પતંગીયા

 

                     


          ભગવાને દુનિયા બનાવી.બધાને જાત-જાતના રૂપ-રંગ દીધા.બધા ખુશ.બધા પોતાના ઠેકાણે ગયાં પણ ચાર જ દિવસ પછી પતંગીયા ભગવાન જોડે પાછા ગયા.ભગવાન આરામ કરતા હતા. ભગવાનને મળવા માટે રાહ જોવી પડે તેમ હતું.પતંગિયા દૂરથી આવેલા હોઈ થાકી ગયા હતા.ભગવાનના બગીચામાં જઈ તે સૂઈ ગયા.આમ સવાર પડતાં ફરીથી પતંગિયા બહાર આવી ભગવાનને મળવા ઉભા રહી ગયાં.    

    ભગવાનને તે મળવા ગયા.પતંગિયાનો મૂખી ભગવાનને કહે:હે,દેવ,તમે બધાને સરખા રંગરૂપ દીધા અમને જ કેમ જુદા-જુદા?ભગવાનને વાત ન સમજતા તે કહે:‘કેમ?જુદા-જુદા એટલે શું?મને સમજાતુ નથી.નાનુ પતંગિયુ કહે.ભગવાન ભેંસ કાળી,સસલું સફેદ,ગાય ધોળી પણ અમારો તો રંગ જ એવો છે કે,કોઈનો એક સરખો નથી આવું કેમ?

   ભગવાન કહે:મેં તમને જે રંગ આપેલા છે તે ખરેખર તમારા માટે જરૂરી છે વાત આગળ વધારતા ભગવાન કહે:તમારે કાયમ બગીચામાં ફરવાનું બગીચામાં જાત-જાતના ફૂલ હોય.જો તમને  એક સરખો રંગ આપુ તો તમે આ ફૂલમાં પણ પકડાઈ જાઓ.તમારામાંથી કેટલાક એક જ રંગના છે કેટલાકને બે કે તેથી વધારે રંગ છે અમુક ને પાંખે જુદા-જુદા રંગ અને ટપકાં છે બસ ! એટલે જ બગીચામાં તમને ધારીને જોનાર જ ઓળખી શકે છે.નહીંતર તમે નાના છો ,નાજુક છો એટલે તમને ગમે તે પકડી શકે.તમારા બચાવ માટે જ મેં આ રીતે તમને રંગબેરંગી બનાવી દીધા.

આ રંગ બનાવવામાં મને ઘણી મહેનત પડી છે.જો તમે કહેતા હોય તો હું આ રંગ પાછા લઇ બધાને એક જ રંગના કરી દઉં. ભગવાનની વાત સંભાળી પતંગિયા અંદરો અંદર વાતો કરતા હતા.કોઈ કહે: આપણે કોઈને મારી શકતા નથી.કોઈ કહે:સાપ ડંખ દે...આપણે શું કરીએ ?તે બધાનો રંગ એક છે કારણ તેમને બચાવ માટે કાંઈક ભગવાને દીધુ છે આપણને બચાવ માટે બસ,રંગ જ છે માટે આપણે તો એક રંગમાં થવું નથી. પંતગિયાના મુખીએ ભગવાનને રંગ ન બદલવા વિનતી કરી,ભગવાન હસી ગયા.પતંગિયા રાજી થતાં-થતાં ઘરે આવી ગયા.                       

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી