શાંતિ અને સંતોષ

 

 


           ભગવાન વૈકુંઠમાં બેઠા હતા.આખી દુનિયાના લોકો ભગવાન પાસે આવી જાતજાતની માંગણી કરતા હતા.ભગવાન પણ આજે બધાને બઘુ આપતા.બાજુમાં દેવી બેઠા હતા દેવી સવારથી જ આ બઘું જોતાં હતાં.ભગવાન બઘાને બઘુ આપી રાજી થતા હતા.દેવીને આ બઘુ વઘારે પડતું લાગતુ હતું.

   દેવી ભગવાનને કહે: ‘નાથ,આપ આ રીતે બઘાને બઘુ આપો છો.લેનાર ભલે રાજી થતા હશે. મને આ નથી ગમતું’ ભગવાન કહે: ‘દેવી,તમને ભલે ગમે કે ન ગમે.મારા સેવકોને ગમે છે  એટલે તેમને આપુ છું આમ હા-ના કરતાં કરતાં સાંજ પડી.ભગવાન સાંજ તેમના નિવાસમાં આરામ કરતા હતા. દેવી ભગવાન પાસે આવીને કહે હે ભગવાન ,આપ ભોળો છો. આપની પાસે માંગનારને આપ આપો છો પણ આ રીતે બઘુ આપી દેશો તો વૈકુંઠમાં કોણ આવશે.ભગવાન વૈકુંઠમાં શું રહેશે ?ભગવાન મનોમન હસતા હતા. દેવી ભગવાનને મલકતાં જોઇને કહે: ‘નાથ, હું ચિંતા કરૂં છું.આપ મારી વાતને કેમ ગંભીરતાથી લેતાં નથી?

    ભગવાન કહે :‘દેવી,આપની ચિંતા અને વાત બઘુ જ ખરૂં.પણ વૈકુંઠને કાંઈ જ નુકશાન થશે નહીં.સદાય માટે વૈકુંઠ-વૈકુંઠ જ રહેશે.’ભગવાનની વાત ન સમજાય તેવી હતી.દેવી કહે: ‘ભગવાન,એ કઈ રીતે?’ ભગવાન કહે: ‘આખી દુનિયાના બઘા જ જીવો ઘણું માંગ છે.કોઈ ઘન-દોલત માગે,કોઈ દિકરો માગે,કોઈ સંતાન માટે, કોઈ  જમીન માંગે,કોઈ-કોઈ સુખ અને વૈભવ માંગે.થોડા દુ:ખી જીવો મોત માંગે પણ કોઈએ આજ સુધી શાંતિ કે,સંતોષની માંગણી કરી નથી.’ દેવી કહે : ‘એથી શું ફરક પડશે?’ભગવાન                    કહે: ‘જુઓ,ઘન માંગનારને ઘન મળી ગયું.સંતોષ કે શાંતિ નહીં હોય એટલે આ માણસ વઘુ ઘન કમાવવા દોડઘામ ચાલુ કરશે.તેણે તો બસ,હાલ માંગી લીઘુ.હવે તે વઘારે ઘન કમાવવા પુન :મને યાદ કરશે.

 કાંઈક હોય,ન હોય કે વઘારે હોય.કોઇપણ સમયે શાંતિ અને સંતોષ રાખી શકનાર જ સુખ ભોગવે છે.શાંતિ અને સંતોષ વૈકુંઠમાં છે,આપણે એટલે જ ફિકર નથી.ભગવાનની વાત સાંભળી દેવી ખુશ થવા.બીજા દિવસથી તે પણ ભગવાન સાથે જોડાયા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર