તે મુજબ ચાલુ કરી લીઘું.નાની બતક પાણીમાં સરકવા લાગી તે હવે ખુશ હતી.નવી બતક ચમચમને કહે :અરે !તમે તો જાદુ કરી દીઘું.ચમચમ કહે : ‘જાદુ નહીં હિંમત..તમેહિંમત ન કરી અને મેં કરી..’
નવી બતક આભાર માની અહીંથી વિદાય થઇ.નાની બતક હજુ પાણીમાં સરર..સરર..સરકતી હતી.બસ !હવે તેને કોઈ ડર ન હતો.ડરથી નહીં હિંમતથી કામ લેવાય તે આનું નામ.
Comments