આપણું રતન

 

આપણો દેશ ભારત.તેમાં એક શહેર,મુંબઈ તેનું નામ અહીં બઘા જ લોકો નોકરી ઘંઘા માટે આવે.આખા દેશના બઘા જ લોકો માટે મુંબઈ એટલે કમાણી કરવાનું શહેર. આ શહેરમાં આજથી સાત દશકા પહેલાં એક છોકરાનો મુંબઈ શહેરમાં શેઠ કહેવાતા ઘરે અવતાર લીઘો.ઘરમાં પહેલાંથી જ ઘનની રેલમછેલ હતી.આખા દેશમાં લોખંડના ઘંઘામાં આ કુટુંબનું નામ મોખરાનું હતું.આવા સુખી પરિવારમાં અવતરનાર આ ઠાકોરનું નામ રતન રાખવામાં બઘાને સંમતિ આપી.

            નાનપણથી જ આ છોકરો અસાઘારણ કામ કરતો.સતત નવું નવું વિચાર તેના પર અમલ કરવામાં આ છોકરો કાયમ આગળ રહેતો.ભણવાની ઉંમરમાં જ તેમની અસાઘારણ તાકાત ઘરમાં,ફળીયામાં અને શાળામાં સૌએ જોઈ હતી.નાનપણથી નિયમિતતા તેમણે કેળવી હતી.દરેક કામમાં ચોકસાઈ ,નવીનતા અને ભારોભાર લગનથી તેમનું દરેક નાનું મોટું કામ અનોખું તારી આવતું.ભણવાનું પુરૂં થઇ જતાં તેમણે તેમના બાપીકા ઘંઘામાં સહયોગ કરવાનું વિચારી લીધું.લોખંડના ઘંઘા ઉપરાંત તેમણે મોટી માલસામાન ફેરવતી ગાડીઓ બનાવવાની શરૂઆત કરી.ઘીરે ઘીરે તેમનું નામ દેશ અને વિદેશમાં ફેલાતું ગયું.તેમણે લોખંડ ઉપરાંત કાપડ,ટેલીકોમ ,મીઠું,રીફાઇનરી અનેક મોટા સાહસ દેશમાં ખડકી દીઘા.આ રીતે તેમણે દેશ વિદેશના મોટા ઘંઘાદારીઓમાં  તેમનું નામ ગોઠવીદીઘું.

                   ઘંઘા માટેની સતત દોડઘમમાં પણ તેમણે સતત નવા વિચારો અને તેનો ગતીશીલ અમલ કરવાનું શરૂ કરી દીઘું હતું. અરે આવું નવું નવું કાયમી તેઓ વિચારતા.એક દિવસની વાત છે.તે ઓ મું બઈમાં ગાડીમાં પસાર થતા હતા અને સામેથી તેમણે એક નાનું કુટુંબ નાના વાહન પર પસાર થતું જોયું.મોપેડ જેવા સાઘન પર ચાર-પાંચ માણસનું કુટુંબ મુસાફરી કરતું હતું.આ જોખમી મુસાફરી જોઈ તેમણે મનોમન ખુબ જ ઓછા રૂપિયામાં ગાડી બનાવવાનું પાકું કરી લીઘું.દુનિયાના માણસોને તેમણે આ વાત જણાવી.

           કોઈ કહે :આજે સૌથી ઓછા પૈસાની ગાડી બે લાખ રૂપિયામાં મળે છે.મોઘવારી વઘે જાય છે તો એક લાખ રૂપિયાની ગાડી કઈ રીતે બને ?ઘણા રતન ટાટાની વાતમાં હસતા હતા.આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો.રતન ટાટાની એક લાખ રૂપીયાનીગાડીની વાત ભુલાવા લાગી હતી.એક દિવસની વાત છે.રતન ટાટાએ મિજબાની આપી.આવેલા સૌની હાજરીમાં તે એક લાખ રૂપિયાની ગાડી ચલાવીને આવી ગયા.સૌએ આ ગાડી જોઈ.બઘાને ખુબ નવાઈ લાગી.થોડો વરસ પહેલાં રતનટાટાની વાતને હસી કાઢનાર લોકોના મોંઢા બંઘ થઈ ગયા.આજે દુનિયામાં એક લાખ રૂપિયાની ગાડીની જ વાત થાય છે.શું આપણે પણ રતનટાટાની જેમ આપણા વિચારોને ગતિશીલ ન રાખી શકીએ?         

       

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી