નરસિંહભાઈના પૂળા



              હું છું ડૉ.ભાવેશ પંડ્યા ફરીથી એક જીવતી વાર્તા સાથે આપની સાથે આવેલ છું.આપની સામે આવેલ છું. નાનું ગામ. ગામનું નામ રતનપુર.આ ગામમાં અનેક લોકો રહે. જેમ જુદા જુદા ગામમાં જુદી જુદી વ્યવસ્થા હોય. સુવિધા હોય. એવી સુવિધા અને વ્યવસ્થા આ ગામમાં પણ ખરી. આ ગામમાં એક નરસિંહ નામના માણસ રહે. એ કશુંક સાંભળી શકતા ન હતા. એ પોતે બહેરા હતા.નરસિંહભાઇ ખેતરમાં જાય અને ખેતીનું કામ કરે.એક વખત એવું થયું.નરસિંહભાઇ કઈક કામ કરતા હતા.જેમ ખેતરના પૂળા ભેગા કરતા હોય. અનાજની લણણી થયા પછી જે ભેગુ કરે.

ઢગલો કરે જતા હતા. એમનું બાજુમાં એક મજુર ઊભો હતો.એ મજૂરને પણ કઈ સંભળાય નહિ.એ મજુર પણ જરાય સાંભળી ન શકે. હવે થયું એવું કે નરસિંહભાઇને  કઈક કામ ઘરે જવાનું થયું અને નરસિંહભાઇએ પેલા કામ કરનાર બીજા માણસને કીધું કે ભાઈ હું ઘરે જાઉં છું અને આ મારા પૂળા સાચવજો.પણ પેલો તો બહેરો હતો. સાંભળી શકે એવો હતો નહિ. એને એવું લાગ્યું કે આ મારા પૂળા માંગે છે એટલે કે ના ના હું મારા પૂળા નહિ આપું. પેલા માણસે એવું કીધું કે ના ના હું મારા પૂળા નહિ આપું એટલે નરસિંહભાઇને થયું કે આ એવું કેહવા માંગે છે કે હું તમારા પૂળા હું સાચવીશ. નરસિંહભાઇ પણ સાંભળતા નથી.પેલો કામ કરનાર મજુર પણ સાંભળતો નથી અને બંને એક બીજાના પૂળા સાચવવાની વાત કરીને છૂટા પડ્યા. 

નરસિંહભાઇ થોડાક કામ માટે ઘરે  ગયા.ત્યાંથી એ પરત ફર્યા. પરત ફરીને જોયું એમના ભાગના પૂળા હતા એ ત્યાં ન હતા અને પેલા માણસે એ પૂળા પોતાનું અંદર લઈ લીધેલા હતા. હવે વિવાદ શરૂ થયો.બંને માણસનો જગડો શરૂ થયો. મુખ્ય વાત એ હતી કે બંને સાંભળી શકતા ન હતા. પહેલો કે આ પૂળા મારા છે અને પેલો વળી કે તું પૂળા મારીશ તો હું તને વળી પૂળા વડે મારીશ. નરસિંહભાઇ કહે પૂળા બનાવવા માટે. પૂળાનો ઉત્પાંદન કરવા માટે , ખેતી કરવા માટે મે રાત દિવસ મજૂરી કરી છે. વળી પેલો માણસ સાંભળતો નતો એ કે દિવસ થયા પછી રાત થાય, અને રાત થયા પછી દિવસ થાય. આમ આ બંનેની વિવાદ ન સાંભળવાના કારણે ચાલતી હતી. એક સરસ જોક્સ છે આપને કદાચ યાદ હશે કે બે મહિલાઓ શાક લેવા જતી હતી. બંને કાને ઓછું સાંભળતી હતી.પેલીએ કહ્યું કે ક્યાં જાઓ છો એટલે બીજી કે શાક લેવા.તો પેલી કે મને એમ કે તમે શાક લેવા જતા હશો તો બીજી કે ઓ.....હો...હો ચાલો, આપણે બંને શાક લેવા જઈએ. આ ન સાંભળનાર વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલતો હતો. ત્યાં એક ઘોડે સવાર તુબ્ડુંક..ટબ્ડુંક..ટબ્ડુંક.. કરતો ઘોડે સવાર ત્યાં પોહચ્યો. આ બંને બેહરાઓએ, આ બંને ન સાંભળતા વ્યક્તિઓએ એને ઊભો રાખ્યો.જેવી ઊભો રહ્યો પેલા પેહલા માણસે વાત કરી. નરસિંહભાઇ કહે મારા પૂળા હતા મે કામ કર્યું અને અહી ઢગલો કર્યો હતો.હું થોડીક વાર ઘેર ગયો. આમને સાચવવાનું કીધું હતું. એમણે પૂળા સાચવવાની હા પાડી હતી અને હું ઘરે જઈને પરત આવ્યો ત્યારે આ પૂળા ખલાશ થઈ ગયા. અત્યારે પૂળા છે નહિ અને મારા પૂળા મને પાછા આપવાની આ માણસ મને ના પડે છે.

 તમને નવાઈ લાગશે કે પેલો જે ઘોડે સવારે હતી એ પણ પોતે સાંભળી શકતો ન હતો. આ નરસિંહભાઇ, નરસિંહભાઇના ખેતરમાં કામ કરનાર મજુર અને આ ત્રીજી ઘોડે સવાર.ત્રણે બેરા હતા અને આ ત્રણે પોતપોતાની વાત ઉપર મક્કમ હતા. નરસિંહભાઇ કે આ મારા પૂળા છે એટલે વળી પેલો ઓછું સાંભળતો ન સાંભળતો એ કે પૂળા..પૂળા મારા છે.પેલો કે આ પૂળા તારા છે અને થોડા પૂળા આમને આપી દે. એ ગરીબ છે અને એને જરૂર છે એ રડે છે. હકીકતમાં એ રડતો ન હતો. એ ગુસ્સાથી કહેતો હતો કે, આ પૂળા મારા છે. આ નરસિંહભાઇ ખેતરમાં કામ કરનાર અને ઘોડે સવાર ત્રણે બેરા માણસો ભેગા થઈ વિવાદનું સમાધાન કરવા પ્રયત્ન કરતા હતા. ત્યાં કોઈક એક ચોથો માણસ આયો.આ ચોથા માણસે ત્રણેની નજીક આવીને ઊભા રહ્યા ને કે આ શું થયું? શું કરો છો..? નરસિંહભાઇ કહે પૂળા મારા છે. અડધા પૂળા એના છે. 

મારા અડધા પૂળા મે એને સાચવવા માટે આપ્યા હતા પણ એ સાચવી શક્યા નથી. એમણે પૂળા લઈ લીધા છે. ઘોડે સવાર કહે હું આ બંને ને કહું છું પણ એ પણ સાંભળતો ન હતો. હું આ બંને ને કહું છું કે અડધા અડધા પૂળા લઈ લો. હવે તમે નિર્ણય કરો કે નરસિંહભાઈના પૂળા કેટલા, એમના માણસના પૂળા કેટલા અને આ ઘોડે સવાર શું કેવા માંગે છે. સૌથી મજાની વાત એ હતી કે જે ચોથો માણસ આવ્યો હતો. એને આ બધાનું વાત સાંભળે ખરો પણ એ બોલી શકતો ન હતો. હવે તમે વિચારો ત્રણ જણા સાંભળતા નથી. એમનો વિવાદ છે. ચોથો જે વિવાદ પૂરો કરવા માટે આવ્યો છે એ બોલી શકતો નથી. શું થયું હશે? આ તરફ પેલા ઘોડા વાળાને પણ સંભળાતું ન હતું. આ પૂળા પૂળાના વિવાદમાં એને ગોળો સાંભળ્યું. પેલો કહે પૂળો આણે સંભળ્યું ગોળો. હવે એ બહેરો માણસ ગોળો ચોરી કરીને લાવેલો તે એ એને પગે લાગી ગયો અને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. આ ગોળો તમારો છે મને ખબર ન હતી. ગોળો તમે રાખો મારે જરૂરત નથી. આ બાજુ પેલા બહરા માણસે ગોળો પાછો આપ્યો.આ બંને વ્યક્તિઓએ આ ગોળો કોનો એ તો સાંભળતા ન હતા. આ બંનેને તો ખબર જ ન હતી કે આ માણસ ગોળો પાછો આપે છે પણ જે પેલો સાંભળી શકતો હતો બોલી શકતો ન હતો એને બંને ભાગે સરખા ભાગે.સરખે હિસ્સે પૂળાના ભાગ કર્યા.

ચોથો માણસે જે સાંભળી શકતો હતો પણ બોલી શકતો ન હતો એને ખબર પડી ગઈ કે આ ઘોડે સવાર ગોળો ચોરીને લાવ્યો છે એટલે એને એ ગોળો લઈ લીધો કે આ ગોળો મારો જ છે એમ કરીને ગોળો લઈ લીધો. એને ત્રણ ન સાંભળનાર અને એક બોલી ન શકનારા આવા ચાર વ્યક્તિઓ ભેગા થઈ આખા દિવસની પળોજણ પછી, આખા દિવસની ધમાલ પછી માત્ર પૂળાના ભાગ કર્યા. શ્રોતા મિત્રો આપણે પણ ક્યારેક આવું ન સાંભળવાનું કરીએ છીએ.સમજ્યા વગર આપડે એનો અમલ કરીએ છીએ. સામે વાળો પણ આપણું અનુકરણ કરે છે. આ અનુકરણ અને આપની અમલવારીના કારણે અનેક પ્રશ્નો આપના જીવનમાં ઊભા થાય છે. ત્યારે એમને હંમેશ માટે ગાંધીજીના ત્રણ વાંદરા યાદ રાખીશું.

ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું જોવું નહીં.. તો ફરીથી યાદ કરીએ. આ જે ત્રણ મિત્રો હતા સાંભળતા ન હતા. ઘોડે સવાર પણ સાંભળતો ન હતો.ખેડૂત પણ સાંભળતો ન હતો એનો મજુર પણ સાંભળતો ન હતો અને જે ન્યાય કરવા આવ્યો એ સાંભળી તો શકતો હતો પણ બોલી શકતો ન હતો. કોઈકે કહ્યું છે ને કે શક્ય હોય એટલું સાંભળવું એટલું ઓછું ચોક્કસથી ફાયદો થશે. આ ચોથા ઓછું સાંભળનાર માણસ જે આવ્યા છે એ ત્રણની લડાઈમાં સાંભળનાર ખરો પણ બોલી ન શકનાર જે માણસે એને ફાયદો થયો અને એમને નુકશાન થયું અને એટલે જ કદાચ આપણા વડવાઓએ સરસ વાત કહી હશે કે ઓછું બોલવું વધુ સાંભળવું. કારણ કાન બે છે મોઢું એક છે.  

પુનઃ ફરીથી આવી કોઈ સરસ વાર્તા સાથે રેડિયો પાલનપુરમાં મળીશું. સાંભળતા રહો મારો, તમારો આપણા સૌનો અવાજ 90.4 સ્ટેશન પાલનપુર.


Radio palanpur 90.4FM 

    Tuesday : 08:45 PM
    Friday  : 08:15 PM
    saturday: 08:45 PM
    sunday  : 10:00 AM

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર